• Home
  • National
  • This is the second shortest nationalist message of the Prime Minister in Corona's time, speaking only 16 minutes

પ્રધાનમંત્રીનો રાષ્ટ્રજોગ સંદેશ / કોરોનાના સમયમાં પ્રધાનમંત્રીનો આ બીજો સૌથી ટૂંકો રાષ્ટ્રજોગ સંદેશ, ફક્ત 16 મિનિટ બોલ્યા

This is the second shortest nationalist message of the Prime Minister in Corona's time, speaking only 16 minutes
This is the second shortest nationalist message of the Prime Minister in Corona's time, speaking only 16 minutes
X
This is the second shortest nationalist message of the Prime Minister in Corona's time, speaking only 16 minutes
This is the second shortest nationalist message of the Prime Minister in Corona's time, speaking only 16 minutes

  • પ્રધાનમંત્રીએ કોરોના સમયે 12 મેના રોજ સૌથી લાંબુ 33 મિનિટનું સંબોધન કર્યું હતુ
  • કોરોના સમયે તેમણે સૌથી ટૂંકુ સંબોધન 3 એપ્રિલના રોજ 12 મિનિટ માટે આપ્યું હતું

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 06:18 PM IST

નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. તેઓ ફક્ત 16 મિનિટ જ બોલ્યા હતા. કોરોના કાળમાં આ તેમનું અત્યાર સુધીનું સૌથી ટુંકુ સંબોધન હતું. તેમણે અત્યાર સુધીમાં સૌથી ટુંકો 12 મિનિટનો સંદેશ 3 એપ્રિલના રોજ આપ્યો હતો. તે સમયે તેમણે પ્રજાને 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે ઘરોની વીજળી બંધ કરી દીપ, મિણબત્તી કે મોબાઈલ ફ્લેશ માટે અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી મોદીના કોરોનાના સમયમાં અત્યાર સુધીના સંબોધન

તારીખ જાહેરાત સમય
19 માર્ચ જનતા કર્ફ્યૂની જાહેરાત 29 મિનિટ
24 માર્ચ 21 દિવસનું લોકડાઉન 29 મિનિટ
3 એપ્રિલ દીપ પ્રગટાવવા અપીલ 12 મિનિટ
14 એપ્રિલ લોકડાઉન-2ની જાહેરાત 25 મિનિટ
12 મે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત 33 મિનિટ
30 જૂન અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત 16 મિનિટ

મંગળવારનો સંદેશ ગરીબોને રાહત આપનાર 
મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં મુખ્યત્વે ગરીબો પર ફોકસ રહ્યું. તેમા તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન્ યોજના નવેમ્બરના અંત સુધીમાં વધારવાની જાહેરાત કરી. તે હેઠળ સરકાર પ્રત્યેક મહિને પરિવારના દરેક સભ્યને 5 કિલો ઘઉં કે 5 કિલો ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે. આ સાથે પ્રત્યેક પરિવારને દર મહિને એક કિલો ચણા પણ વિન મૂલ્યે આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજનાના વિસ્તારમાં 90 હજાર કરોડથી વધારે ખર્ચ થશે. છેલ્લા ત્રણ મહિનાના ખર્ચને આ સાથે જોડી દેવામાં આવે તો તે લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ અત્યાર સુધીમાં 9 વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું 

1. 8 નવેમ્બર 2016: કાળાનાણાં પર અંકૂશ મેળવવા માટે રૂપિયા 500 અને રૂપિયા 1000ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.
2.15 ફેબ્રુઆરી 2019: પુલવામામાં CRPFના 40 જવાબની હત્યા બાદ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો.
3. 27 માર્ચ 2019: મોદીએ જણાવ્યું હતું કે DRDOના વૈજ્ઞાનિકોને લોઅર અર્થ ઓર્બિટમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો.
4. 8 ઓગસ્ટ,2019: જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 ખતમ કર્યા બાદ મોદીએ 8 ઓગસ્ટ 2019ની રાતે 8 વાગે દેશને સંબોધિત કર્યો હતો.
5. 7 સપ્ટેમ્બર 2019: ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતરતા પહેલા સંપર્ક તૂટ્યા બાદ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો.
6. 9 નવેમ્બર 2019: અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને પંજાબમાં કરતારપુર કોરિડોર અંગે વાત કરી
7.3 એપ્રિલ 2020: 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરની લાઈટ બંધ કરી છત કે બાલકની પર દીવો પ્રગટાવવા અપીલ કરવી.
8. 14 એપ્રિલ 2020: દેશભરમાં લાગેલા લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવવામાં આવ્યું
9. 30 જૂન 2020: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બરના અંત સુધી લંબાવવા જાહેરાત કરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી