તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • This Is A New Symptom Of The Second Wave Of Coronavirus, Said AIIMS Doctor Vijay Hooda.

કોરોનાના નવા લક્ષણો:કોરોનાવાઈરસની બીજી લહેરના આ છે નવા લક્ષણ, AIIMSના ડોક્ટર વિજય હુડ્ડાએ આપી માહિતી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણી વખત દર્દીઓની આંખ લાલ થવી તે પણ કોરોનાનું લક્ષણ હોઈ શકેઃ ડોક્ટર હુડ્ડા
  • નવી લહેરમાં કોરોનાના દર્દીને વધુ નબળાઈ અને થાક અનુભવાઈ રહ્યો છે

કોરોનાની બીજી લહેરના પગલે હાલ દેશમાં સંક્રમણ ખૂબ જ ફેલાયું છે. રોજ કોરોનાના નવા કેસ વધી રહ્યાં છે. પ્રથમ લહેરની સરખામણીમાં કોરોનાની આ લહેરમાં ઘણા લક્ષણો અલગ છે. આ જ કારણે ઘણા લોકો તેને સમજી શકતા નથી અને અવગણના કરે છે. પરિણામે કેસ ગંભીર બની જાય છે. AIIMSમાં પલ્મોનરી મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર વિજય હુડ્ડાએ ટ્વિટર પર કોરોનાના કેટલાક નવા લક્ષણ વિશે માહિતી આપી છે. જેને ઓળખીને સમયે સારવાર શરૂ કરી શકાય છે.

AIIMSમાં પલ્મોનરી મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર વિજય હુડ્ડાએ આપી માહિતી

કોરોનાના નવા લક્ષણ
તાવ, ગળામાં દુઃખાવો, શરીર-માંસપેશીઓમાં દર્દ, થાક, સામાન્ય શરદી જેવા લક્ષણો સિવાય આ લહેરમાં કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. કેટલાક દર્દીઓમાં ઝાડા, પેટમાં દુઃખાવો, શરીર દુઃખવું, ઉલ્ટી થવી, સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવા નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.

નવી લહેરમાં દર્દીને 10 દિવસ સુધી તાવ રહે છેઃ ડોક્ટર હુડ્ડા
ડોક્ટર હુડ્ડાનું કહેવું છે કે કોરોનાની પ્રથમ લહેરમાં તાવ, શ્વાસની તકલીફ કે અન્ય લક્ષણ ધરાવતા દર્દી 5-7 દિવસમાં સાજા થઈ જતા હતા. આ લહેરમાં દર્દીઓને 10 દિવસ સુધી તાવ રહે છે. તેમનું કહેવું છે કે એક વર્ષથી અમે જોઈ રહ્યાં છે કે કોરોના કોઈ પણ રીતે સામે આવી શકે છે. દર્દીઓને કઈક નવુ અનુભવાય તો તેમણે પોતાના ડોક્ટરને બતાવવું જોઈએ. કઈ પણ નવુ કે અજુગતુ અનુભવાય તો તેને કોરોનાનું લક્ષણ જ માનીને ચાલવું જોઈએ.

આંખ લાલ થવી તે પણ કોરોનાનું લક્ષણ હોઈ શકે
ડોક્ટર હુડ્ડાનું કહેવું છે કે તમે જાણીને નવાઈ પામશો કે ઘણી વખત દર્દીઓની આંખ લાલ થવી તે પણ કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. સામાન્ય રીતે લોકો આ બાબતની ઈન્ફેક્શન કે કન્જક્ટિવાઈટિસ માનીને અવગણન કરે છે. જોકે કન્જક્ટિવાઈટિસ કોરોનાના કારણે પણ થઈ શકે છે. ડોક્ટર કહે છે કે હાલ ડોક્ટરોએ પણ આ પ્રકારના લક્ષણને કોરોનાના લક્ષણ માનીને જ ચાલવું જોઈએ અને દર્દીને તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપવી જોઈએ. પછીથી પ્રોટોકોલ મુજબ દર્દીની સારવાર શરૂ કરી દેવી જોઈએ.

માથાનો અને શરીરનો દુઃખાવો હોઈ શકે છે કોવિડનું લક્ષણ
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે પોલ પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે માત્ર માથાનો દુઃખાવો અને શરીરનો દુઃખાવો થઈ રહ્યો છે તો પણ તે કોવિડનું લક્ષણ હોઈ શકે છે. કોરોનાના કેટલાક સામાન્ય લક્ષણો પણ છે, જે જાણકારીના અભાવે ઝડપથી ગંભીર થઈ રહ્યાં છે. આ કારણે આવા કોઈ પણ લક્ષણની બિલકુલ અવગણના ન કરો.

સુગંધ ન આવવી, સ્વાદ બગડી જવો
કોરોનાવાઈરસનું સૌથી અચરજ પમાડે તેવુ લક્ષણ સ્વાદ અને સુગંધ જતી રહેવી તે છે. મેડિકલ ભાષામાં તેને અનોસ્મિયા કહે છે. કેટલાક લોકોને તે તાવ આવતા પહેલા અનુભવાય છે. જોકે કેટલાક લોકોને માત્ર આ જ લક્ષણ અનુભવાય તેવું પણ બની શકે છે. જે લોકોને માત્ર સ્વાદ અને સુગંધ આવવામાં મુશ્કેલી થાય છે. તેમને સાજા થવામાં 6-7 સપ્તાહનો સમય લાગે છે.

ગળુ સુકાઈ જવું
ગળામાં ખજવાળ અને ગળુ સુકાઈ જવું તે ગળામાં સોજો હોવોનો સંકેત હોઈ શકે છે. જોકે કોરોનાના દર્દીઓમાં આ લક્ષણ સામાન્ય છે. વિશ્વમાં લગભગ 52 ટકા લોકોને કોરોનાના લક્ષણ તરીકે ગળુ સુકાઈ જવાનો અનુભવ થાય છે. કેટલાક લોકોને ગળામાં થોડી બળતરા પણ અનુભવાય છે. તે ખાવાનું અને પાણી પીવાથી વધુ વધે છે.

ખૂબ જ નબળાઈ અને થકાણ
નવી લહેરમાં કોરોનાના દર્દીને વધુ નબળાઈ અને થાક અનુભવાઈ રહ્યો છે. તે કોરોનાની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. તેને સામાન્ય વાઈરલ ઈન્ફેક્શન સમજવાની ભૂલ બિલકુલ ન કરતા.

ઠંડી લાગવાની સાથે તાવ
વધુ ઠંડી લાગવાની સાથે તાવ આવવાનો અર્થ પણ એ હોઈ શકે છે કે તમે વાઈરસના સંપર્કમાં આવી ચૂક્યા છો. કોરોનાનું આ લક્ષણ પ્રથમ લહેરમાં પણ હતુ અને આ લહેરમાં પણ દેખાઈ રહ્યું છે. આ સિવાય માંસપેશીઓ અને જોઈન્ટનું દર્દ પણ સામાન્ય લક્ષણ છે.

અન્ય સમાચારો પણ છે...