• Gujarati News
  • National
  • This Incident Would Not Have Happened If The Union Minister Had Not Threatened The Farmers, Even The Deputy Chief Minister Did Not Need To Go Into Riots.

લખીમપુર હિંસાને લઈને HCની ટિપ્પણી:કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને ન ધમકાવ્યા હોત તો આ ઘટના ન થાત, નાયબ મુખ્યમંત્રીએ પણ રમખાણમાં જવાની જરૂર ન હતી

લખીમપુર ખીરી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખીમપુર હિંસા મામલે સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગંભીર ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે SITનો રિપોર્ટ જોયા બાદ કહ્યું કે જો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીએ ખેડૂતોને ધમકી ન આપી હતો તો આવી ઘટના ન બની હોત. મોટા પદ પર બેઠેલા રાજકીય લોકોને જનતા વચ્ચે મર્યાદામાં રહીને નિવેદન આપવું જોઈએ અને પોતાના પદની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યું કે- તે વિસ્તારમાં કલમ 144 લાગુ હતી. તેમ છતાં કેન્દ્રીય મંત્રીએ ગામમાં કુશ્તી સ્પર્ધા કરાવી. આ પ્રશાસનિક અવગણના છે. એવું ન બની શકે કે નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યને પણ એ વાતની જાણ ન હોય કે ત્યાં કલમ 144 લાગુ છે. તેમ છતાં તેમને અને કેન્દ્રીય મંત્રીએ સ્પર્ધામાં સામેલ થવાનો નિર્ણય લીધો.

કોર્ટે હિંસાના મુખ્ય આરોપી અને પુત્ર આશીષ મિશ્રાની જામીન અરજી પરની સુનાવણી 25 મે સુધી ટાળી દીધી. આશીષની જામીન અરજી જસ્ટિસ કૃષ્ણ પહલની સિંગલ બેંચની સામે હતી. સુપ્રીમ કોર્ટે આશીષની મંજૂર થયેલા જામીનને ફગાવી દીધા હતા અને કેસ પરત હાઈકોર્ટને નવી રીતે સાંભળવા માટે કહ્યું હતું.

ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવાઈ
હિંસાના મામલે 4 આરોપીઓ લવકુશ, અંકિત દાસ, સુમિત જયસ્વાલ અને શિશુપાલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. લખનઉ હાઈકોર્ટના જસ્ટિસ ડીકે સિંહે તમામ આરોપીઓની અરજી ફગાવી દીધી છે.

તો જસ્ટિસ દિનેશકુમાર સિંહે કહ્યું કે તમામ મુખ્ય આરોપી આશીષની સાથે સક્રિય રીતે યોજના બનાવવા અને આ જઘન્ય કાંડમાં સામેલ હતા. તમામ રાજકીય રીતે ઘણાં જ પ્રભાવશાળી છે. જામીન પર છૂટ્યા બાદ તે વાતનો ઈનકાર ન કરી શકાય કે તેઓ ન્યાયને પ્રભાવિત કરશે. પુરાવા સાથે છેડછાડ કરશે અને સાક્ષીઓને પણ પ્રભાવિત કરશે.

લાલ ટીશર્ટમાં આરોપી અંકિત દાસ છે. તે મંત્રી પુત્ર આશીષનો મિત્ર છે. ઘટનાના દિવસે 3 મેનાં રોજ તે તિકુનિયામાં જ હતો.
લાલ ટીશર્ટમાં આરોપી અંકિત દાસ છે. તે મંત્રી પુત્ર આશીષનો મિત્ર છે. ઘટનાના દિવસે 3 મેનાં રોજ તે તિકુનિયામાં જ હતો.

મુખ્ય આરોપી આશીષ મિશ્રા જેલમાં જ રહેશે
25 મેનાં રોજ હાઈકોર્ટમાં કિસાન પક્ષ પોતાનો જવાબ દાખલ કરશે. હાઈકોર્ટની લખનઉ બેંચે જસ્ટિસ કૃષ્ણ પહલે ખેડૂત પક્ષના વકીલની માગ પર કાઉન્ટર એફિડેવિડ દાખલ કરવાનો દિવસ 25 મે નિર્ધારીત કર્યો છે. હવે 25 મેનાં રોજ આશીષ મિશ્રાને જેલ કે બેલ પર સુનાવણી થશે.

ડિસ્ચાર્જ એપ્લિકેશન પર આવતીકાલે સુનાવણી
આશીષ મિશ્રા અને તેમના સહ આરોપીઓની ડિસ્ચાર્જ એપ્લિકેશન પર આવતીકાલે એટલે કે 10 મેનાં રોજ જિલ્લા જજ મુકેશ મિશ્રાની કોર્ટમાં સુનાવણી થશે. આ દરમિયાન સરકારી વકીલ અરવિંદ ત્રિપાઠી જવાબ દાખલ કરશે.

એક પત્રકાર સહિત 5 લોકોનાં મોત નિપજ્યા હતા
3 ઓક્ટોબર 2021નાં રોજ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યને બનવીર પુર સ્થિત એક દંગલનો કાર્યક્રમ રાખ્યો હતો. આ દરમિયાન ત્યાં ખેડૂતો પર ગાડીઓ ચડાવી દેવામાં આવી હતી. જેનાથી ખેડૂતો નારાજ થઈ ગયા હતા. ખેડૂતોએ અનેક ગાડીઓમાં આગ લગાડી દીધી હતી, જેમાં એક પત્રકાર સહિત 5 લોકોનાં મોત નિપજ્યા હતા.

આ મામલે આશીષ મિશ્રાએ હાઈકોર્ટેની લખનઉ બેંચે જામીન આપ્યા હતા, જો કે ખેડૂત પક્ષે સુપ્રીમ કોર્ટમાં તેના વિરૂદ્ધ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે જામીનને ફગાવતા ગૃહ રાજ્ય મંત્રીના પુત્રને જિલ્લા ન્યાયાધીશને ત્યાં સમર્પણ કરવાનું કહ્યું હતું અને લખનઉ બેંચમાં જામીન અરજી રજૂ કરીને પોતાનો પક્ષ રાખવાની વાત કરી હતી. આજે તે જામીન અરજી પર સુનાવણી થઈ, જે હાલ 25 મે સુધી ટાળી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...