તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • "This Corona Strain Is Worrying, But There Is No Evidence Of A Third Wave," Said Tom Gnome Sequencer.

ડેલ્ટા+ વેરિયન્ટ બાબતે રાહતના સમાચાર:ટોપ જીનોમ સિક્વેંસરે કહ્યું- કોરોનાનો આ સ્ટ્રેન ચિંતાજનક છતાં પણ એને કારણે ત્રીજી લહેર આવવાના કોઈ પુરાવા નથી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ભારતમાં ડેલ્ટા પ્લસનો પહેલો કેસ 5 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો
  • ડેલ્ટા વેરિયન્ટ બ્રિટન, અમેરિકા, જાપાન, રશિયા અને ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં મળ્યા છે

દેશના ટોપ જીનોમ સિક્વેંસરનું માનવું છે કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટને કારણે ત્રીજી લહેર આવવાના કોઈ પુરાવા મળ્યા નથી. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇનિટીગ્રેટિવ બાયોલોજી (IGIB)ના ડિરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે આપણને આ વાતની ચિંતા થવી જોઈએ કે કોરોનાની બીજી લહેર હજી સમાપ્ત થઈ નથી.

દેશના અનેક વિસ્તારોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ સ્ટ્રેનના કેસ મળ્યા છે, પરંતુ ટોપ ડોકટર્સ અને જીનોમ સિક્વેંસરે એવી આશંકાઓને પાયવિહોણી ગણાવી છે. તેમનું કહેવું છે કે કોરોનાના આ મ્યૂટેટેડ સ્વરૂપનું ત્રીજી લહેર સાથે કોઈ લેવા-દેવા નથી.

ડેલ્ટા પ્લસના કેસ 1% કરતાં પણ ઓછા

  • NDTVના જણાવ્યા અનુસાર, ડો.અગ્રવાલે કહ્યું હતું કે ડેલ્ટા પ્લસને બદલે આપણે ચિંતા કરવી જોઈએ કે કોરોનાની બીજી લહેરને નબળી કરતી વખતે આપણી સતર્કતા ઓછી ન થવી જોઈએ. આ વેરિયન્ટનું હાલમાં કોરોનાની ત્રીજી લહેર સાથે કોઈ સંબંધ નથી.
  • તેમણે કહ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂટે મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં 3500થી વધુ સેમ્પલનું સિક્વેસિંગ કર્યું છે, જે એપ્રિલ અને મે મહિનાના છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણાબધા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ છે, પરંતુ એ હજી પણ 1% કરતાં ઓછા છે. જ્યાં કોરોનાના વધુ કેસો જોવા મળ્યા હતાં ત્યાં પણ આ વેરિયન્ટ વધુ નથી.

બેદરકારી આપણને ભારે પડી શકે છે
તેમણે કહ્યું હતું કે ડેલ્ટાનો કોઈપણ વેરિયન્ટ ભારત માટે ચિંતાનો વિષય છે, પરંતુ આપણી સૌથી મોટી ચિંતા એ છે કે કોરોનાની બીજી લહેર હજી સમાપ્ત થઈ નથી અને એ બાબતની હળવાશ આપણને ભારે પડી શકે છે. જોકે એવા કોઈ પુરાવા નથી કે ડેલ્ટા પ્લસ ડેલ્ટા વેરિયન્ટથી વધુ ખતરનાક છે કે પછી આ વેરિયન્ટ કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. IGIB વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) હેઠળ આવે છે.

દેશમાં એના 40થી વધુ કેસ
દેશમાં આ સ્ટ્રેનના અત્યારસુધીમાં 40થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. આ વેરિયન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને કેરળમાં પણ આ સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આ રાજ્યોને અલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે એને વેરિયન્ટ પીએફ કન્સર્નની કેટેગરીમા રાખ્યો છે.

ડેલ્ટા પ્લસ વિશે 4 મહત્ત્વપૂર્ણ મુદ્દા

1. ડેલ્ટા વેરિયન્ટના તમામ સ્ટ્રેન્સને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે ગણવામાં આવશે. ડેલ્ટા પ્લસ બાબતે સૌપ્રથમ 11 જૂનના રોજ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડમાં એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

2. ભારતમાં 45 હજારથી વધુ સેમ્પલનું સિક્વેંસિંગ કરવામાં આવ્યું હતું, એમાંથી ડેલ્ટા પ્લસના 40 કેસ મળ્યા હતા, જોકે આમાં બહુ વધારો થયો નથી.

3. ભારતમાં ડેલ્ટા પ્લસનો પહેલો કેસ 5 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં લેવામાં આવેલા એક સેમ્પલમાં જોવા મળ્યો હતો.

4. વિશ્વભરમાં ડેલ્ટા પ્લસના 205 કેસ મળ્યા છે, જેમાંથી અડધાથી વધુ કેસ અમેરિકા અને બ્રિટનમાં છે.

અન્ય રાજ્યોમાં પણ મળવાની આશંકા
1. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સ્ટ્રેન એ 3 રાજ્ય સિવાય પણ અનેક રાજ્યોમાં મળી ચૂક્યા છે. એ મુજબ આ વેરિયન્ટના સૌથી વધુ 21 કેસ મહારાષ્ટ્ર અને 6 કેસ મધ્યપ્રદેશમાં નોંધવામાં આવ્યા છે. એ સિવાય કેરળ, તામિલનાડુમાં 3-3, કર્ણાટકમાં 2 અને પંજાબ, આંધ્રપ્રદેશ અને જમ્મુમાં એક-એક કેસમાં આ વેરિયન્ટની પુષ્ટિ થઈ છે.

અત્યારસુધી 9 દેશમાં આ વેરિયન્ટ મળ્યો
આ પહેલાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટ વિશ્વના 80 દેશમાં છે. આ વેરિયન્ટ ભારતમાં બીજી લહેર વધારવામાં જવાબદાર હોવાનું જણાવાયું છે. એને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હાલમાં 9 દેશમાં બ્રિટન, અમેરિકા, જાપાન, રશિયા, ભારત, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, નેપાળ અને ચીનમા મળ્યો છે.