દેશને ટૂંક સમયમાં નવું સંસદભવન મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદભવનનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ખાસ 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવામાં આવશે. નાણાં મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે. આ સિક્કો ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાનું મહત્ત્વ પણ દર્શાવશે. આ 75 રૂપિયાના સિક્કાની એક તરફ અશોક સ્તંભનો સિંહ હશે. એની નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે. એની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં 'ભારત' અને જમણી બાજુ અંગ્રેજીમાં 'ભારત' લખેલું હશે.
સિક્કા પર સંસદની તસવીર હશે
આ સિક્કામાં રૂપિયાનું પ્રતીક પણ હશે અને અંકોમાં 75 લખેલું હશે. સિક્કાની બીજી બાજુ સંસદની તસવીર હશે. અહીં ઉપરની બાજુએ દેવનાગરી લિપિમાં 'સંસદ સંકુલ' અને નીચેની બાજુએ અંગ્રેજીમાં 'સંસદ સંકુલ' લખવામાં આવશે.
75 રૂપિયાના સિક્કાનો વ્યાસ 44 mm હશે
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, 75 રૂપિયાનો સિક્કો ગોળ હશે. એનો વ્યાસ 44 મીમી છે. એનું વજન 35 ગ્રામ હશે. આ સિક્કો 50% સિલ્વર, 40% કોપર, 5% નિકલ અને 5% ઝિંકના મિક્સરમાંથી બનાવવામાં આવ્યો છે. સિક્કાની એક તરફ અશોક સ્તંભ હશે, જેની નીચે સત્યમેવ જયતે લખેલું હશે.
કોંગ્રેસે કહ્યું- સેંગોલ સંબંધિત ભાજપના દાવા ખોટા છે
નવા સંસદભવનના ઉદઘાટનને હવે 2 દિવસ બાકી રહ્યા છે, પરંતુ આ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયાં છે. કોંગ્રેસે સેંગોલ (રાજદંડ) પરના ભાજપના દાવાઓને કાલ્પનિક અને બોગસ ગણાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે બ્રિટિશ સત્તાના હસ્તાંતરણ સમયે નેહરુને સેંગોલ (રાજદંડ) સોંપવામાં આવ્યો હોવાના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. આને લગતા તમામ દાવા બોગસ છે.
શાહે કહ્યું- કોંગ્રેસે સેંગોલને 'વૉકિંગ સ્ટિક' માનીને મ્યુઝિયમમાં મોકલ્યો
સેંગોલનો વિરોધ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે ટ્વીટ કર્યું - કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી બધી નફરત કેમ કરે છે? પંડિત નેહરુને તામિલનાડુમાં એક પવિત્ર શૈવ મઠ દ્વારા ભારતની સ્વતંત્રતાના પ્રતીક તરીકે પવિત્ર સેંગોલ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે એને 'વૉકિંગ સ્ટિક' ગણીને મ્યુઝિયમમાં મોકલી દીધો. કોંગ્રેસ ઇતિહાસ ખોટો કહી રહી છે. કોંગ્રેસે તેની વિચારસરણી પર વિચાર કરવાની જરૂર છે.
જયરામ નરેશે કહ્યું- ભાજપની વ્હોટ્સએપ યુનિવર્સિટી સક્રિય છે
કોંગ્રેસના નેતા જયરામ નરેશે કહ્યું હતું કે આ દાવાઓ વ્હોટ્સએપ યુનિવર્સિટીમાંથી ફેલાવવામાં આવી રહ્યા છે. હવે મીડિયા ઢોલ વગાડી રહ્યું છે. સેંગોલને અલ્હાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. 14 ડિસેમ્બર, 1947ના રોજ નેહરુએ ત્યાં જે કહ્યું એ જાહેર રેકોર્ડ પર છે. ભલે હવે કંઈક કહેવામાં આવી રહ્યું છે.
પીએમ અને તેમના પ્રચારકો હવે તામિલનાડુમાં પોતાના રાજકીય લાભ માટે રાજદંડનો ઉપયોગ કરી રહ્યા છે. આ લોકો (બ્રિગેડ) પાસે પોતાના હિત માટે હકીકતોને ટ્વિસ્ટ કરવાની કુશળતા છે.
20 વિરોધ પક્ષોએ કર્યો બહિષ્કાર, 25 પાર્ટી જોડાશે
કોંગ્રેસ સહિત 20 વિરોધપક્ષોએ ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બાયપાસ કરીને વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવાનો નિર્ણય માત્ર ગંભીર અપમાન જ નથી, પરંતુ એ લોકશાહી પર સીધો હુમલો પણ છે. એ જ સમયે ભાજપ સહિત 25 પક્ષો ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે.
ભાજપ સહિત 17 પક્ષ ભાગ લેશે: ભાજપ, શિવસેના (શિંદે જૂથ), શિરોમણિ અકાલી દળ, NPP, NDPP, SKM, JJP, RLJP, RP (આઠવલે), અપના દળ (S), તમિળ મનિલા કોંગ્રેસ, AIADMK, BJD, તેલુગુ દેશમ પાર્ટી, YSR કોંગ્રેસ, IMKMK અને AJSU MNF.
લોકસભામાં 60.82% (328 સભ્ય) અને રાજ્યસભામાં 42.86% (102 સભ્ય)
વિરોધ કરી રહેલા 20 પક્ષ: કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK), આમ આદમી પાર્ટી (AAP), સમાજવાદી પક્ષ, ઉદ્ધવ ઠાકરેનું શિવસેના જૂથ, ભારતીય સામ્યવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ (RJD), CPI, ઝારખંડ મુક્તિ મોરચા JMM, કેરલા કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્છી VCK, RLD, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), જનતા દળ-યુનાઈટેડ (JDU), CPI(M) , IUML, નેશનલ કોન્ફરન્સ, RSP, AIMIM અને MDMK ઓપનિંગ ઇવેન્ટમાં ભાગ નહીં લે.
વિરોધપક્ષો પાસે લોકસભામાં 26.38% (કુલ 143 સભ્ય) અને રાજ્યસભામાં 38.23% (91 સભ્ય) પ્રતિનિધિત્વ છે.
નવા સંસદભવનના ઉદઘાટન પર મોટાં નિવેદનો-
75 વર્ષ પછી રાજદંડ સંસદમાં પ્રવેશ કરશે
મોદી 28 મેના રોજ નવા સંસદભવનના ઉદઘાટન સમયે લોકસભા અધ્યક્ષની બેઠક પાસે પવિત્ર સેંગોલ (રાજદંડ) સ્થાપિત કરશે. અંગ્રેજો દ્વારા 14 ઓગસ્ટ 1947ની રાત્રે સત્તાના હસ્તાંતરણ તરીકે પંડિત નહેરુને એ સોંપવામાં આવ્યો હતો. એને 1960 પહેલાં આનંદ ભવનમાં અને 1978થી અલાહાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. હવે 75 વર્ષ પછી રાજદંડ સંસદમાં પ્રવેશશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.