ડિસેમ્બરનું પહેલું પખવાડિયું પૂરું થાય ત્યાં સુધી ચોતરફ બરફથી ઘેરાઈ જતાં ઉત્તરાખંડ હિમાલયનાં શિખરો આ વખતે હજુ સૂના છે. ભૂમધ્ય સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરમાં હિમવર્ષા કરીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે.
આ સંજોગોમાં હાલ ઉત્તરાખંડના 2500 મીટરની ઊંચાઈએ આવેલાં િહલ સ્ટેશનો પર પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી છે. નૈનિતાલ, મસૂરી, રાનીખેત, ચકરાતા અને મુક્તેશ્વરમાં તો લઘુતમ તાપમાન પણ ચારથી પાંચ ડિગ્રી વધુ છે. આ સ્થળોએ ડિસેમ્બર મધ્ય સુધી લઘુતમ તાપમાન શૂન્યથી ચાર ડિગ્રી હોવું જોઈએ, જે હાલ સાતથી નવ ડિગ્રી સુધી છે.
ચાર હજાર મીટરની ઊંચાઈએ આવેલા પહાડ જેવા કે હર કી દૂન, ગૌમુખ, સૂરકંડા અને ઓલી પર પણ હજુ સુધી હિમવર્ષા નથી થઇ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનનો માર્ગ ભટકાઇ જવાના કારણે ઉત્તરાખંડના ગ્લેશિયરોના સ્નો રિચાર્જમાં સંકટ સર્જાયું છે. જો સ્નો રિચાર્જ ના થાય તો સમયાંતરે ગ્લૅશિયર વધુ પીગળવાનું જોખમ રહે છે.
ઉત્તરાખંડમાં હિમવર્ષા નહીં થવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
મેદાની વિસ્તારોમાં બે મોટા ફેરફારની શક્યતા
1. માર્ચ સુધી મેદાની વિસ્તારોમાં સામાન્યથી ઓછ વરસાદ થવાની આશંકા છે, જેનાથી ખરીફ પાકના ઉત્પાદન પર અસર પડી શકે છે.
2. વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. ડી.પી. ડોભાલના મતે, ગ્લોબલ વૉર્મિંગથી ઋતુ ચક્ર ખોરવાયું છે. આ વખતે ગરમી સામાન્યથી વધુ રહેશે.
કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે માર્ગ બદલ્યો
આશા... આગામી 48 કલાકમાં ઉત્તર-મધ્ય ભારતમાં પારો ઘટી શકે છે, ધુમ્મસ છવાશે
ભૂમધ્ય સમુદ્રમાં શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવું છે. તે સક્રિય થયા પછી હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ની શક્યતા છે. સ્કાયમેટના મહેશ પાલાવતના મતે, ઉત્તર ભારતના મેદાની વિસ્તારો સહિત મધ્ય ભારતનાં કેટલાંક સ્થળે પારો ઘટી શકે છે. હવામાન વિભાગના મતે, 15-16 ડિસેમ્બર પછી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનની અસર વર્તવાને અને ધુમ્મસ પણ છવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.