તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Third Wave Of Coronavirus Alert; IMA Update | Indian Medical Association To Narendra Modi And State Governments

કોરોના મુદ્દે IMAની ચેતવણી:મેડિકલ એસોસિએશને કહ્યું- ત્રીજી લહેર નજીક; ટૂરિઝમ અને ધાર્મિક યાત્રાઓને વધુ કેટલાંક મહિના રોકી શકાય છે

2 મહિનો પહેલા
  • ભારતમાં સોમવારે કોરોના વાઇરસનાં 37,154 સંક્રમિતો નોંધાયા છે
  • લોકોની ભીડ એકઠી થતી જોઇ IMA ચિંતાતૂર

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કોરોના અંગે ચેતવણી આપી છે. IMAએ જણાવ્યું હતું કે ત્રીજી લહેર નજીક છે અને આવી સ્થિતિમાં પર્યટન અને ધાર્મિક પ્રવાસો થોડા વધુ મહિનાઓ સુધી રાહ જોઈ શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે દેશના ઘણા ભાગો અનલોક થઈ ગયા છે અને પર્યટક સ્થળોએ લોકોના ટોળા એકઠા થવા લાગ્યા છે.

વર્તમાન પરિસ્થિતિમાં લોકો જે રીતે દેશમાં ખુશી વ્યક્ત કરી રહ્યા છે, આઇએમએ આ મામલે ઊંડુ દુ: ખ વ્યક્ત કર્યુ છે. આઇએમએ ચેતવણી આપતા કહ્યું કે ભારત હમણાંજ ભયજનક બીજી લહેરમાંથી બહાર આવ્યું છે અને તેની પાછળ આરોગ્ય વિભાગના પ્રયાસો છે.

દુ:ખ થાય છે જ્યારે દેશમાં ભીડ એકઠી થાય છે-IMA
આઇએમએએ સોમવારે સ્થળ પર ભીડને ધ્યાનમાં રાખીને એક પ્રેસ રીલીઝ બહાર પાડી છે. આઇએમએએ કહ્યું કે જો આપણે ઇતિહાસમાં આવી ગયેલી તમામ મહામારીઓ પર નજર નાખીશું, તો સ્પષ્ટ છે કે ત્રીજી લહેરને ટાળી શકાય તેમ નથી. તે ખૂબ નજીક છે. દેશના ઘણા ભાગોમાં જાહેર જનતા અને સરકાર બંને બેદરકાર છે તે જોઈને ખૂબ જ દુ:ખ થાય છે. દરેક વ્યક્તિ કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વિના ભીડને એકત્ર કરવામાં વ્યસ્ત છે.આવામાં પ્રવાસન ઉદ્યોગ વિકસે તે પણ ખુબ જરુરી છે પરંતુ કેટલાક મહિનાની રાહ જોઇ શકીએ છીએ. આ દરેકને ખોલવુ અને વેક્સિનેશન વગર લોકોને જવા દેવા એ ખૂબ ખતરનાક છે.આ કોરોના ત્રીજી લહેર માટે સુપરસ્પેડર્સ બની શકે છે. કોરોના એક દર્દીની સારવારને લીધે થતું આર્થિક નુકસાન આવા મેળાવડાથી થતાં આર્થિક નુકસાન કરતાં ઘણું સારું છે.

મસૂરી કેમ્પટીફોલ
મસૂરી કેમ્પટીફોલ

વેક્સિનેશનથી ઓછી થઇ શકે છે ત્રીજી લહેરની અસર
જો આપણે છેલ્લા દોઢ વર્ષના અનુભવ પર નજર કરીએ તો, રસીકરણ દ્વારા ત્રીજી લહેરની અસર નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આ સાથે, કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આઇએમએના પ્રમુખ ડો. જોનરોઝ ઓસ્ટિન જયલાલે કહ્યું કે આ નિર્ણાયક તબક્કે આપણે આગામી બે-ત્રણ મહિના સુધી કોઈ જોખમ ન લેવું જોઈએ. બધા રાજ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને અનુસરેનઅને કોરોના સામે મળીને લડીએ.

સરકારે કહ્યુ હતુ કે- બેદરકારી દાખવી તો બધી છુટ પાછી લઇશું
અનલોકમાં મનમાનીને ધ્યાનમાં રાખીને સરકારે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર મર્યાદિત સંખ્યામાં છે, પરંતુ હજી પણ અસ્તિત્વમાં છે. હિલ સ્ટેશનો પર ભારે ભીડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આમ કરવાથી અત્યાર સુધીનો ફાયદો ઓછો થઈ શકે છે. જો પ્રોટોકોલનું પાલન ન કરવામાં આવે, તો અમે ફરીથી પ્રતિબંધોમાં રાહતનો અંત લાવી શકીશું.

કોરોનાની બીજી લહેર ભારતમાં ધીમે-ધીમે કાબૂમાં આવી રહી છે. પરંતુ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં કોરોના નિયંત્રણમાં લાવવા વિવિધ પ્રયત્નો કરી રહી છે પરંતુ કોરોના મહામારી પુરી થવાનુ નામ નથી લઇ રહી. કેન્દ્ર દ્વારા આ રાજ્યોમાં સ્પેશિયલ ટીમ મોકલવામાં આવી છે.

ભારતમાં સોમવારે કોરોના વાઇરસનાં 37,154 સંક્રમિતો નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસોનો આંકડો 03,08,74,376 થઇ ગયો છે. હાલ કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા 04,50,899 છે.

મહારાષ્ટ્રમાં નથી ઘટી રહ્યા નવા કેસ
કોરોના મહામારીની શરુઆતથી જ મહારાષ્ટ્ર સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય રહ્યુ છે. બીજી લહેર હાલ પૂર્ણ થવાને આરે છે તેમ છતા રાજ્યમાં રોજનાં 8 થી 10 હજાર કેસો નોંધવામા આવી રહ્યા છે. રવિવારે અહી 8,535 કેસો સામે આવ્યા અને 156 લોકોની મૃત્યુ થઇ હતી. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો 61,57,799 સુધી પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી 06,013 દર્દીઓ સાજા થયા છે. એકલા મુંબઇમાં 588 નવા કેસો સામે આવ્યા અને 15 લોકોની મૃત્યુ થઇ છે. કોલ્હાપુર, સતારા, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંદુદુર્ગ, રત્નાગીરી, પૂણે(ગ્રામીણ) અને સંગલી એવા જીલ્લા છે કે જ્યા સંક્રમણોની સંખ્યા ખૂબ વધારે છે.

કેરળ
રવિવારે કેરળમાં કોરોનાના 12,220 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,65,336 કેસ નોંધાયા છે અને આ વાઇરસ 14, 586 લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. કેરળમાં કોરોના સિવાય ઝીકા વાયરસ પણ ફેલાવા લાગ્યો છે. રવિવારે રાજ્યમાં ઝીકા વાયરસના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે, જેની કુલ સંખ્યા 18 થઈ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ઝીકા વાયરસ કોરોના જેટલો ઝડપથી ફેલાશે નહીં.

કર્ણાટક
પાછલા 24 કલાકમાં કોરોનાનાં 01,978 કેસો સામે આવ્યા છે. 56 લોકોના મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંકડો 28 લાખથી વધારે જઇ ચુક્યો છે. કુલ 35,835 લોકોના મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. કર્ણાટકમાં બેંગલુરુ સૌથી પ્રભાવિત વિસ્તાર છે. તેના સિવાય મૈસૂર અને દક્ષિણ કન્નડ વિસ્તારોમાં પણ સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે.

તમિલનાડુ
રવિવારે તમિલનાડુમાં કોરોનાનાં 2,775 નવા કેસો સામે આવ્યા છે. રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 25.18 લાખ પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 47 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને અત્યાર સુધીમાં આ વાઇરસથી કુલ 33,418 લોકો મૃત્યુ પામ્યા છે.

આંધ્ર પ્રદેશ
રવિવારે આંધ્રપ્રદેશમાં કોરોનાના 2,665 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ 13 હજાર લોકોનાં મોત થયાં છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. પૂર્વ ગોદાવરી, ચિત્તૂર અને પશ્ચિમ ગોદાવરીમાં રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...