તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિલાન્યાસ બાદ અયોધ્યામાં પહેલી દીપાવલી:અયોધ્યામાં ત્રેતાયુગ જીવંત થઈ ઊઠ્યો, સરયૂ 5.84 લાખ દીવાથી તરબોળ

અયોધ્યા5 મહિનો પહેલાલેખક: વિજય ઉપાધ્યાય
 • ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓના એક લાખ દીવા માય એફએમની ટીમે પહોંચાડ્યા

શ્રીરામના આગમન અને રાજ્યાભિષેકથી અયોધ્યામાં ઉલ્લાસ છે. આતુર નયને આરાધ્યની પ્રતીક્ષા કરતા હજારો શ્રદ્ધાળુઓ... વાતાવરણમાં તેવો જ મંગળ ધ્વનિ, તેવો જ ઉમંગ અને ઉત્સાહથી ભરેલું મન. રામની ચોપાઇઓ આખા અયોધ્યામાં ગુંજી રહી છે. ‘દિવ્ય દીપોત્સવ’માં ‘રામ-રામ જય રાજા રામ’ના ગગનભેદી જયઘોષે માહોલ રામમય બનાવી દીધો છે. સરયૂકાંઠે આસ્થાનું બરાબર એવું જ ઘોડાપૂર ઊમટ્યું કે જેવું ત્રેતાયુગમાં 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે ઊમટ્યું હતું.

રામ દરબાર 11 હજાર દીવાથી પ્રજ્વલિત છે. રામલલ્લાનાં ચરણો સુધી પહોંચવા આતુર સરયૂ તેના પ્રવાહમાં તરતા મુકાયેલા 5.84 લાખ દીવાથી જ તેમનાં ચરણોને સ્પર્શી રહી છે. અયોધ્યાના બધા રસ્તા અને બધી શેરીઓમાં સજાવાયેલાં ફૂલો મહેકી રહ્યાં છે. ધર્મનગરી અયોધ્યામાં ત્રેતાયુગનું આ દૃશ્ય શુક્રવારે ફરી જીવંત થઈ ઊઠ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો