બરૌની - આસામ ઓઈલ ઈન્ડિયાની પાઈપલાઈનના પોઈન્ટ નંબર 1095 પાસે, પાઈપલાઈનમાં ડ્રીલીંગ કરીને અને તેમાં નોઝલ ફીટ કરીને ઓઈલની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનામાં ચોરો તેલને ટેન્કરમાં ભરીને જતા રહ્યા હતા પરંતુ નોઝલ ખુલ્લી મુકી જતા રહ્યા જેથી ઓઈલ વહેતું રહ્યું લોકોને થયું કે જમીનમાંથી આપમેળે ઓઈલ નીકળે છે.ઓઈલ નીકળતું જોઈ ગામલોકોએ પણ ઓઈલની ચોરી કરી.જો કે,સમગ્ર ઘટનાને પગલે અધિક્ષક ઈજનેરે જણાવ્યું કે, આ અંગે માહિતી મળતાં જ બરૌનીને પાઈપલાઈનનો સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પહેલા લીકેજની આશંકા હતી. પરંતુ અહીં પાઈપલાઈનમાં ડ્રિલિંગ હોલ અને પાઈપ જોડીને ઓઈલ કાઢવાના નિશાન છે.
જો કે, આ ઘટનામાં કુલ કેટલું ઓઇલનું નુકશાન થયું અને કેટલું લૂંટાયું તે અંગે સ્થાનિક લોકો દ્વારા આંકલન કરવામાં આવી રહ્યું છે. કંપનીના અધિકારીઓ ખાગરીયા પહોંચ્યા બાદ પાઇપલાઇનના સમારકામમાં લાગી ગયા હતા. આ માટે બરૌની અને ગુવાહાટીથી ઓઈલ ઈન્ડિયાના અધિકારીઓ, એન્જિનિયરો અને કર્મચારીઓ પણ તે સ્થળે પહોંચ્યા હતા. ઓઈલ ઈન્ડિયા કંપનીના અધિક્ષક ઈજનેર હિમાંશુ સિંહ અને સુરક્ષા અધિકારી મધુસુદને જણાવ્યું કે, પાઈપલાઈનમાં કોઈ લીકેજ નથી, પરંતુ અહીંથી પાઈપલાઈન કાપીને ઓઈલની ચોરી કરવામાં આવી હતી.
ઓઈલ ઈન્ડિયાના સિક્યોરિટી ઓફિસર મધુસુદને કહ્યું કે હવે આકલન કરવામાં આવી રહ્યું છે. આ પછી તેલ ચોરીના કેસમાં સામેલ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.