• Gujarati News
  • National
  • They Made A 20 Feet Long Tunnel In The Empty Plot And Broke Into The House, Stole The Silver Buried In The Basement, Despite Such A Big Theft, The House Owner Remained Unaware !!

ચોર 400 કિલો ચાંદી ચોરી કરી ગયા:ખાલી પ્લોટમાં 20 ફૂટ લાંબી સુરંગ બનાવી ઘરમાં ઘૂસ્યા, બેઝમેન્ટમાં દાટેલી ચાંદીની ચોરી કરી, આટલી મોટી ચોરી થવા છતાં ઘરમાલિક અજાણ રહ્યા!

જયપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પિંકસિટી જયપુરના એક જાણીતા ડોક્ટરના ઘરેથી ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ચોરો મકાનના બેઝમેન્ટમાં ભોયરું પાડીને આશરે 4 ક્વિન્ટલ એટલે કે 400 કિલો ચાંદીની ચોરી કરી લીધી છે. ચોરી થયેલી ચાંદીની કિંમત આશરે 3 કરોડ હોવાનું માનવામાં આવે છે. ચાંદીનાં આભૂષણો તથા ચાંદીની અન્ય સામગ્રીઓ ત્રણ મોટાં બોક્સમાં રાખવામાં આવી હતી. ચોરો 20 ફૂટ લાંબી અને આશરે 2 ફૂટ પહોળી એક સુરંગ મારફત ઘરમાં ઘૂસ્યા અને બેઝમેન્ટ સુધી પહોંચી ગયા હતા. ચોરના આટલા મોટા ષડયંત્રની ઘરમાલિકને જાણ પણ ન થઈ.

ACP રાયસિંહ બેનીવાલના જણાવ્યા પ્રમાણે, ચોરીની આ ઘટના વૈશાલીનગર વિસ્તારમાં આમ્રપાલી સર્કલ પર ડી-બ્લોકમાં રહેતાં ડો.સુનીતા સોનીના ઘરમાં થઈ છે. ડો.સોની જાણીતા હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. તેમની પત્નીનું ક્લિનિક પણ છે. આ કેસ વૈશાલીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

ચોરીની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.
ચોરીની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

અહેવાલમાં ડો.સોનીએ જણાવ્યું છે કે તે 2 દિવસ અગાઉ બેઝમેન્ટમાં ગયા હતા. ત્યાંથી ચાંદીના દાગીના ગુમ હતા. બોક્સને બહાર કાઢીને જોયું તો આ બોક્સ તોડવામાં આવ્યું હોય એવું જણાયું હતું. જ્યારે બોક્સને ઉઠાવીને જોયું તો એની નીચે આશરે 2 ફૂટ ઊંડી સુરંગ જોવા મળી. એક કર્મચારી મારફત એ તપાસ કરી તો માલૂમ પડ્યું કે નીચે આશરે 20 ફૂટ લાંબી સુરંગ બનાવી ચાંદીની ચોરી કરવામાં આવી છે.

બેઝમેન્ટના ફ્લોરની નીચે બોક્સમાં ચાંદી રાખવામાં આવી હતી.
બેઝમેન્ટના ફ્લોરની નીચે બોક્સમાં ચાંદી રાખવામાં આવી હતી.

મકાનની પાછળ 4 જાન્યુઆરીના રોજ વેચાયું હતું મકાન, અહીંથી બની સુરંગ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોલોનીમાં જ ડો.સોનીના મકાનની બિલકુલ પાછળ એક મકાન છે, જે 4 જાન્યુઆરીના રોજ આશરે 90 લાખ રૂપિયામાં બનવારી લાલ જાંગિડ નામની વ્યક્તિએ ખરીદ્યું હતું. આ મકાનનો એક રૂમ છે, જ્યાંથી જમીનમાં આશરે ચાર ફૂટ નીચે સુરંગ ખોદીને કામ શરૂ કરવામાં આવ્યું હતું. ચોર આશરે 20 ફૂટ ઊડાઈ સુધી સુરંગ ખોદી ડોક્ટરના બેઝમેન્ટમાં પહોંચ્યો હતો. ત્યાં જમીનમાં રાખવામાં આવેલા બોક્સમાંથી ચાંદીના દાગીના અને અન્ય સામગ્રીની ચોરી કરી લીધી હતી. ત્યાર બાદ માટી નાખી ફરી સુરંગને બંધ કરી દેવામાં આવી અને ટાઈલ્સ પણ લગાવી દેવામાં આવી.

ડોક્ટર સુનીત સોનીના મકાનની પાછળ ખાલી મકાન છે. ત્યાંથી સુરંગ બનાવી આ ઘટનાને પાર પાડવામાં આવી હતી.
ડોક્ટર સુનીત સોનીના મકાનની પાછળ ખાલી મકાન છે. ત્યાંથી સુરંગ બનાવી આ ઘટનાને પાર પાડવામાં આવી હતી.

FIRમાં ફક્ત ચાંદીના આભૂષણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, વજન નહીં
પોલીસ અધિકારી અનિલ જૈમનના જણાવ્યા પ્રમાણે, FIRમાં ડો.સોનીએ ચોરી થયેલી ચાંદીનો વજન અને કિંમતનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે ફક્ત ચાંદીના આભૂષણ ચોરી થયાની ફરિયાદ દાખલ કરી છે. પરિવાર સાથે વાતચીત કરી ચોરી થયેલી ચાંદી અંગે માહિતી આપી હતી. પોલીસે પ્રારંભિક તપાસમાં દાવો કર્યો છે કે ત્રણ બોક્સમાં આશરે 400 કિલો ચાંદી હતી. જમીનમાં એને દાટીને એની ઉપર ટાઈલ્સ લગાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...