રાજસ્થાનના જોધપુરમાં સોમવારે મોડી રાત્રે શરૂ થયેલો વિવાદ સવાર પડતાં જ શહેરની ગલીઓ સુધી પહોંચી ગયો. ઓલ્ડ સિટીમાં 14થી વધુ વિસ્તારમાં જોરદાર પથ્થરમારો થયો. સ્થિતિ એવી થઈ ગઈ કે શહેરમાં અખા ત્રીજ અને ઈદ જેવા તહેવાર પર પોલીસને કર્ફ્યૂ લગાડવો પડ્યો.
આ ઘટનાને લઈને ઉપદ્રવિઓનો વીડિયો સામે આવ્યો છે. આ તે વીડિયો છે, જેના કારણે આખા શહેરમાં હિંસા ભડકી. ધારાસભ્ય સૂર્યકાતાં વ્યાસે તે વાતનો દાવો કર્યો કે જાલોરી ગેટ ચોકથી એક સામાન્ય વાતને લઈને હિંસા ભડકી હતી. ભાસ્કરે વીડિયો અને ધારાસભ્યના દાવાની તપાસ કરી તો આ હિંસાનું સત્ય સામે આવ્યું.
જોધપુરમાં બે દિવસ પહેલા પરશુરામ જયંતિ સમારંભમાં જાલોરી ગેટ ચોકમાં ભગવો ઝંડો લગાડવામાં આવ્યો હતો. જે બાદ તેને ઉતારી દેવાયો. જાલોરી ગેટ ચોક પર જ સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા મૂકવામાં આવી છે. મંગળવારે ઈદના દિવસે ધર્મ વિશેષ દ્વારા મોડી રાત્રે ઝંડો લગાડવામાં આવી રહ્યો હતો.
આરોપ હતો કે ઝંડો લગાડવાની સાથે જ તેમને બાલમુકુંદ બિસ્સાની પ્રતિમાને ઢાંકી દીધી. આ દરમિયાન ત્યાં હાજર યુવકોએ તેમને ટોક્યા. સાથે જ તેઓ વીડિયો બનાવવા લાગ્યા. જેના પર બીજા સમુદાયના લોકોએ અચાનક જ હુમલો કરી દીધો. જેની જાણ થતાં જ ઓલ્ડ સિટીના કેટલાંક લોકો આવ્યા અને હુમલો કરી દીધો. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાંક યુવક પ્રતિમાની પાસે ઊભા રહીને સમુદાય વિશેષનો ઝંડો લગાવી રહ્યાં છે.
ધારાસભ્યએ કહ્યું- પ્રતિમાને ઢાંકવાને લઈને વિવાદ થયો
હિંસાના કારણે પ્રતિમા પર ઝંડો લગાડવાનો જ હતો. આ વાત ધારાસભ્ય સૂર્યકાંતા વ્યાસે કહી. ઉપદ્રવિઓએ તેમના ઘરની બહાર ઊભેલી બે બાઈક સળગાવી નાખી. તેમણે કહ્યું- મેં આજ દિવસ સુધી જોધપુરમાં આવું વાતાવરણ નથી જોયું. મને તે વાત ન સમજાઈ કે બિસ્સાજીની મૂર્તિને ઝંડાથી ઢાંકવા અને મોઢા પર કાળું કપડું બાંધવાની શું જરૂર હતી. આ શરૂઆત અહીંથી જ થઈ. આની કોઈ જરૂર ન હતી. CMના ગૃહ જિલ્લામાં આવું થયું તે ચિંતાનો વિષય છે. નમાઝ પછી ફરી અહીં વાતાવરણ બગડ્યું હતું.
'અપણાયત'નું શહેર જોધપુર, રમખાણ પછી ટ્વિટરમાં ટ્રેન્ડ થયું
જોધપુર 'અપણાયત'નું શહેર છે. તહેવારથી લઈને મોટા આયોજનમાં હંમેશાં જોધપુરની ચર્ચા થતી રહે છે. આ વખતે જોધપુર રમખાણના કારણે ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. મંગળવાર સવારથી જ ટ્વિટર પર હેશ ટેગ જોધપુર ટ્રેન્ડ કરી રહ્યું છે. હેશ ટેગ ધાર્મિક રમખાણ બંધ કરો પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.