• Gujarati News
  • National
  • These Three Broke The Glass Of Your Car, Four Other Accomplices Of These Still Absconding

કીમતી ગાડીઓ તોડીને કહ્યું- મજા આવતી હતી:પોલીસને કહ્યું- ઘરેથી એન્જોય કરવા નીકળ્યા હતા એટલે ગાડીના કાચ તોડ્યા

એક મહિનો પહેલા

જયપુરમાં કારના કાચ તોડનારા ત્રણ ગુંડાની પોલીસે બુધવારે રાતે ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં તેમને આશ્ચર્યજનક જવાબ સાંભળવા મળ્યો હતો. ગુંડાઓએ કહ્યું કે નાઈટ આઉટ કરવા ઘરેથી નીકળ્યા હતા. રસ્તામાં એક ગાડીનો કાચ તોડ્યો તો મજા આવવા લાગી. ત્યાર પછી અમે એક-એક કરીને 18 ગાડીના કાચ તોડ્યા.

મહેશ નગરના CI સજ્જન સિંહ કવિયાએ જણાવ્યું હતું કે રવીન્દ્ર યાદવ, શુભમ શર્મા અને કાળુની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ બાઈક પર ઘણી વખત આ રીતે જ નીકળતા હતા અને ધમાલ કરતા હતા. જોકે હવે તેમને ડર લાગે છે કે તેમને જેલ જવું પડશે.

ખબર નહીં, કેટલી ગાડીઓના કાચ તોડ્યા
પોલીસ ત્રણેયની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ આવી. તેમણે પૂછ્યું કે તમને ગાડીઓના કાચ તોડીને શું મળ્યું? તો જવાબ મળ્યો કે સર, રાતે કંઈ કામ નહોતું તો આંટો મારવા નીકળી પડ્યા. નાઈટ આઉટમાં જનરલી અમે બાઈક લઈને નીકળીએ છીએ. ખબર ન હતી કે પકડાઈ જઈશું. કહ્યું- પહેલા એક કારનો કાચ તોડ્યો તો મજા આવી ગઈ. પછી બધા મિત્રોએ વારાફરથી કારના કાચ તોડવાનું શરૂ કર્યું. ખબર નહીં, આખી રાતમાં કેટલી કારના કાચ તોડ્યા.

પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, હજી 4 આરોપી ફરાર.
પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, હજી 4 આરોપી ફરાર.

ભાઈબંધના ઘરે જઉં છું એવું કહીને નીકળ્યા હતા
આરોપીઓએ કહ્યું હતું કે ઘરે ભાઈબંધના ઘરે જાઉ છું એમ કહીને નીકળ્યા હતા. ત્યાં જ બેઠાં બેઠાં નક્કી કર્યું કે નાઈટ આઉટ માટે બહાર જઈએ. રસ્તામાં કાર દેખાઈ તો પહેલા પથ્થરથી કારનો કાચ તોડ્યો, ના ટૂટ્યો તો પછી લોખંડના સળિયાથી કારનો કાચ તોડ્યો. જોકે હવે ડર લાગે છે કે મોટી ભૂલ થઈ ગઈ.

અન્ય ચાર આરોપીને શોધવા ટીમ બનાવી
DCP સાઉથ મૃદુલ કચ્છાવાએ જણાવ્યું હતું કે પોલીસની એક ટીમ બનાવવામાં આવી છે. જ્યાં જ્યાં આ ઘટના બની છે ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. CCTVની મદદથી આરોપીઓ સુધી પહોંચી ગયા છીએ, પરંતુ હજી અમુક યુવકો ભાગી ગયા છે, જેમને શોધવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...