• Gujarati News
  • National
  • These Symptoms Of Omicron Are Also Associated With The Stomach, If These Symptoms Appear, Be Alert

ઓમિક્રોનના લક્ષણો:ઓમિક્રોનના આ લક્ષણો પેટ સાથે પણ સંકળાયેલા છે, જો આ લક્ષણો દેખાય, તો સતર્ક થઈ જાઓ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • ઓમિક્રોનના કેટલાક લક્ષણ ડેલ્ટાથી અલગ છે

ઓમિક્રોન હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. આરોગ્ય નિષ્ણાતો લોકોને ઓમિક્રોનના દરેક લક્ષણો વિશે જણાવી રહ્યા છો જેથી સમયસર તેની સારવાર કરી શકાય. કેટલીક રીતે ઓમિક્રોનના કેટલાક લક્ષણ ડેલ્ટાથી અલગ છે. જો કે, આમાં કેટલાક લોકોને શરદી, ઉધરસ અને ગળામાં દુખાવા જેવી સમસ્યા થાય છે, પરંતુ તેના લક્ષણો આટલે સુધી જ મર્યાદિત નથી. નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન શ્વસન સંક્રમણ ઉપરાંત તમારા પેટને પણ અસર કરી શકે છે. ઓમિક્રોન લક્ષણો પણ પેટ સાથે પણ સંકળાયેલા છે.

પેટ સાથે સંકળાયેલ ઓમિક્રોનના લક્ષણો
જો તમને તાવ વગર પણ ઉલ્ટી, ઉબકા અને પેટમાં દુખાવો જેવી સમસ્યા હોય તો નિષ્ણાતોના મતે, તે ઓમિક્રોનનું સંક્રમણ હોઈ શકે છે. જો તમને શ્વસન સંબંધી લક્ષણો કે જો તાવ વિના પણ પેટમાં કોઈ સમસ્યા હોય તો તમારે વિલંબ કર્યા વિના કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. નવા સ્ટ્રેનથી મોટાભાગના લોકોમાં પેટ ખરાબ થવાની સમસ્યા જોવા મળી રહી છે. વેક્સિનેટેડ થયેલા લોકોમાં પણ આ લક્ષણો જોવા મળી રહ્યા છે. કોવિડ-19ના કેટલાક નવા લક્ષણોમાં ઉબકા, પેટમાં દુખાવો, ઉલટી, ભૂખ ન લાગવી અને ઝાડા જેવા લક્ષણો પણ સામેલ છે.

નિષ્ણાતો શું કહે છે
ગુડગાંવની ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં ડાયરેક્ટ ડૉક્ટર મનોજ ગોયલે જણાવ્યું હતુ કે, 'કેટલાક લોકો શરૂઆતમાં શરદી-ઉધરસ વગર જ માત્ર પેટની તકલીફ અનુભવે છે. આમાં પીઠનો દુખાવો, પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, ભૂખ ન લાગવી અને ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. ઓમિક્રોનના કારણે પેટની ઉપરની પાતળી અસ્તર મ્યુકોસા (gut mucosa)ને સંક્રમણ લાગે છે અને તેના કારણે સોજો આવી જાય છે.' નિષ્ણાતોનું કહેવુ છે કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓને પણ આ પેટ સંબંધિત સમસ્યાઓ થઈ રહી છે. પણ આ લક્ષણો ગંભીર નથી અને ચિંતા કરવા જેવું કંઈ નથી.

લક્ષણો દેખાય ત્યારે શું ધ્યાન રાખવું
નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓએ સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. આ લોકોએ તાજો ખોરાક ખાવો જોઈએ. લોકો સાથે ખોરાક શેર કરવાનું ટાળો. ફળો ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. બહારનો ખોરાક ખાવાનું ટાળો અને જો તમને વેક્સિન આપવામાં આવી હોય તો પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. આઇસોલેશનનો સમયગાળો પૂરો થાય પછી જ તમે રૂમમાંથી બહાર નીકળો.

સંક્રમિત દર્દીઓએ તાજો ખોરાક ખાવો જોઈએ.
સંક્રમિત દર્દીઓએ તાજો ખોરાક ખાવો જોઈએ.

બેદરકાર ન રહો
એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટમાં દુખાવો, ઉબકા અને ભૂખ ન લાગવી એ સામાન્ય ફ્લૂની જેવું ન માનો, જો તમને આ લક્ષણો હોય, તો તરત જ તમે આઈસોલેટ થઈ જાઓ. ડૉક્ટરને જણાવ્યા વિના જાતે કોઈપણ દવા ન લો. હળવો ખોરાક લો અને પૂરતી ઊંઘ લો. આ દરમિયાન મસાલેદાર ખોરાક અને દારુથી દૂર રહો. ડોક્ટરોના મતે હળવા લક્ષણોમાં ગભરાવાની કોઈ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...