શહીદી:આ પરિવારો પૂજનીય છે...

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણી સુરક્ષા માટે કુરબાની આપનારા શહીદોના ઘરેથી ગ્રાઉન્ડ રિપોર્ટ

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સોમવારે આતંકીઓ સાથે અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થઈ ગયા. તેમાંના ત્રણ શહીદ પંજાબ, ઉત્તરપ્રદેશ અને કેરળના છે. તેમની ઉંમર 23થી 40 વર્ષ વચ્ચે છે. તેમાં કેરળના વૈસાખ એચ. (23) સૌથી નાની ઉંમરના હતા. વૈસાખ 2017માં ધો. 12નો અભ્યાસ પૂરો કરીને સેનામાં ભરતી થઈ ગયા હતા. આ ઉપરાંત ઉ. પ્રદેશના સારજ સિંહ 25 વર્ષના હતા, જેમનાં લગ્ન બે વર્ષ પહેલાં જ થયાં હતાં.

મનદીપ સિંહ: શહીદોના નામે ગેટ બનાવવાની વાત કરતા હતા
પૂંછમાં ચઢ્ઢા ગામના જવાન મનદીપ સિંહ (30) શહીદ થયા. તે 11 શીખ રેજિમેન્ટની 15 આરઆરમાં તહેનાત હતા. તેમના બે પુત્ર છે. એક સાડા ત્રણ વર્ષનો મનજોતદીપ સિંહ અને બીજો મંગળવારે સવા મહિનાનો થયો. શહીદ મનદીપ સિંહ 20 દિવસ પહેલાં રજા પૂરી કરી પરત ફર્યા હતા. તેમના મોટા ભાઈ પણ સેનામાં છે, જ્યારે નાનો ભાઈ વિદેશમાં છે. તેમનાં માતા મનજિત કૌર અને પિતા ઈન્દ્ર સિંહ કહે છે કે, અમને પુત્રની શહીદી પર ગર્વ છે. તે જ્યારે પણ ગામ આવતો, ત્યારે કહેતો કે ગામના અનેક જવાન સેનામાં છે, કેટલાક શહીદ થયા છે, પરંતુ તેમના નામે ગામમાં શહીદી ગેટ નથી. હવે હું આવો ગેટ બનાવીશ. તેમનાં માતા આંખમાં આંસુ સાથે કહે છે કે, શનિવારે જ મારી તેની સાથે ફોન પર વાત થઈ હતી. તેણે કહ્યું હતું કે, પત્ની અને બાળકોનું ધ્યાન રાખજે.

ગજ્જન સિંહ: 8 મહિના પહેલાં લગ્ન, ટ્રેક્ટર પર દુલ્હન લાવ્યા
રોપડના સુરનકોટના ગામ દેહરાના શહીદ ગજ્જન સિંહ સેનાની 23 શીખ રેજિમેન્ટમાં છ વર્ષ પહેલાં સેનામાં ભરતી થયા હતા. 28 વર્ષીય ગજ્જન સિંહનાં લગ્ન ફેબ્રુઆરીમાં થયાં હતાં. તેઓ પોતાની જાનમાં ખેડૂતોનું સમર્થન કરતો ઝંડો લઈને ગયા હતા અને દુલ્હનને ટ્રેક્ટરમાં લઈને આવ્યા હતા. બીજી તરફ, 13 ઓક્ટોબરે તેઓ દસ દિવસ રજા લઈને ઘરે આવવાના હતા. ચાર ભાઈમાં સૌથી નાના ગજ્જન સિંહ ઘરે આવવાના હોવાથી આખો પરિવાર ખુશ હતો, પરંતુ સોમવારે બપોરે જ તેમની શહીદીના સમાચાર આવ્યા. તેમના ભાઈ પણ ખેતી કરે છે. ગજ્જન સિંહનાં માતા મલકીત કૌર થોડા સમયથી માનસિક બીમારીનો સામનો કરી રહ્યાં છે. તેમની પત્ની આક્રંદ કરતા કહે છે કે, તેમની સાથે બે દિવસથી મારે વાત નહોતી થઈ. મેં ઘણી વાર કૉલ કર્યો, પરંતુ વાત ના થઈ.

જસવિંદર સિંહ: આખો પરિવાર દેશભક્તિને સમર્પિત રહ્યો છે
શહીદ જેસીઓ જસવિંદર સિંહ (39) કપુરથલાના ગામ તલવંડીના છે. તેમનાં માતા બીમાર હોવાથી તેમને જસવિંદર સિંહની શહીદી વિશે જણાવાયું નથી. આ આખો પરિવાર દેશભક્તિને સમર્પિત રહ્યો છે. તેમના પિતા હરભજન સિંહ સેનામાં કેપ્ટન રેન્કના અધિકારી હતા, જ્યારે તેમના મોટા ભાઈ રજિંદર સિંહ પણ સેનામાં હતા. બે મહિના પહેલાં જ નિવૃત્ત થઈને તે ગામ પરત ફર્યા છે. તેમના પિતાનું બે મહિના પહેલાં જ કોરોનાથી અવસાન થયું હતું. જસવિંદર પૂંછમાં આર્મી યુનિટ નંબર-4માં મિકેનિક ઈન્ફન્ટ્રી શીખ યુનિટમાં તહેનાત હતા. તેઓ બે બાળક બિક્રમજિત સિંહ (13) અને હરનૂર કૌર (11)ના પિતા છે. તેમના પાડોશી કહે છે કે, પૂંછમાં આતંકી હુમલામાં જસવિંદર શહીદ થયા તે માહિતી મળી, પરંતુ અમે તેમની માતાને આ વાત નથી જણાવી.


અન્ય સમાચારો પણ છે...