તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPL અને ચાઇનીઝ કંપની:BCCI વીવો પાસેથી IPLની ટાઇટલ સ્પોન્સરશિપ છીનવી શકે છે, દર વર્ષે 440 કરોડ રૂપિયા મળે છે

2 મહિનો પહેલા
 • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો વીવો સાથેનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થવાનો હતો
 • આ વખતે IPL બાયો-સિક્યુરિટી બબલમાં UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાને 46 દિવસ બાકી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ચાઇનીઝ મોબાઈલ કંપની વીવો પાસેથી ટાઇટલ સ્પોન્સરશિપ છીનવી શકે છે. વીવોનો IPL સાથેનો કરાર 2022માં સમાપ્ત થવાનો છે. કરાર અનુસાર બોર્ડને વીવો પાસેથી દર વર્ષે 440 કરોડ રૂપિયા મળે છે. મીડિયા રિપોર્ટ્સની અનુસાર બોર્ડે નવા સ્પોન્સરની શોધ શરૂ કરી દીધી છે.

વીવો IPLને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે

 • મોબાઇલ કંપની વીવો IPLની ટાઇટલ સ્પોન્સર છે, જે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને 440 કરોડ ચૂકવે છે.
 • કંપની સાથે IPLનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થવાનો હતો.
 • તાજેતરમાં, ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

ભારતીય બજારમાં ચીની કંપનીઓનું પ્રભુત્વ છે

 • છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ચીની સ્માર્ટફોન કંપનીઓ શાઓમી, વીવો, ઓપ્પો, ઓનરનું વર્ચસ્વ જોવા મળ્યું છે.
 • ભારતીય કંપનીના વપરાશકર્તાઓ દ્વારા આ કંપનીઓના સ્માર્ટફોન ખૂબ પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં, ઓપ્પો, શાઓમી અને વીવો જેવી ચીની બ્રાન્ડ જાહેરાત ઉદ્યોગ પર પણ પ્રભુત્વ ધરાવે છે.
 • ઓપ્પોનું એડવર્ટાઇઝિંગ બજેટ વાર્ષિક 700 કરોડ રૂપિયા છે. શાઓમીનું 200 કરોડ રૂપિયાનું બજેટ છે. ગયા વર્ષે વીવોએ IPL સ્પોન્સરશિપ પર 2,199 કરોડ ખર્ચ કર્યા હતા.
 • વીવોથી BCCIને આશરે દર વર્ષે 440 કરોડ રૂપિયા મળે છે. ચીની ટીવી બ્રાન્ડનું IPLની એક સીઝનમાં 127 કરોડનું બજેટ છે.

બોર્ડે વીવોને સ્પોન્સર તરીકે જાળવી રાખતા વિરોધ થયો હતો

 • IPLમાં મોબાઇલ કંપની વિવો સહિતની ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ સામે વિરોધ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચે સોમવારે કહ્યું કે લોકોએ IPLનો બહિષ્કાર કરવો જોઇએ.
 • સ્વદેશી જાગરણ મંચના સહ-કન્વિનર અશ્વની મહાજને એક નિવેદનમાં કહ્યું કે, IPLમાં ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ જાળવી રાખવાનો BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલનો નિર્ણય ચોંકાવનારો છે. આ નિર્ણયથી તેમણે ગલવાન ખીણમાં ચીનના જઘન્ય કૃત્યમાં શહીદ થયેલા સૈનિકોનું અપમાન કર્યું છે.
 • જ્યારે આખો દેશ આપણા અર્થતંત્રને ચીનના પ્રભુત્વથી મુક્ત કરવા મક્કમ છે, સરકાર ચીનને આપણાં બજારોમાંથી બહાર રાખવાના તમામ પ્રયાસ કરી રહી છે તેવા સમયે IPL ગવર્નિંગ કાઉન્સિલનું આ કૃત્ય દેશના મૂડથી વિપરીત છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો