પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગોવાના મોપામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું. ડાબોલિમ પછી આ ગોવાનું બીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. PM મોદીએ નવેમ્બર 2016માં જાતે આની આધારશિલા મૂકી હતી. એરપોર્ટ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં રક્ષામંત્રી રહેલા દિવંગત મનોહર પાર્રિકરના નામે હશે.
2 હજાર 870 કરોડ રૂપિયાની લાગતથી તૈયાર આ એરપોર્ટ પર દર વર્ષે આશરે 40 લાખ પેસેન્જર્સ આવવાની આશા છે. બાદમાં તેને દર વર્ષે 3 કરોડ પેસેન્જર્સ સુધી લઇ જવાનો પ્લાન છે. ડાબોલિમ એરપોર્ટથી અત્યારે 15 ડોમેસ્ટિક અને 6 ઇન્ટરનેશનલ લોકેશન્સ માટે કનેક્ટિવિટી છે, જ્યારે મોપા એરપોર્ટ દ્વારા 35 ડોમેસ્ટિક અને 18 ઇન્ટનેશનલ લોકેશન્સ સુધી પહોંચી શકાશે.
મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાસિયત
મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવાની રાજધાની પણજીથી 35 કિમીના અંતરે છે. માર્ચ 2000માં કેન્દ્ર સરકારે મોપા ગામમાં એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે રાજ્ય સરકારને અનુમતિ આપી હતી. અહીં દુનિયાના સૌથી મોટાં વિમાનોને સંભાળવા માટે રન-વે પણ બનાવવામાં આવ્યો છે. આ એરપોર્ટ પર સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે.
આની સાથે ગ્રીન બિલ્ડિંગ્સ, LED લાઇટ્સ, રિસાઇક્લિંગ જેવી સુવિધાઓની સાથે આને તૈયાર કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ડાબોલિમ એરપોર્ટની તુલનામાં બહેતર સુવિધાઓથી સજ્જ છે. ડાબોલિમ એરપોર્ટ પર રાત્રે પાર્કિંગની સુવિધા નહોતી. મોપા એરપોર્ટ પર આ સુવિધા છે. ડાબોલિમમાં કોઇ કાર્ગો ટર્મિનલ નહોતું, જ્યારે મોપામાં 25 હજાર મેટ્રિક ટનની ક્ષમતાવાળી કાર્ગો સુવિધા હશે.
PM બોલ્યા- ગોવાના લાડલાના નામ પર એરપોર્ટ
એરપોર્ટના ઉદ્ધાટન પછી PM મોદીએ કહ્યું કે મને એ વાતની ખુશી છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય સહયોગી અને ગોવાના લાડલા, સ્વર્ગીય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યું છે. હવે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટના નામથી પર્રિકરજીનું નામ, અહીં આવવા-જવાવાળી દરેક વ્યક્તિને યાદ રહેશે. બતાવી દઇએ કે પર્રિકર મોદી સરકારમાં રક્ષામંત્રી રહી ચૂક્યા છે. કેન્સરના કારણે તેમનું અવસાન તઇ ગયું હતું.
કોંગ્રેસ સરકારના વલણ પર દર્શાવી નારાજગી
પ્રધાનમંત્રીએ પૂર્વવતી કોંગ્રેસ સરકારના વલણ પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે 2014થી પહેલાં સરકારોનું જે વલણ હતું, તેના કારણે હવાઇયાત્રા લક્ઝરી અને VIP લોકોના રૂપમાં સ્થાપિત થઇ ગઇ હતી. અમીર લોકો જ તેનો તેનો ફાયદો ઉઠાવી શકતા હતા. પહેલાંની સરકારોએ એ વિચાર્યું નહોતું કે સામાન્ય માણસ પણ એર ટ્રાવેલ્સ કરવા ઇચ્છે છે. જરૂરત હતૂ તેને સસ્તી અને સુગમ બનાવવાની. અમે તેને કરી બતાવ્યું.
8 વર્ષમાં અમે 72 એરપોર્ટ બનાવી દીધાં
PM મોદીએ ભાજપ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી. તેમણે કહ્યું કે આઝાદીથી લઇને 2014 સુધી દેશમાં નાનાં-મોટાં 70 એરપોર્ટ હતા. એ પણ મોટાં શહેરો સુધી સીમિત હતાં. 2014માં જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર બની તો માત્ર 8 વર્ષમાં જ અમે 72 એરપોર્ટ બનાવી નાખ્યાં. અમે હવાઇયાત્રાને દેશનાં નાનાં-નાનાં શહેરો સુધી પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું છે.
ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ
અમે બે સ્તર પર કામ કર્યું. પહેલું- દેશભરમાં એરપોર્ટ નેટવર્કનો વિસ્તાર કર્યો. બીજું- ઉડાન યોજના દ્વારા સામાન્ય લોકોને પણ હવાઇ જહાજમાં ઉડવાનો અવસર આપ્યો. આ પ્રયાસોનું અભૂતપૂર્વ પરિણામ આવ્યું. આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બની ગયું છે. અત્યારના સંજોગોમાં દેશમાં આશરે 140થી વધુ એરપોર્ટ છે. સરકારી યોજના પ્રમાણે આવનારાં 5 વર્ષમાં 220 એરપોર્ટ વિકસિત કરવાનાં છે.
સિંધિયા બોલ્યા- નવો ઇતિહાસ રચાઇ રહ્યો છે
આ અવસર પર સિવિલ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ગોવામાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે. અહીં નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે કે એક શહેરમાં 2-2 એરપોર્ટ થઇ ગયાં. પૂર્વ સરકારોમાં 1 વર્ષમાં 1 એરપોર્ટનું નિર્માણ નથી થતું, પરંતુ આજ 1 વર્ષમાં ગણા એરપોર્ટનું નિર્માણ થાય છે.
AIIMSની આયુષ હોસ્પિટલ સહિત ત્રણ નેશનલ ઇન્સ્ટિટ્યુટનું ઉદ્ઘાટન કર્યું
આની પહેલાં પીએમ મોદીએ પણજીમાં 9મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહમાં AIIMSની આયુષ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આની સાથે તેમણે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યુનાની મેડિસિન અને દિલ્હીના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોમિયોપથીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું.
સમારોહમાં મોદીએ કહ્યું કે આયુર્વેદ એક એવું જ્ઞાન છે જેનું ધ્યેય, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ. એને મતલબ છે સૌનું સુખ અને સૌનું સ્વાસ્થ્ય. આયુર્વેદ પર ભારતની કોશિશોની આજે દુનિયા પ્રશંસા કરી રહી છે. આજે 30થી વધુ દેશોએ આયુર્વેદને માન્યાતા આપી છે. આયુષ ઉદ્યોગ પાછલાં 8 વર્ષોમાં સાત ગણો વધીને 20,000 કરોડ રૂપિયાથી 1.4 લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે.
મોપા એરપોર્ટના કેટલાક ફોટોઝ તમે નીચે જોઇ શકો છો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.