ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસ બાબતે કેજરીવાલ સરકાર આજે બપોરે 12 વાગે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠક કરશે. જેમાં CM અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેશે. આ બેઠકમાં વધતા H3N2ના કેસને અટકાવવા બાબતનું પ્લાનિંગ કરવામાં આવશે.
ગુરુવારે દિલ્હીની ભલસ્વા લેન્ડફિલ સાઈટ પર જ્યારે સીએમ અરવિંદ કેડરીવાલને આ વાયરસના ફેલાવા બાબતે સવાલ કર્યા હતો તો તેમણે જણાવ્યું હતું કે અમને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. DDMAની બેઠકમાં આ બાબતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. પહેલા આ બેઠક ગુરુવારે મળવાની હતી, પરંતું તેને શનિવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
શુક્રવારે આરોગ્ય મંત્રીએ સ્ક્રીનિંગ કરવાની વાત કરી હતી
આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્ક્રીનિંગ કરાવવાની વાત કરી હતી. જો કે માસ્ક પહેરવાને ફરજિયાત કરવામાં આવ્યું ન હતું. તેમણે 5 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ વયના વડીલોને વધુ સાવચેત રહેવાની સલાહ આપી હતી.
અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે આ વાયરસ
દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત દેશના અનેક રાજ્યોમાં H3N2 વાયરસના કેસ મળી આવ્યા છે. ગુરુવારે આ વાયરસના કારણે દેશમાં 10 લોકોના મોત થઈ ગયા છે. આ વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ છે. અહીં ગુરુવાર સુધીમાં સ્વાઈન ફ્લૂ અને H3N2ના કુલ 352 કેસ નોંધાયા છે. આમાં H3N2થી પીડિત દર્દીઓની સંખ્યા 58 છે.
ઈન્ફલ્યુએન્ઝાના 79% સેમ્પલમાંથી H3N2 વાયરસ મળ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે લેબમાં તપાસવામાં આવેલા ઈન્ફલ્યુએન્ઝા સેમ્પલમાંથી લગભગ 79%માં H3N2 વાયરસ મળી આવ્યો છે. હવે ઈન્ફલ્યુએન્ઝા બી વિક્ટોરિયા વાયરસ 14% સેમ્પલમાં જોવા મળ્યો હતો અને ઈન્ફલ્યુએન્ઝા A H1N1 વાયરસ 7%માં જોવા મળ્યો હતો. સામાન્ય ભાષામાં H1N1 સ્વાઈન ફ્લૂ પણ કહેવાય છે. મંત્રાલયનું કહેવું છે કે માર્ચના અંતથી H3N2 વાયરસના કેસમાં ઘટાડોથવા લાગશે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ પાંચ હજારને પાર, યુપી સહિત 5 રાજ્યોમાં 5ના મોત
દેશમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા જોવા મળી રહ્યો છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં પાંચ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા હતા. જ્યારે, 109 દિવસ પછી, દેશમાં કોરોનાના એક્ટિવ કેસ પાંચ હજારને પાર થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈકાલે દેશમાં કોરોના સંક્રમણના 796 કેસ નોંધાયા છે, જેના કારણે કુલ કેસોની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.