તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • There Were 90 Voters At One Booth, 171 Votes Were Cast In EVM, Five Officers Suspended

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસામ વિધાનસભા ચૂંટણી:એક બૂથ પર 90 મતદાતા હતા, EVMમાં 181 મત પડ્યા, 6 અધિકારી સસ્પેન્ડ કરાયા

દિસપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આસામમાં પહેલી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થયું હતું - Divya Bhaskar
આસામમાં પહેલી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થયું હતું

આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર આશ્ચર્યજનક ગરબડનો મામલો સામે આવ્યો છે. આ મતદાન કેન્દ્ર પર ફક્ત 90 મતદાર નોંધાયેલા હતા. આમ છતાં, અહીં 171 મત પડ્યા છે. આ ઘટના સામે આવતા જ ચૂંટણી પંચે પાંચ ચૂંટણી અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. ચૂંટણી પંચે સોમવારે આ માહિતી આપી હતી.

ફરી મતદાન કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે, આ મતદાન કેન્દ્ર આસામના હાફલોંગ વિધાનસભા ક્ષેત્રમાં છે. આ સ્થળે બીજા તબક્કામાં 1 એપ્રિલે મતદાન થયું હતું. હાફલોંગમાં 74% મતદાન થયું હતું. જોકે, આ ગરબડ થયાના અહેવાલ અમારી સામે આવતા જ અમે મતદાન કેન્દ્ર પર તહેનાત પાંચ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. અમે અહીં ફરી મતદાન કરાવવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મતદાન કેન્દ્ર ખોટલિર એલપી સ્કૂલમાં હતું. ચૂંટણી પંચે સસ્પેન્ડ કરેલા અધિકારીઓમાં સેક્શન ઓફિસર, પીઠાસીન અધિકારી તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતિય મતદાન અધિકારી પણ સામેલ છે.

આગળની તપાસ ચાલુ કરી
સૂત્રોના જણાવ્યાનુસાર, અહીંના ગામના પ્રધાને મતદાર યાદીને સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. તે પોતાની યાદી લઈને ત્યાં ગયો હતો. બાદમાં ગામના લોકોએ એ યાદીના આધારે મતદાન કર્યું. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે, ચૂંટણી અધિકારીઓએ ગામ પ્રધાનની માંગ કેમ સ્વીકારી લીધી? આ ઉપરાંત ત્યાં સુરક્ષાકર્મી તહેનાત હતા કે નહીં? અને તેમની ભૂમિકા શું હતી? આ કેસમાં તપાસ ચાલુ છે.

ગામના અગ્રણી વ્યક્તિએ પોતાની યાદીથી મતદાન કરાવ્યું હતું
અધિકારીઓએ જણાવ્યું કે મતદાન કેન્દ્ર માટે મતદાન યાદીમાં ફક્ત 90 નામ હતા, પણ EVMમાં 181 મત પડ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે ગામના વડાએ મતદાતા યાદીને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેઓ પોતાની યાદી લઈ ત્યાં આવી ગયા હતા. ત્યારબાદ ગામના લોકોએ આ યાદી પ્રમાણે મતદાન કર્યું. જોકે એ બાબત સ્પષ્ટ થઈ નથી કે અધિકારીઓએ ગામના અગ્રણી વ્યક્તિની માંગ સ્વીકારી હતી કે નહીં તેમ જ સુરક્ષા કર્મી ત્યાં હાજર હતા કે નહીં.

આસામમાં અંતિમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ તબક્કામાં રાજ્યના 12 જિલ્લાની 40 બેઠક પર મતદાન યોજાશે. તેમા જલુકબરી બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાથી સરકારના વરિષ્ઠ મંત્રી અને ભાજપ નેતા હેમંત બિસ્વા સરમા ચુંટણી લડી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો