• Gujarati News
  • National
  • There Was Only One Aisle In The Building, And The Main Entrance Was So Narrow That Even A Man Could Barely Get Out.

દિલ્હીની બર્નિંગ બિલ્ડિંગનો એક્સક્લૂઝિવ રિપોર્ટ:અવરજવરનો માત્ર એક જ રસ્તો હતો, એ પણ એટલો સાંકડો કે એક વ્યક્તિ પણ માંડ માંડ નીકળી શકે

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • બિલ્ડિંગમાં લાગેલી આગમાં 27 લોકોનાં મોત થયાં છે

બિલ્ડિંગના પહેલા માળે ધુમાડાથી ગૂંગળામણ થઈ રહી છે, દીવાલોમાંથી ઊકળતું પાણી ટપકી રહ્યું છે અને લોખંડના દરવાજા સ્ટવ પર મૂકેલા તવા કરતાં પણ વધુ ગરમ છે. ફ્લોર પર ફેલાયેલી ગરમી શરીરની અંદર સુધી અનુભવાય છે. ચારેબાજુ રાખના ઢગલા છે અને એમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ભોંયતળિયાના ખૂણામાં આગ હજુ પણ સળગી રહી છે.

બિલ્ડિંગમાં લિફ્ટ સિવાય ઉપર અને નીચે જવા માટે એક જ સીડી છે, એની પહોળાઈ માત્ર 3 ફૂટ જેટલી છે.
બિલ્ડિંગમાં લિફ્ટ સિવાય ઉપર અને નીચે જવા માટે એક જ સીડી છે, એની પહોળાઈ માત્ર 3 ફૂટ જેટલી છે.

પશ્ચિમ દિલ્હીના મુંડકામાં ત્રણ માળની ઇમારતમાં લાગેલી આગમાં 27 લોકોનાં મોત થયાં છે. બિલ્ડિંગમાં 13 મેના રોજ સાંજે 4.30 વાગ્યે આગ લાગી હતી અને તરત જ આગે આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. રાત્રે 10 વાગ્યા બાદ જ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ભાસ્કરની ટીમે સવારે 3.30 વાગ્યે એ જ ત્રણ માળની ઈમારતમાં પ્રવેશ કર્યો હતો.

આ ત્રણ માળની ઇમારતનો મુખ્ય દરવાજો એટલો સાંકડો છે કે એક સમયે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે છે.
આ ત્રણ માળની ઇમારતનો મુખ્ય દરવાજો એટલો સાંકડો છે કે એક સમયે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે છે.

મુખ્ય દરવાજો એટલો સાંકડો છે કે એક સમયે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે છે
બિલ્ડિંગનો મુખ્ય દરવાજો જમણી બાજુની શેરીમાંથી પસાર થાય છે. મુખ્ય દ્વારનો પ્રવેશ એટલો સાંકડો છે કે એક સમયે માત્ર એક જ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે અથવા બહાર નીકળી શકે છે. અમે બિલ્ડિંગમાં પ્રવેશતા હતા ત્યારે ચારેબાજુ કાચ વિખરાયેલા હતા. મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા પછી જ જમણી બાજુએ ઉપરના માળે જતી સામે એક લિફ્ટ અને સીડીઓ હતી. સીડીની પહોળાઈ માત્ર 3 ફૂટ જેટલી છે.

બિલ્ડિંગની અંદર ફાયરબ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ એ પણ આગના તાપથી ઊકળતું હતું.
બિલ્ડિંગની અંદર ફાયરબ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ એ પણ આગના તાપથી ઊકળતું હતું.

બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી
આખી ઇમારતમાં અમે દરવાજાની આસપાસ અને છત પર ફાયર સેફ્ટીનાં સાધનો શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન તો આગ બુઝાવવાનું સાધન મળ્યું કે ન તો કોઈ હાઇડ્રેન્ડ મળ્યું. કટોકટીની સ્થિતિમાં આગને કાબૂમાં લેવા માટે છત પર કોઈ લાલ રંગની પાઈપો ન હતી, જેથી આગ પર કાબૂ મેળવી શકાય.

આગ ઓલવાઈ ગયા પછી બિલ્ડિંગનું માત્ર માળખું જ રહ્યું, અંદરની દરેક વસ્તુ બળીને રાખ થઈ ગઈ.
આગ ઓલવાઈ ગયા પછી બિલ્ડિંગનું માત્ર માળખું જ રહ્યું, અંદરની દરેક વસ્તુ બળીને રાખ થઈ ગઈ.

અમે બિલ્ડિંગમાં ઉપરના માળે ગયા તેમ એ વધુ ગરમ થઈ રહ્યું હતું. ફાયર ટેન્ડરોએ ઈમારત પર જે વોટર કેનન્સથી પાણી છાંટ્યું હતું એ પાણી સર્વત્ર ગરમ થઈ ગયું હતું અને ટપકતું હતું. ઈમારતમાં માત્ર મુખ્ય માળખાના થાંભલા જ દેખાતા હતા અને બાકીની તમામ વસ્તુઓ, ટેબલ, ખુરશીઓ, કાગળો, બધું જ રાખ થઈ ગયું હતું. રાખમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો હતો.

જે બિલ્ડિંગમાં આગ લાગી એમાં અનેક કંપનીઓની ઓફિસો હતી. અહીંથી લગભગ 150 લોકોને બચાવી લેવાયા હતા. આ માટે 100 લોકોની ટીમ તહેનાત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઘટનાસ્થળેથી સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો, જેથી ઘાયલોને ઝડપથી હોસ્પિટલ લઈ જઈ શકાય.

દિલ્હી પોલીસ બિલ્ડિંગના માલિકને શોધી રહી છે
દિલ્હી પોલીસના એડિશનલ સીપી વેસ્ટ સમીર શર્માએ ભાસ્કરને જણાવ્યું હતું કે 'આ કેસમાં અત્યારસુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડિંગના માલિકની શોધ કરવામાં આવી રહી છે. અમે બિલ્ડિંગ ઓપરેટરો પાસેથી દસ્તાવેજો માગ્યા છે. અમને જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગમાં 80-100 લોકો કામ કરે છે. અમારી પૂછપરછ ચાલુ છે અને અમે ટૂંક સમયમાં વધુ ધરપકડ કરીશું.

આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવે છે
બિલ્ડિંગના પહેલા માળે CCTV ફેક્ટરી અને વેરહાઉસ છે. અહીં શોર્ટસર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરતા હતા, એમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. બિલ્ડિંગમાં એક જ પ્રવેશ અને બહાર નીકળવાને કારણે બચાવકાર્ય જસદીથી શરૂ થઈ શક્યું નહીં. ખૂબ જ ભીડભાડવાળી જગ્યાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...