આંધ્રપ્રદેશના બાપતલા જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શનિવારે મોડી સાંજે અહીં કોરિસાપાડુ અંડરપાસ પર એક વિમાન રસ્તાની વચ્ચે ફસાઈ ગયું હતું. હૈદરાબાદના પિસ્તાં હાઉસના માલિકનું આ વિમાન ટ્રેલર પર કોચીથી હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઘણી મહેનત બાદ ટ્રેલર અને વિમાનને ત્યાંથી હટાવ્યાં. સદનસીબે વિમાનને કોઈ નુકસાન થયું નથી.
ઘટના બાદ કેટલાય કિલોમીટર સુધી રોડ પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. વિમાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
વિમાનમાં રેસ્ટોરન્ટ ખોલવાની પ્લાનિંગ હતું
કહેવામાં આવી રહ્યું છે કે હૈદરાબાદના શિવશંકરે આ વિમાન ખરીદ્યું હતું. શિવશંકર પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઇન પિસ્તાં હાઉસ ચલાવે છે. તેમણે વિમાનની અંદર રેસ્ટોરન્ટ ખોલવાનું પ્લાનિંગ કર્યું હતું. આ માટે તેમણે ઉપયોગમાં આવેલું એરક્રાફ્ટ ખરીદ્યું. શિવશંકરે આને કોચીથી મગાવ્યું હતું.
ટ્રેલરના ચાલકને ટ્રાફિક ડાઇવર્ઝનનો ખ્યાલ નહોતો
મીડિયા સાથે વાત કરતા મેદામેટલા સબ-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ટ્રેલરના ડ્રાઇવરને ટ્રાફિક ડાઇવર્ઝનની જાણ નહોતી, જેને કારણે એ ટ્રેલર ત્યાં જ ફસાઈ ગયું હતું. સબ-ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, મેદાર મેટલામાં કેટલાક મેઇન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અડાંકીથી હૈદરાબાદ સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. હૈદરાબાદ તરફ જતી ટ્રેનોને કોરિસાપાડુ અંડરપાસ પરથી ડાઇવર્ટ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.