• Gujarati News
  • National
  • There Was A Sudden Flood Between The Camps; People, Including Tents, Were Dragged Away, Bodies Found Buried In Stones

અમરનાથમાં વાદળ ફાટતાં વિનાશ, PHOTOS:કેમ્પની વચ્ચે અચાનક પૂર આવ્યું; ટેન્ટ સાથે લોકો તણાઈ ગયા, પથ્થરોમાં દટાયેલા મૃતદેહ મળ્યા

અમરનાથ ગુફા3 મહિનો પહેલા

શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગ્યે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, જેને કારણે કેમ્પની વચ્ચે અચાનક પૂર આવ્યું હતું. દુર્ઘટના દરમિયાન 10-15 હજાર ભક્તો ગુફા પાસે હાજર હતા. ઘણા લોકો તંબુઓ સાથે તણાઈ ગયા હતા, જેમાંથી અત્યારસુધીમાં 15 લોકોનાં મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ 35થી 40 શ્રદ્ધાળુઓ ફસાયેલા હોવાના અહેવાલ છે.

પવિત્ર ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. ભક્તો માટે ઊભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બેથી ત્રણ લંગર પહાડો પરથી જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં તણાઈ ગયાં હતાં. દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ છે. સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, ADRF, ITBPના જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. નીચેની 10 તસવીરમાં જુઓ દુર્ઘટનાની તસવીરો...

વાદળ ફાટ્યા બાદ પહાડોની વચ્ચેથી પાણી વહેવા લાગ્યું હતુ. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે 25 જેટલા ટેન્ટ અને બે-ત્રણ લંગર તણાઈ ગયાં હતાં.

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યા બાદ રેસ્ક્યૂ કરી રહેલા સેનાના જવાન. દુર્ઘટના બાદ ઠેર-ઠેર કાટમાળના ઢગલા નજરે પડી રહ્યા છે.

કાટમાળમાં ફયાયેલી એક મહિલા શ્રદ્ધાળુના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરતી રેસ્ક્યૂ ટીમ. આ માટે પાવડાની મદદથી મૃતદેહની આસપાસના પથ્થરોના ટુકડાઓ દૂર કરવામાં આવ્યા હતા.

વાદળ ફાટ્યા પછી ઘણા લોકો પૂરમાં તણાઈ ગયા હતા, તેમના મૃતદેહો પથ્થરોમાં દટાઈ ગયા હતા. આવી સ્થિતિમાં બચાવકર્મીઓએ મૃતદેહો સુધી પહોંચવા માટે દોરડાનો સહારો લીધો હતો.

ઘટના બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું અભિયાન ચાલુ છે. બચાવકાર્ય માટે કુલ 6 ટીમ તહેનાત કરવામાં આવી છે.

ફાયરબ્રિગેડની ટીમને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી હતી, પથ્થર નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પાવડા અને દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વાદળ ફાટ્યા બાદ સાંકડા રસ્તાઓમાં ફસાયેલા લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ માટે રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધરીને શ્રદ્ધાળુઓને મદદ કરી હતી.

આપત્તિમાં ઘાયલ શ્રદ્ધાળુઓને રાહત શિબિરોમાં લઈ જઈ રહેલા જવાન. બચાવ માટે NDRF, SDRF અને ITBPની ટીમો તહેનાત કરવામાં આવી છે.

દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જતી બચાવ ટીમ. અકસ્માત બાદ NDRF અને અમરનાથ શ્રાઈન બોર્ડે લોકોની મદદ માટે ઈમર્જન્સી હેલ્પલાઈન જારી કરી છે.

આ અમરનાથની ગુફા છે, જેની નજીક વાદળ ફાટવાને કારણે ઘણા લોકોનાં મોત થયાં હતાં. આ વર્ષે પણ લાખો લોકોએ 3,888 મીટરની ઊંચાઈ પર સ્થિત બાબા બર્ફાનીનાં દર્શન માટે નોંધણી કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...