• Gujarati News
  • National
  • There Was A Huge Explosion, The Driver Saved His Life By Jumping From The Moving Truck

ચાલતી ટ્રકમાં ભયાનક વિસ્ફોટ, VIDEO:બીજી જ સેકન્ડે ભડકો થઈ ગઈ, ડ્રાઈવરે કૂદીને બચાવ્યો જીવ, નજરે જોનારા ધ્રૂજી ગયા

એક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશનાં મૈનપુરી જિલ્લામાં ફરી એક વખત એક ચાલતા વાહનમાં આગ લાગવાની ઘટના બની છે,કરહાલમાં જોરદાર વિસ્ફોટ થતાં ટ્રક આગનો ગોળો બની ગયો, ચોખા ભરીને એક ટ્રક કલકત્તાથી નવી દિલ્હી જઈ રહી હતી, ત્યારે કરહાલ નજીક ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગતા જોરદાર વિસ્ફોટ થયો હતો. ટ્રકને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ આજુબાજુનાં લોકોમાં પણ ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો, જોકે ટ્રકચાલકે ચાલતી ટ્રકમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો,આકાશમાં ભારે ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી, જ્યારે ટોલ પર લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...