ઉમેશ પાલ હત્યાકાંડ પછી પ્રયાગરાજમાં આરોપીઓ અને તેમના ખાસ મિત્રના મકાન પર ગેરકાયદેસર બાંધકામ હટાવવાની પ્રક્રિયા શરૂ છે. શુક્રવારે PDA(પ્રયાગરાજ વિકાસ પ્રાધિકરણ)ની ટીમ અસરૌલી વિસ્તારમાં 3 JCB અને એક પોકલેન મશીન લઈને પહોંચી છે. ત્યાં અતીક અહેમદના ફાયનાન્સર માશુક પ્રધાન ઉર્ફે માશુકુદ્દીનનું ઘર તોડી પડાયું છે.
જે મકાન તોડી પડાયું છે તેનીં કિંમત લગભગ 3 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. માશુક સીધી રીતે ઉમેશ પાલ હત્યાકાંડ સાથે નથી જોડાયો, પરંતુ તેની વિરુદ્ધ 40થી વધુ કેસ દાખલ છે.
નક્શો પાસ કરાયા વગર મકાન બનાવ્યું હતું
જ્યાં આ ઘર બનેલ છે ત્યાંથી એરફોર્સનો ટ્રાન્સમીટર એરિયા શરૂ થાય છે. એરફોર્સે તેના બાંધકામ સામે વાંધો ઉઠાવ્યો હતો. નકશો પાસ ન થયો હોવા છતાં માશુકુદ્દીને દાદાગીરીના જોરે આ ઘર બનાવ્યું હતું.
અતીકનો ફાયનાન્સર છે માશુક પ્રધાન
માશુક પ્રધાન અતીકનો ફાયનાન્સર છે. અહેમદપુરામાં જીટી રોડ પર આલીશાન મકાન છે. આ વિસ્તારમાં પ્રધાનનું મોટું નામ છે. તે રિયલ એસ્ટેટના તમામ સોદામાં દખલ કરે છે. પ્રધાન બન્યા પછી, 2021માં, તેમણે બમરૌલી સ્થિત ભારતી બાલિકા માધ્યમિક શાળાની પાછળના ટેકરાની નીચે માટીનું સંપૂર્ણ ખોદકામ કર્યું હતું. આ પછી ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેમાં બાળકોનો આબાદ બચાવ થયો હતો. તિવારી કા તાલાબમાં આવેલી આ શાળા 1964-65માં ગ્રામસભાની જમીન પર એક ટેકરા પર બનાવવામાં આવી હતી. આ અંગે પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં માશુક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અતીકના ગોરખધંધાની 40 સંપત્તિઓની ઓળખ
PDAએ શહેરમાં અતીક અહેમદ, તેમના ગોરખધંધા અને શૂટર્સની 40 સંપત્તિઓની ઓળખ કરી છે. આ ગેરકાયદેસર સંપત્તિઓ વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી થઈ છે. આમાં જ માશુક પ્રધાનની સંપત્તિ પર બુલડોઝર ચાલ્યું છે.
બુલડોઝર પર સપા સાંસદ શફિકુર રહેમાન બર્ક ગુસ્સે થયા
બુલડાઝરની કાર્યવાહી પર મુરાદાબાદના સંભલથી સપા સાંસદ ડો. શફિકુર રેહમાન બર્ક ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું, આ જુલમ છે, એક્શન નહીં. મુસ્લિમ લોકો સાથે જુલમ થઈ રહ્યો છે.
સાંસદે કહ્યું કે હિંદુસ્તાનમાં કાયદો બનેલો છે, તો સરકાર કાયદાના હિસાબે કેમ કામ નથી કરતી. બર્કે કહ્યું કે યોગી સરકારે કહ્યું હતું કે 'માફિયા કો મિટા દૂંગા'. પરંતુ, પહેલા તમે સરકારની સિસ્ટમ યોગ્ય કરો. સાસંદે કહ્યું કે, અહિંયા લોકતંત્ર છે, પ્રજાતંત્ર છે તો પછી બુલડોઝરનો શું અર્થ?
3 બુલડોઝરે 5 કલાકમાં જમીનદોસ્ત કર્યું 3 કરોડનું મકાન
બુધવારે અતીકના નજીકના મિત્ર ઝફર અહેમદનાં બે માળનાં મકાન પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ આલિશાન બંગલાની કિંમત 3 કરોડ હતી. અતીક અહેમદનું મકાન 2020માં તોડી પડાયું હતું ત્યારે ઝફરના પરિવારે જ તેને આશરો આપ્યો હતો. ઉમેશ પાલ હત્યાકાંડના દિવસે આ જ મકાનમાં શૂટર્સે શરણ લીધી હતી અને અલગ-અલગ ફરાર થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.