આજે સવારે રાજસ્થાનના મુરૈના અને ભરતપુરમાં મોટો અકસ્માત થયો હતો. પરંતુ આની જાણકારી મળ્યાંના અઢી કલાકથી વધુનો સમય વીતી ગયો હતો. એરફોર્સના બે ફાઈટર પ્લેન સુખોઈ-30 અને મિરાજ-2000 આજે સવારે 10:00 થી 10:30 વાગ્યાની વચ્ચે ગ્વાલિયરની પાસે ટકરાયાં હતાં અને ક્રેશ થઈ ગયા હતાં.
સુખોઈમાં બે અને મિરાજમાં એક પાઇલટ સવાર હતા. આ ઘટનામાં સુખોઈના બન્ને પાઇટલ સુરક્ષિત રીતે એજેક્ટ થવામાં સફળ થયા છે. પરંતુ મિરાજના પાઇલટનું મોત થઈ ગયું છે. સુરક્ષિત રીતે બચી ગયેલા પાઇટલને ઈજા પહોંચી છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્રણેય પાઇલટના નામ અને બાકી ડિટેઇલન વિશે એરફોર્સે અત્યારસુધીમાં કંઈ બહાર નથી પાડ્યું.
હવે વાંચો અકસ્માત વખતે અને પછીથી શું થયું
એરફોર્સનું કહેવું છે કે બન્ને સુખોઈ અને મિરાજને રૂટિન ટ્રેનિંગ માટે ઊડાન ભરી હતી. ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે બન્ને ટ્રેનિંગ વખતે ખૂબ જ નજીકથી ઊડાવી રહ્યા હતા. ત્યારે જ બન્ને એકસાથે ટકરાયા હતા. આ અથડામણના કારણે મિરાજમાં આગ લાગી ગઈ હતી. અને તે મધ્યપ્રદેશના મુરૈનાના પહાડગઢમાં જઈને પડ્યું હતું. મિરાજને સૌથી વધુ નુક્સાન થયું છે. મિરાજના પાઇલટનું મોત થયું છે. ઘટનાસ્થળેથી તેના હાથનો એ વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે.
અથડાયા પછી સુખોઈમાં આગ લાગી નહોતી, પરંતુ તેના વિંગ્સ તૂટી ગયા હતા. સુખોઈના બન્ને પાઇલટ્સ જ્યારે ક્રેશ થવાનું હતું, ત્યારે બન્નેએ પોતાને એજેક્ટ કરી લીધા હતા. બન્ને પેરેશૂટની મદદથી નીચે પડ્યા હતા. આ પછી સુખોઈ પાઇલટ વિના ઘટનાસ્થળેથી અંદાજે 90 કિમી દૂર જઈને રાજસ્થાનના ભરતપુર જિલ્લાના પિંગોરા માં જઈને પડ્યું હતું. ત્યાં હાજર રહેલા લોકોએ વિંગ્સના તૂચી જવાની પુષ્ટી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્લેન જ્યારે ક્રેશ થયું, ત્યારે તેના વિંગ્સ નહોતા.
ઘટનાના અંદાજે અઢી કલાકે એરફોર્સનું પહેલું ટ્વિટ આવ્યું હતું...
ત્રણ કલાક સુધી મૂંઝવણ રહી હતી
આ ઘટનાની ખબર સૌથી પહેલા સવારે 11 વાગે આવી હતી. ત્યારે ભરતપુરમાં એક ફાઈટર પ્લેન ક્રેશ થઈ હોવાની વાત સામે આવી હતી. પરંતુ ભરતપુર કલેક્ટરે કહ્યું હતું કે ભરતપુરની નજીક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. થોડીવાર પછી મુરૈનાથી પણ એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાની વાત સામે આવી હતી.
ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે બન્ને ઘટના અલગ-અલગ છે. ત્યારે અંદાજે 15 મિનિટ પછી ખબર આવી હતી કે બન્ને ફાઈટર પ્લેન મુરૈનામાં જ ટકરાયા હતા. અંદાજે 11:30થી 12:30 સુધી એ ખ્યાલ નહોતો કે મામલો છે શું? આ પછી ભાસ્કરની ટીમે જાણકારી મેળવી હતી કે આ ઘટના અલગ-અલગ નથી. બન્ને એરક્રાફ્ટ ગ્વાલિયર એરબેસથી ઊડ્યા હતા અને મુરૈનાની પાસે ટકરાયા હતા. તેમાંથી એક ફાઈટર પ્લેન 90 કિમી દૂર ભરતપુરની પાસે પડ્યું હતું. પરંતુ અધિકારીક રીતે આને કોઈ કન્ફર્મ નથી કરી શક્યા.
આ બધા વચ્ચે અમુક મીડિયા રિપોર્ટ્સમાં એક અન્ય પ્લેન આગરા એરફોર્સ બેસથી ઊડ્યું હતું અને ભરતપુરમાં ક્રેશ થયું હોવાની વાત સામે આવી હતી. જોકે બપોરે અંદાજે એરફોર્સે ટ્વિટ કરીને જાણ કરી હતી.
CM શિવરાજે ટ્વીટ કર્યું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્લેન દુર્ઘટના બાબતે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, મુરૈનાના કોલારસ નજીક એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત થયાના ખુબજ દુ:ખદ સમાચાર છે. મેં સ્થાનિક તંત્રને તરત જ બચાવ અને રાહતકાર્યમાં વાયુસેનાને મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. પ્લેનના પાઇલટ સલામત રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આકાશમાં જ આગ લાગી હતી
ગ્રામજનોના જણાવ્યા મુજબ, આકાશમાં જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતાંમાં જ સળગતું ફાઈટર જેટ નીચે પડ્યું હતું. ઘટનાસ્થળ નજીક રેલવે સ્ટેશન પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.