નવી દિલ્હી: લોકડાઉનની જાહેરાત બાદથી જ દિલ્હીમાં કામ કરી રહેલા લોકો તેમના રાજ્યો તરફ જવા માટે નિકળ્યા હતા. પરંતુ શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ પગપાળા આવી રહેલા લોકોને તેમના ગામ અને શહેરો સુધી પહોંચાડવાની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત બાદ દિલ્હીથી હજારો લોકો શનિનવારે સાંજે તેમના ઘરોમાંથી નિકળવા લાગ્યા હતા. લોકોને લાગ્યું કે બસોમાં આસાનીથી ઘરે પહોંચી જશે. પરિણામ એ થયું કે આનંદવિહાર આંતરરાજ્ય બસ ટર્મિનલ પર શનિવારે રાત્રે 15થી 20 હજાર લોકો એકત્ર થઇ ગયા. લોકોને પરેશાની તો હતીજ પરંતુ આટલી મોટી ભીડ જોઇને વહીવટીતંત્ર પણ ટેન્શનમાં આવી ગયું હતું.
લગાતાર વધી રહેલી ભીડને જોઇને દિલ્હી સરકારે શનિવાર રાતથી જ લોકોને DTCની બસોથી ઉત્તરપ્રદેશની બોર્ડર સાથે જોડાયેલા લાલ કુંઆ વિસ્તાર પાસે છોડવાનું શરૂ કર્યું હતું. તેના માટે લગભગ 600 બસો લગાવવામાં આવી હતી. કેજરીવાલ સરકારે પ્રાઇવેટ બસ સંચાલકો સાથે પણ વાત કરીને લગભગ 300 બસ હાયર કરી છે. આ બસો સવારે 6 વાગ્યાથી ગોરખપુર, આગ્રા, એટા, પ્રયાગરાજ, લખનઉ જેવા શહેરોમાં લોકોને પહોંચાડવા માટે શરુ થઇ ગઇ હતી.
રવિવારે સવારે પણ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આનંદવિહાર ટર્મિનલ આવવા લાગ્યા હતા. દિલ્હી પોલીસે બેરિકેડ લગાવીને આ લોકોને અહીં આવવાથી રોક્યા છે. તેમને અત્યારે જ્યાં છે ત્યાં પાછા જવા માટે કહેવામાં આવી રહ્યું છે. અમુક લોકો પરત ફરી રહ્યા છે જોકે હજુ લગભગ 500 લોકો આસાપાસ ઉભા છે. દિલ્હી પોલીસ સાથે NDRF અને દિલ્હી નાગરિક સુરક્ષાની ટીમ પણ અહીં ઉપસ્થિત છે. આ તમામ લોકો વ્યવસ્થા જાળવવામાં લાગ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.