તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • "There Is Nothing For The Poor And The Workers In The Finance Minister's Speech," Chidambaram Said

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાં પ્રધાનની જાહેરાત અંગે પ્રતિક્રિયા:ચિદમ્બરમે કહ્યું- નાણાં પ્રધાનના ભાષણમાં ગરીબો અને શ્રમિકો માટે કંઈ જ નથી

નવી દિલ્હી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચિદમ્બરમે કહ્યું- આજે નાણાં પ્રધાને જે પણ કહ્યું તેમા એવા લોકો માટે કંઈ જ નથી કે જે ચાલીને તેમના રાજ્યોમાં પાછા જઈ રહ્યા છે-ફાઈલ ફોટો - Divya Bhaskar
ચિદમ્બરમે કહ્યું- આજે નાણાં પ્રધાને જે પણ કહ્યું તેમા એવા લોકો માટે કંઈ જ નથી કે જે ચાલીને તેમના રાજ્યોમાં પાછા જઈ રહ્યા છે-ફાઈલ ફોટો
 • બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- કેન્દ્રનું ખાસ પેકેજ એક બિગ ઝીરો છે
 • ચિદમ્બરમે કેન્દ્રના રાહત પેકેજની જાહેરાત અંગે કહ્યું હતું કે તે એક બ્લેક પેજ છે

ભૂતપુર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે બુધવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના ભાષણ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ક્યું કે નાણાં પ્રધાને આજે જે પણ કહ્યું તેમા લાખો ગરીબો, ભૂખ્યા અને આર્થિક રીતે નુકસાન પામેલા શ્રમિકો માટે કંઈ પણ નથી. તેઓ હજુ પણ ચાલીને તેમના રાજ્યોમાં જઈ રહ્યા છે.
ચિદમ્બરમે કહ્યું કે આ ભાષણથી શ્રમિકો, ગરીબોને ઝાટકો લાગ્યો છે.  નીચલા વર્ગની અડધો અડધ વસ્તી સુધી રોકડ ટ્રાન્સફરનું કોઈ જ માધ્યમ નથી. 13 કરોડ પરિવારને નિરાધાર છોડવામાં આવી દીધા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્રના ખાસ આર્થિક પેકેજ એક 'બિગ ઝીરો' છે. તેમા રાજ્યો માટે કંઈ પણ નથી.
નાણાં પ્રધાને કહ્યું- તેનાથી 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે
આ અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે 20 લાખ કરોડના વિશેષ પેકેજ હેઠળ કોઈ સેક્ટરને કેટલા પૈસા આપવામાં આવશે. સરકારે MSME, NBFC, MFI, ડિસ્કોમ, રિયલ એસ્ટેટ, ટેક્સ અને કોન્ટ્રેક્ટર્સને રાહત આપવા માટે 15 જાહેરાત કરી. MMMEને 3 લાખ કરોડની લોન આપવામાં આવશે. તેનાથી 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે.

પ્રધાનમંત્રીની જાહેરાતને ચિદમ્બરમે બ્લેક પેજ ગણાવ્યું

ભૂતપુર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે બુધવારે સવારે કેન્દ્ર સરકારના 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેડલાઈન અને બ્લે પેજ (કોરો કાગળ) આપ્યો છે. હવે જોવાનું છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તે બ્લેક પેજ કેવી રીતે ભરે છે. અમે તેના પર વિશેષ નજર રાખી રહ્યા છીએ, જે અર્થતંત્રમાં ઠાલવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો