• Gujarati News
  • National
  • There Is No Paved Road In Their Village Whose Leaders Became Ministers And Chief Ministers By Shining Through Their Movement

જેપીનું નામ જપનારાઓ... જરા તેમનું ગામ જોવા તો આવો:જેમના આંદોલનથી ચમકીને નેતાઓ મંત્રી અને મુખ્યમંત્રી બન્યા, તેમના ગામમાં પાકો રસ્તો પણ નથી

બિહાર21 દિવસ પહેલા
  • પટનાના ગાંધી મેદાનથી આ આંદોલને દેશની રાજનીતિની દિશા બદલી નાખી હતી.
  • ગામમાં વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે.

આજે 5મી જૂન છે. લોકનાયક જય પ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિનો દિવસ. પટનાના ગાંધી મેદાનથી આ આંદોલને દેશની રાજનીતિની દિશા બદલી નાખી હતી. બિહાર અને યુપીમાં આ આંદોલનથી ઘણા નેતાઓ ચમક્યા હતા. બાદમાં તેઓ મંત્રી-મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી બન્યા, પરંતુ આજે 48 વર્ષ પછી જેપી તેમના જ ગામમાં ગુમનામ છે. સરકારી પાનાઓમાં આજે પણ ગામનું નામ કોડરહા નૌ બરાર નોંધાયેલું છે. આજે પણ ગામમાં પાકો રસ્તો નથી. જ્યારે વીજળીની સ્થિતિ પણ એવી છે કે કેટલા કલાક સુધી વીજકાપ રહેશે તે કહી શકાય નહીં.

ભોજપુર (આરા) અને છપરાથી 30 કિમી દૂર જય પ્રકાશ નારાયણનું ગામ કોડરહા નૌ બરાર છે. આ ગામ બલિયાથી 55 કિમી દૂર છે. આમ તો આ ગામ ઉત્તર પ્રદેશમાં બિહાર બોર્ડર પર આવેલું છે, પરંતુ આ ગામમાં બિહારની દખલગીરી વધુ છે. આશરે 25 હજારની વસ્તી ધરાવતું આ ગામ આરા, બલિયા અને છપરામાં આવે છે.

એક તરફ આરાનો મહુલી ઘાટ છે, જ્યારે બે બાજુ છપરા અને એક બાજુ બલિયા છે. સિતાબ દિયારામાં બિહારની બે અને યુપીની એક વિધાનસભા છે, જ્યારે બિહારમાં બે લોકસભા અને યુપીમાં એક લોકસભા બેઠક છે. આ પછી પણ બિહાર સરકાર તરફથી આ ગામને જોડતો કોઈ રસ્તો નથી. યુપી સરકારે પણ રોડનું કોઈ કામ કર્યું નથી. વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ ધરાવતા આ ગામમાં સરકારની ઉપેક્ષા દેખાઈ રહી છે. ગામનું નામ આજે પણ જેપીના નામે રેકર્ડમાં નોંધવામાં આવ્યું નથી, તે કોદરહા નૌ બરાર તરીકે ઓળખાય છે.

જેપીએ કહ્યું હતું કે મૃત્યુ પછી ગામનો વિકાસ થશે
જય પ્રકાશ નારાયણના નિવાસસ્થાનને પ્રવાસન સ્થળ બનાવવા માટે 1986માં જય પ્રકાશ નારાયણ મેમોરિયલ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર સિંહને ટ્રસ્ટના સંસ્થાપક અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નારાયણ દત્ત તિવારી, શરદ પવાર, રામ સુંદર દાસથી લઈને અનેક મોટા નેતાઓ આ ટ્રસ્ટમાં જોડાયા હતા. ટ્રસ્ટ હેઠળ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર સિંહના નિવાસસ્થાનથી લઈને જેપીનું નિવાસસ્થાન અને ડાઇનિંગ હોલ સુધીનું બનેલ છે. આજે પણ જેપીના જૂના ફૂલના કુંડા તેમના ડાઇનિંગ હોલમાં રહેલા છે. જેપીના કપડાની સાથે ઘણી દુર્લભ વસ્તુઓ પણ રાખવામાં આવી છે.

ટ્રસ્ટના પ્રબંધક અશોક કુમાર સિંહનું કહેવું છે કે ગામના લોકો જય પ્રકાશ જીને પ્રેમથી મોટા માલિક કહીને બોલાવતા હતા. ગામની લોકો સવાલ કરતા હતા કે ગામડાનો રસ્તો નહીં બને, વીજળી નહીં આવે, પોસ્ટ ઓફિસ નહીં ખુલે, જય પ્રકાશ જી આનો જવાબ આપતા કહેતા હતા કે જ્યાં સુધી હું જીવીશું ત્યાં સુધી કંઈ થશે નહીં, મારા મૃત્યુ પછી બધું જ થશે.

1973માં વીજળી આવી પણ હજુ સુધી વીજળીની વ્યવસ્થામાં સુધરો થયો નથી
ટ્રસ્ટના સંચાલક અશોક કુમાર સિંહ જણાવે છે કે ગામમાં વીજળી અને ટેલિફોન માટે તત્કાલિન મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાને પત્ર લખ્યો. પત્ર લખ્યા બાદ 3 દિવસના રોકાણ દરમિયાન ગામમાં ટેલિફોન લગાવવા માટે યુદ્ધના ધોરણે કામ પૂરું થયું. જય પ્રકાશ નારાયણ પટના જવા રવાના થવાના હતા. સ્ટીમરથી લઈને હાથીઓને શણગારવામાં આવ્યા હતા, આ દરમિયાન અચાનક ટેલિફોન રણક્યો. લાઇનમાં મુખ્યપ્રધાન હેમવતી નંદન બહુગુણા હતા. વાતવાતમાં જે.પી.એ ગામમાં વીજળી આપવાનું કહ્યું. આ પછી 1973માં ગામમાં વીજળી આવી, પરંતુ 49 વર્ષ પછી પણ વીજળીની વ્યવસ્થામાં સુધારો થયો નથી. આજે પણ વીજળી ક્યારે આવશે અને ક્યારે જશે તે ખબર નથી. ઘણા દિવસો સુધી પાવર જતો રહે છે.

ચંદ્રશેખરને ગામની જવાબદારી સોંપવામાં આવી
જય પ્રકાશ નારાયણની ગામની છેલ્લી મુલાકાત પણ યાદગાર રહી છે. ગામથી પરત ફરતી વખતે તેમણે પાયલટને હેલીકોપ્ટરમાંથી આખા ગામમાં ચક્કર મારવાનું કહ્યું. આ દરમિયાન જેપીની આંખો ભરાઈ આવી અને તેમણે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને ગામની સંભાળ રાખવા જણાવ્યું હતું. અશોક જણાવે છે કે જ્યાં સુધી ચંદ્રશેખર સિંહ જીવતા હતા ત્યાં સુધી તેઓ ગામમાં આવતા રહ્યા હતા.

શાળા, બેંક અને હોસ્પિટલ સાથે ટેલિફોન એક્સચેન્જ પણ બનાવવામાં આવ્યું હતું. ચંદ્રશેખર સિંહનું એક સપનું હતું કે દેશ-વિદેશમાં જે.પીનાં ગામનું નામ અમર રહે તે માટે ગામને પ્રવાસન સ્થળ બનાવવું જોઈએ. પરંતુ ચંદ્રશેખર સિંહના મૃત્યુ પછી બધું સમાપ્ત થઈ ગયું છે. વીજળી, રસ્તા અને અન્ય સુવિધાઓ સરકારની ઉપેક્ષાનો ભોગ બની હતી. ગામના વિવેક સિંહ કારગિલ કહે છે કે જેપીના નામ પર રાજકારણ થયું છે, જેપીના નામને વિશેષ ઓળખ અપાવવાનું કોઈ કામ થયું નથી. શિક્ષણ, આરોગ્ય અને વીજળીની સાથે રોડ-રસ્તાની પણ સુવિધા નથી. દેશના સૌથી મોટા નેતા જેમણે ક્યારેય સત્તાનું સુખ ભોગવ્યું નહતુ, પણ તેમના નામ પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે

લાલુ યાદવે ખોટું આશ્વાસન આપ્યું
પટના હાઈકોર્ટના એડવોકેટ મણિભૂષણ પ્રતાપ સેંગર, જે સિતાબ દિયારાના રહેવાસી છે, તેઓ કહે છે કે જેપી આંદોલનના મોટા નેતાઓ દ્વારા ઉદ્દભવ્યું છે. આંદોલનમાંથી બહાર આવેલા નેતાઓને બિહારનું સીએમ પદ પણ મળ્યું, બિહારમાં આજે પણ જેપીના નામે રાજકારણ વધુ થાય છે. માત્ર નામ પર રાજનીતિ કરનારાઓએ જેપી માટે કંઈ કર્યું નથી તે અફસોસની વાત છે.

બિહાર અને યુપીના નેતાઓએ પોતાનું જ રાજકારણ ચમકાવ્યું છે. નીતીશ, લાલુ અને રામવિલાસે નામ પર રાજનીતિ કરી છે. સરકારે આ વિસ્તારને પ્રવાસન સ્થળ બનાવવાનો પ્રયાસ પણ કર્યો નથી. લાલુ યાદવે જન્મસ્થળ માટે 20 લાખ આપવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી મળ્યા નથી. એડવોકેટનું કહેવું છે કે બિહારથી 20 કિલોમીટરનું અંતર કાપવામાં 3 કલાક લાગે છે. બિહારના નેતાઓએ જાહેરાત કરવાને બદલે જો કામ કર્યું હોત, તો આ વિસ્તાર એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે દેખાતો હોત.

અન્ય સમાચારો પણ છે...