• Gujarati News
  • National
  • There Is Math In Everything From Sunrise To Sunset, Don't Be Afraid Of It, Practice With Understanding, You Too Will Fall In Love With Math

નેશનલ મેથેમેટિક્સ ડે:સૂરજ ઊગે ત્યાંથી લઈને સૂર્યાસ્ત સુધી દરેક બાબતમાં ગણિત છે, તેનાથી ડરો નહીં, સમજીને પ્રેક્ટિસ કરો, તમે પણ ગણિતના પ્રેમમાં પડી જશો

કોલકાતાએક મહિનો પહેલાલેખક: સોમા નંદી
  • કૉપી લિંક
  • રામાનુજમ એવોર્ડ મેળવનારા નીના ગુપ્તા પાસે સમજો ગણિતનું ‘ગણિત’
  • સવાલોને રોજિંદી બાબતો સાથે જોડી દો, ગણિતથી ક્યારેય કંટાળશો નહીં

જો તમે પણ એ બાળકોમાં છો, જે મેથોફોબિયાનો શિકાર છે અને વિચારે છે કે ગણિત નહીં આવડે તો શું થઈ જશે? તો જાણી લો કે, રોજ સવારથી લઈને રાત સુધી દરેક બાબતમાં ક્યાંક ને ક્યાંક ગણિત છે. જો તમે ગણિતને પ્રેમ નહીં કરો, તો તે આખી જિંદગી તમને ડરાવશે. આજે નેશનલ મેથેમેટિક્સ ડે નિમિત્તે જાણીતા ગણિતજ્ઞ નીના ગુપ્તા પાસેથી જાણો આ ડરને કેવી રીતે દૂર કરીએ અને ગણિતને કેવી રીતે જીવનનો મહત્ત્વનો હિસ્સો બનાવીએ...

  • તમે ગણિતનો કયો કોયડો ઉકેલ્યો છે, સરળ શબ્દોમાં જણાવો.

થોડું મુશ્કેલ છે. પ્રયાસ કરું. A ગુણ્યા X = A ગુણ્યા Y છે, તો આપણે સામાન્ય રીતે બંને તરફથી A કેન્સલ કરી દઈએ છીએ અને X = Y કરી દઈએ છીએ, પરંતુ દરેક વખતે એવું નથી થતું. ઉદાહરણ તરીકે Aની વેલ્યુ શૂન્ય થઈ જાય, તો તેનો ઉકેલ શૂન્ય આવી જાય. બંને તરફથી શૂન્ય કેન્સલ ના કરી શકાય.

  • ગણિતનો ડર ભગાડવા કોઈ ટિપ્સ આપો.

ગણિતને એક ગેમ તરીકે જુઓ. ચેલેન્જ તરીકે લો. સૌથી પહેલા ફોર્મુલા કે કોન્સેપ્ટ સમજો. પ્રેક્ટિસ કરો. ધીમે ધીમે રસ પડશે અને તમને પણ ગણિત સાથે પ્રેમ થઈ જશે. એ સવાલોને રોજિંદી બાબતો સાથે જોડી દેશો, તો કંટાળો નહીં આવે.

  • અનેક બાળકોને લાગે છે કે, ગણિત આપણા માટે નથી, નહીં આવડે તો શું થઈ જશે?

ગણિતથી બચી નહીં શકો. સૂરજ ઊગે છે ત્યારથી માંડીને સૂર્યાસ્ત સુધી દરેક બાબતમાં ક્યાંક ને ક્યાંક ગણિત છે. તમે જે ટેબલ પર બેસો છો, તેના ચાર પાયા પણ ગણતરી કરીને જ બનાવાયા છે. તમે જે ઘડિયાળ જુઓ છો, તેમાં પણ ગણિત છે. ચા બનાવવી હોય કે ભોજન વગેરેમાં કેટલી સામગ્રી નાખવાની છે, કેટલું ગરમ કરવાનું છે તે તમામ બાબતમાં ગણિત છે. પૈસાની લેવડદેવડ હોય કે ચીજોની, તેમાં પણ ગણિત જ છે.

  • તમારામાં ગણિતનો શોખ કેવી રીતે જાગ્યો?

મને બાળપણથી ગણિતમાં રસ હતો. ગણિત મારી જિંદગી હતી, પરંતુ તેમાં કારકિર્દી પણ બનાવી શકાય તે મને ખબર ન હતી. સંશોધનનો તો કોઈ આઈડિયા જ ન હતો. આ દરમિયાન ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યુટના એક પ્રોફેસરે મને ગણિતમાં વધુ રસ લેવા અને કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરી. પછી તો મેં ગણિતમાં પીએચ.ડી. પણ કર્યું. ગણિત મારું પેશન હતું, મને ગણિત બહુ જ ગમતું તેથી હું વધુને વધુ ભણતી ગઈ. એટલે આજે હું આ ક્ષેત્રમાં આ મુકામ પર પહોંચી છું.

અન્ય સમાચારો પણ છે...