• Gujarati News
  • National
  • There Is A Day Of National Mourning In India To Mourn The Death Of The Queen, Google Also Paid Tribute In This Way.

ગૂગલ લોગોમાંથી રંગ થયા ગાયબ!:મહારાણીના નિધનના શોકમાં ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક છે, ગૂગલે પણ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ ગ્રે રંગમાં જોવા મળી રહ્યું છે, જે એક મૌન શ્રદ્ધાંજલિનું પ્રતીક છે.

આજે, 11 સપ્ટેમ્બર, બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનાં નિધન અંગે સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક છે. ભારતમાં, રાજકીય શોકના કારણે તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝૂકેલો રહેશે. જ્યારે સર્ચ એન્જિન ગૂગલ પર ક્વીન એલિઝાબેથના નિધનથી રાજકીય શોક છવાઈ ગયો છે. સ્વર્ગસ્થ રાણીના સન્માનમાં રંગીન ગૂગલ 'રંગવીહિન' થઈ ગયું છે. આજે, સપ્ટેમ્બર 11 ગૂગલ દેશમાં જાહેર કરાયેલા રાજકીય શોકના દિવસ ગ્રે રંગમાં જોવા મળી રહ્યું છે, જે એક મૌન શ્રદ્ધાંજલિનું પ્રતીક છે.

Google સિમ્પલ અને ગ્રે જોવા મળી રહ્યું છે
રંગબેરંગી રંગો સાથે નજરે પડતું Google સિમ્પલ અને ગ્રે જોવા મળી રહ્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સંવેદના વ્યક્ત કરી હતી. ​​​​​​​બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 ના રોજ સ્કોટલેન્ડમાં બાલ્મોરલ કેસલ ખાતે નિધન થયું હતું. મહારાણીએ 70 વર્ષ સુધી શાસન કર્યું.

રાણી એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 ના રોજ સ્કોટલેન્ડમાં બાલ્મોરલ કેસલ ખાતે નિધન થયું હતું.
રાણી એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 ના રોજ સ્કોટલેન્ડમાં બાલ્મોરલ કેસલ ખાતે નિધન થયું હતું.

દેશભરમાં તે તમામ ઈમારતો પર જ્યાં રાષ્ટ્રધ્વજ લહેરાતો રહે છે, ત્યાં આજે 11 સપ્ટેમેબરે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સન્માનમાં રાજકીય શોકમાં એક દિવસ દેશમાં અડધી કાઠીએ ઝૂકેલો રહેશે.

જણાવીએ કે ગૂગલ સામાન્ય રીતે અમેરિકામાં સ્મૃતિ દિવસ જેવા દુઃખદ પ્રસંગોને ચિહ્નિત કરવા માટે ગ્રે લોગોનો ઉપયોગ કરે છે. જેના પર અમેરિકનો સૈન્યમાં સેવા દરમિયાન જીવ ગુમાવનારા લોકોના સન્માનમાં શોક વ્યક્ત કરે છે. 2018 માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચડબ્લ્યુ બુશના અંતિમ સંસ્કારના દિવસે પણ ગૂગલનો લોગો ગ્રે થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...