• Gujarati News
  • National
  • There Have Been Several Blasts In The Area On The Highway Where The Convoy Stopped, Just 30 Kilometers From The Pakistani Border.

હાઈલી સેન્સેટિવ ઝોનમાં 20 મિનિટ સુધી ફસાયા મોદી:હાઈવે પર જ્યાં કાફલો રોકાયો, ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 30 કિલોમીટર દૂર, આ એરિયામાં થયા છે અનેક બ્લાસ્ટ

લુધિયાણા14 દિવસ પહેલાલેખક: દિલબાગ દાનિશ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો બુધવારે લગભગ 20 મિનિટ સુધી ઘણી જ અસુરક્ષિત જગ્યાએ રોકાયો હતો. પંજાબમાં ફિરોઝપુર જિલ્લાની અંદર મુદકીની પાસે નેશનલ હાઈવે પર જે જગ્યાએ PMને રોકાવું પડ્યું હતું તે હાઈલી સેન્સેટિવ ઝોન છે. અહીંથી ઈન્ડો-પાક ઈન્ટરનેશન બોર્ડર માત્ર 30 કિલોમીટર જ દૂર છે અને આ એરિયામાં સતત ટિફિન-બોમ્બ અને અન્ય વિસ્ફોટક પદાર્થ મળતા રહે છે. એવામાં વડાપ્રધાનની વિઝિટને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસે જે રીતે વ્યવસ્થા કરવી જોઈતી હતી એ ગ્રાઉન્ડ પર ક્યાંય જોવા મળી ન હતી.

ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડરની નજીક હોવાને કારણે ફિરોઝપુર પંજાબનો ઘણો જ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં વડાપ્રધાનની રેલીની જાહેરાત લગભગ સપ્તાહ પહેલાં જ થઈ ગઈ હતી. બીજી બાજુ, લુધિયાણા અને પઠાનકોટમાં હાલમાં થયેલા બોમ્બવિસ્ફોટ પછી આખું પંજાબ હાઈ એલર્ટ પર છે. જે જલાલાબાદ વિસ્તારમાં 15 સપ્ટેમ્બર 2021માં બ્લાસ્ટ થયો એ પણ ફિરોઝપુરની નજીક છે અને NIAની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ આતંકી હુમલો હતો.

ફિરોઝપુરની પાસે નેશનલ હાઈવે પર ઊભેલો વડાપ્રધાન મોદીનો કાફલો અને તેમના અધિકારીઓ.
ફિરોઝપુરની પાસે નેશનલ હાઈવે પર ઊભેલો વડાપ્રધાન મોદીનો કાફલો અને તેમના અધિકારીઓ.

આ એરિયામાં ટિફિન-બોમ્બની ડિલિવરી
જલાલાબાદ બ્લાસ્ટ પછી NIA દ્વારા ટિફિન-બોમ્બ સપ્લાય કરવાના આરોપમાં પકડાયેલા ગુરમુખસિંહ રોડે આ એરિયામાં આવતાં મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી છે, જે જરનૈલ સિંહ ભિંડરાંવાલેનું જન્મસ્થળ છે. ભિંડરાંવાલેનો ભત્રીજો અને લાંબા સમયથી પાકિસ્તાનનો આશરો લઈને બેઠેલો ખાલિસ્તાનની તરફદારી કરનારો લખબીર સિંહ રોડે પણ આ જ વિસ્તારોનો છે.

લખબીર સિંહ રોડેએ ગુરમુખની મદદથી બોર્ડર પાર કરીને ટિફિન-બોમ્બની ડિલિવરી કરી હતી. કેન્દ્રીય એજન્સીઓની સામે ગુરમુખે સ્વીકાર કર્યો હતો કે એક-બે ટિફિન-બોમ્બની ડિલિવરી ફિરોઝપુર સેક્ટરમાં થઈ છે. એવામાં PMની રેલીની સૂચના મળ્યા બાદ પંજાબ પોલીસની પાસે સુરક્ષાને લઈને તૈયારીનો પૂરતો સમય હતો, પરંતુ તેમનું કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિભાગ અને બીજા ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે ફેલ રહ્યાં છે.

પંજાબ પોલીસે જે રૂટની ભલામણ કરી એમાં જ ચૂક
બઠિંડા એરપોર્ટ પર ઊતર્યા બાદ વડાપ્રધાન પહેલા હેલિકોપ્ટરથી ફિરોઝપુર જવાના હતા. જોકે બુધવારે સવારે હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર ટેકઓફ થઈ શક્યું નહોતું, એવામાં વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)એ બાય રોડ ફિરોઝપુર પહોંચવાનો આ રૂટ પંજાબ પોલીસે જ કહ્યું. પંજાબ પોલીસે આ રૂટને સુરક્ષિત ગણાવ્યો. જોકે આ રૂટ પર જ મોટી ભૂલ થઈ ગઈ.

પંજાબ પોલીસે કર્યું હતું રિહર્સલ
બઠિંડા એરપોર્ટ પર ઊતર્યા બાદ વડાપ્રધાન રોડ માર્ગે ફિરોઝપુર જવા રવાના થયા. તેમનો કાફલો બઠિંડા-ફિરોઝપુર ફોરલેન પરથી પસાર થયો. SPG પ્રોટોકોલ અંતર્ગત વડાપ્રધાનના આવવા-જવા માટે જે રૂટનો ઉપયોગ કરાય છે, એ રસ્તે દરેક પ્રકારની તપાસ કરવામાં આવે છે. પંજાબ પોલીસે પણ મંગળવારે બઠિંડા-ફિરોઝપુર ફોરલેન પર વડાપ્રધાનના કાફલાને લઈને રિહર્સલ કર્યું હતું, ત્યાં સુધી બધું જ યોગ્ય હતું.

સવારે બધું જ યોગ્ય હતું, પણ 12 વાગ્યા પછી થઈ ગરબડ
પંજાબ સરકારનો દાવો છે કે વડાપ્રધાનની સુરક્ષા માટે 10 હજાર પોલીસને તહેનાત કરવામાં આવ્યા હતા. પંજાબ પોલીસે બુધવારે સવારે જ બઠિંડા-ફિરોઝપુર ફોરલેનની સમીક્ષા કરી હતી અને સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી હાઈવે પર ક્યાંય કોઈ અડચણ જોવા મળી નહોતી. બપોરે 12 વાગ્યા પછી અચાનક જ સ્થિતિ બદલાતી ગઈ અને ખેડૂત સંગઠનોના સભ્યો અને કેટલાક લોકોએ હાઈવે સુધી પહોંચવામાં સફળ રહ્યા. આ દરમિયાન પંજાબ પોલીસનું ઈન્ટેલિજન્સ સંપૂર્ણપણે ફેલ સાબિત થયું.

વડાપ્રધાનની સુરક્ષા ટીમે જ સડક માર્ગે ફિરોઝપુર જવાનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાનને કોઈ જ ખતરો ન હતો, પરંતુ અચાનક જ લોકો રસ્તા પર આવીને બેસી ગયા હતા.