તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • There Are 250 Terrorists In PoK; The Imran Government Could Spoil The Situation On The LoC To Mislead Pakistanis

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનાના કમાન્ડરનો દાવો:PoKમાં 250 આતંકવાદી છે; ઈમરાન સરકાર પાકિસ્તાનીઓને ગેરમાર્ગે દોરવા LoC પર સ્થિતિ બગાડી શકે છે

શ્રીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચિનાર કોર્પ્સના લેફ્ટિનન્ટ જનરલ બીએસ રાજૂએ કહ્યું કે અમારી સેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે- ફાઈલ ફોટો - Divya Bhaskar
ચિનાર કોર્પ્સના લેફ્ટિનન્ટ જનરલ બીએસ રાજૂએ કહ્યું કે અમારી સેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે- ફાઈલ ફોટો

પાકિસ્તાનની ઈમરાન સરકાર વર્તમાન સમયમાં તમામ મોરચે ઘેરાઈ ગઈ છે. કથળી રહેલું અર્થતંત્ર, કોરોનાની પકડ અને વિપક્ષોની ઘેરાબંધીએ ઈમરાન સામે મુશ્કેલી વધારી દીધી છે. ભારતીય સેનાના એક ટોચના કમાન્ડરે કહ્યું છે કે પાકિસ્તાની સેના આ પ્રશ્નોથી દેશનું ધ્યાન અન્યત્ર ખસેડવા માટે લાઈન ઓફ કન્ટ્રોલ પર સ્થિતિને બગાડી શકે છે.

કાશ્મીરમાં રહેલા સેનાના ચિનાર કોર્પ્સને લીડ કરી રહેલા લેફ્ટિનન્ટ જનરલ બીએસ રાજુએ આ દાવો કર્યો છે. ચિનાર કોર્પ્સ સરહદની સુરક્ષા સાથે ઘાટીમાં આતંકવાદ સામે ઓપરેશન પણ ચલાવી રહ્યા છે.

પીએસ રાજુએ કહ્યું કે અહેવાલો મળી રહ્યા છે કે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં વર્તમાન લોંચ પેડ પર 200થી 250 આતંકવાદી છે. તે ઘુસણખોરી કરવાની તક જોઈ રહ્યા છે. ઓછી ઉંચાઈવાળા વિસ્તારોમાંથી તે આ પ્રકારનો પ્રયત્ન કરી શકે છે. ઠંડીની સિઝનમાં LoC પર તણાવ વધવાની આશંકાથી ઈન્કાર કરી શકાય નહીં.

ખરાબ હવામાનનો લાભ ઉઠાવી શકે છે
રાજુએ કહ્યું- આતંકવાદી ઘુસણખોરી માટે ખરાબ હવામાનનો લાભ લઈ શકે છે. જોકે સુરક્ષા દળો સાવચેત છે. અમે LoCથી કાશ્મીરમાં સીધા ઘુસણખોરી ઉપરાંત પીર પંજાબ એરિયા પર નજર રાખી રહ્યા છીએ. LoC પર અમારી મજબૂત ગોઠવણ છે. માટે સર્વિલન્સ ડિવાઈસની મદદ પણ લેવામાં આવી રહી છે.

ઈમરાન સરકાર મુશ્કેલીમાં
પાકિસ્તાનમાં વર્તમાન સમયમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. દેશના 11 જેટલા રાજકીય પક્ષના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટીક મૂવમેન્ટે ઈમરાન સરકારને સત્તા પરથી હટાવવા માટે અભિયાન હાથ ધર્યુ છે. તેમણે પાકિસ્તાની સેના સામે પણ પ્રશ્ન સર્જ્યા છે. આ અંગે ઈમરાન ખાનનું કહેવું છે કે વિપક્ષની ભાષા ભારત જેવી છે. તે સેના પર પ્રશ્ન કરી રહી છે. આ અગાઉ આમ થયુ ન હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો