ટ્રાન્સજેન્ડરોના વાળ કાપી નાખ્યા:પછી કહ્યું- પુરુષો પાસેથી પૈસા લઈ લીધા, હવે તો સુંદર લાગે છે ને?; એક ટ્રાન્સજેન્ડરે ડરીને શહેર છોડી દીધું

2 મહિનો પહેલા

તામિલનાડુના તુતિકોરિનમાં અમુક લોકોએ બે ટ્રાન્સજેન્ડર સાથે મારપીટ કરી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. એમાં આરોપી ટ્રાન્સજેન્ડરોના વાળ કાપતો નજરે દેખાય છે.

ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટે શેર કર્યો વીડિયો
ટ્રાન્સજેન્ડરોના વાળ કાપતો વીડિયો અનેક અધિકારીઓ સાથે લડનારી સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેસ બાનોએ શેર કર્યો છે, જેમાં એક ટ્રાન્સજેન્ડર બેસેલી દેખાય છે. એક પુરુષ અન્ય ટ્રાન્સજેન્ડરના વાળ બ્લેડથી કાપે છે. તેની આંખમાં સોજો પણ દેખાય છે. તે કહે છે કે 'પુરુષો પાસેથી પૈસા વસૂલતી હતી. હવે અમારે શું કરવું જોઈએ.' આ પછી તે આરોપી અન્ય ટ્રાન્સજેન્ડરની તરફ ઈશારો કરીને બોલે છે કે 'હવે બધું પૂરું થઈ ગયું છે. તમે હવે વધુ સારા સુંદર દેખાવ છો, નહિ?'

આરોપીઓએ વાળ કાપવાનો વીડિયો પણ ચાર વ્હોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો.
આરોપીઓએ વાળ કાપવાનો વીડિયો પણ ચાર વ્હોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો.

આરોપીઓ સાથે રિલેશનશિપમાં હતી ટ્રાન્સજેન્ડર-પોલીસ
19 સેકન્ડના આ વીડિયો વાઇરલ થયો છે. આ પછી પોલીસે આરોપીઓને ઝડપીને પકડી લીધા હતા. તામિલનાડુના સાઉથ ઝોન આઈજી અસરા ગર્ગે જણાવ્યું હતું કે આરોપી અને ટ્રાન્સજેન્ડરો વચ્ચે સારીએવી ઓળખાણ હતી, જેમાંથી એક કપલ વચ્ચે રિલેશનશિપમાં પણ હતું, પરંતુ પછી તેઓ અલગ થઈ ગયાં હતાં.

મારપીટમાં ટ્રાન્સજેન્ડરની આંખ સૂજી ગઈ હતી.
મારપીટમાં ટ્રાન્સજેન્ડરની આંખ સૂજી ગઈ હતી.

ઘટના પછી એક ટ્રાન્સજેન્ડરે શહેર છોડી દીધું
ટ્રાન્સ એક્ટિવિસ્ટ બાનોના જણાવ્યા પ્રમાણે, આ ઘટના 7 ઓક્ટોબરે બની હતી. આરોપીઓએ તેમને ધમકાવવા માટે ટ્રાન્સજેન્ડરે વ્હોટ્સએપ ગ્રુપમાં માર મારતો વીડિયો શેર કર્યો હતો. વીડિયો રેકોર્ડ કરતાં પહેલાં તેની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ટ્રાન્સજેન્ડર એટલા ડરી ગયા હતા કે તેઓ સારવાર માટે હોસ્પિટલ પણ ગયા નહોતા. માત્ર એક પીડિતને શોધી શકાયા છે, અન્ય એક ટ્રાન્સજેન્ડર આરોપીના ડરથી શહેર છોડી ગયા છે.