તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું તમે હોલિવૂડ ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' જોઈ છે? આશ્ચર્યજનક કાર રેસિંગવાળી. આ ફિલ્મ જેવો નઝારો જયપુરના રસ્તાઓ પર જોવા મળ્યો. શહેરમાં ખતરનાક રીતે દોડતી ડસ્ટર કારને જ્યારે પોલીસે પકડવાનો પ્રયાસ કર્યો તો કારચાલકે સ્પીડ વધારી દીધી અને ભાગતાં ભાગતાં 6 જગ્યાએ પોલીસની નાકાબંધી તોડી નાખી. આ દરમિયાન ડિવાઈડરથી અથડાઈને કારનું ટાયર ફાટ્યું, તો તે રિમના સહારે કાર દોડાવતો રહ્યો.
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ કાર શહેરમાં 1 કલાક સુધી દોડતી રહી. 13 પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસ કર્મચારીઓ તેને પકડવામાં નિષ્ફળ રહ્યા. અંતે, એક જગ્યાએ રસ્તો બ્લોક કર્યો, એ બાદ તે પકડાયો હતો. જોકે આ દરમિયાન કારમાં બેઠેલા આરોપીના મિત્રો ફરાર થઈ ગયા. વાંચો શું હતી આખી ઘટના...
60 મિનિટમાં શહેરના રસ્તાઓ પર 50 કિલોમીટર દોડી કાર
પિતાની ગાડી લઈને ફરવા નીકળ્યો હતો યુવક
વિધાયકપુરી પોલીસે કાર ચલાવનાર યુવકની ધરપકડ કરી. એ બાદ મોતીડુંગરી પોલીસે તેના પર કેસ દાખલ કરી ધરપકડ કરી. આરોપી રોમિક ભામુ (25) ઝુંઝનું જિલ્લામાં અલીપુરનો રહેવાસી છે. તે એક ઓનલાઈન એજ્યુકેશન એપ કંપનીમાં જોબ કરે છે. તેણે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે તે પોતાના પિતાની ગાડી લઈને જયપુર ફરવા નીકળ્યો હતો. તેના મિત્ર હિતેશ અને મનીષ પણ કારમાં સવાર હતા. તે ત્રણેય નાહરગઢ કિલ્લા પર જવા માગતા હતા.
ડ્રાઈવિંગ લાઇસન્સ ન હોવાને કારણે પહેલી જગ્યાએ નાકાબંધી તોડી
જયપુર-સીકર હાઈવે પર રાત્રે 1 વાગ્યે હરમાડા વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી રાખી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ન હતું, તેથી તેણે નાકાબંધી તોડીને કારને ભગાવી હતી. જોકે સૂત્રોએ જણાવ્યું કે કારમાં બેઠેલા ત્રણેય લોકો નશામાં હતા.
આ વિસ્તારોમાં ફુલ સ્પીડે દોડી કાર
નાકાબંધી તોડવા પર વિશ્વકર્મા પોલીસને કાર રોકવા માટેની સૂચના આપી. વિશ્વકર્મા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મચારીઓએ કાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કારની સ્પીડ વધુ હોવાથી તેઓ એમાં સફળ ન રહ્યા. એ બાદ સીકર રોડથી વિદ્યાધરનગર, શાસ્ત્રીનગર, પીતલ ફેક્ટરી, પાનીપેચ ચોક, બનીપાર્ક થઈને જયસિંહ હાઈવે પર કાર પહોંચી, જ્યાંથી ક્લેક્ટ્રી સર્કલ, ખાસાકોઠી ચોકથી અશોક નગરમાં અહિંસ સર્કલ પહોંચી હતી.
એ બાદ કાર સ્ટેચ્યૂ સર્કલ, નારાયણ સિંહ સર્કલ, ત્રિમૂર્તિ સર્કલ, મોતી ડુંગરી સર્કલ પહોંચી હતી. ત્યાં એક બેરિકેડને ટક્કર મારીને મોતીડુંગરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રતનારામને ઘાયલ કરી દીધા. એ બાદ ગુરુદ્વારાના વણાંક, ટ્રાન્સપોર્ટનગર, એમઆઈ રોડ થઈને કાર લગભગ રાત્રે 2 વાગ્યે સર્કિટ હાઉસ પહોંચી. ત્યાં અલવરના ધારાસભ્યની કારને ટક્કર મારી હતી. આગળ રસ્તો બંધ હતો, તેથી પીછો કરી રહેલા એએસઆઈ મુકેશ કુમારે આરોપી રોમિકની ધરપકડ કરી.
તસવીરોમાં જુઓ કારની હાલત
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.