• Gujarati News
  • National
  • Dragged Onto A Platform And Hung Upside Down On A Pathway, Then Kicked And Beaten With A Belt

જબલપુર સ્ટેશન પર પોલીસની ઉદ્ધતાઈ, VIDEO:પ્લેટફોર્મ પર ઢસડીને પાથ-વે પર ઊંધો લટકાવ્યો, પછી લાતો અને બેલ્ટથી માર્યો

જબલપુર17 દિવસ પહેલા

જબલપુર રેલવે સ્ટેશન પર એક પોલીસકર્મચારીએ વૃદ્ધ સાથે મારામારી કરી હતી. તેણે વૃદ્ધને લાતો અને બેલ્ટથી માર્યો હતો. ઘટના ગુરુવારની હોવાનું કહેવાઈ રહ્યું છે. મારામારી દરમિયાન ટ્રેનમાં બેઠેલા એક મુસાફરે આ ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ ચલાવી હતી. GRP પોલીસનું કહેવું છે કે વીડિયો બહાર આવ્યા પછી સ્ટેશન પર વેન્ડરો સાથે વાત કરવામાં આવી હતી. તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે પીડિત વ્યક્તિ કોણ હતી અને પોલીસનો તે જવાન કોણ હતો એની માહિતી મેળવવાની હજી બાકી છે.

વીડિયો વાઈરલ થયા પછી લોકો પોલીસ પર ટિપ્પણી કરી રહ્યા છે. પીડિતને ન્યાય અપાવવાની માગણી કરી રહ્યા છે. એમ કહેવાઈ રહ્યું છે કે પીડિત વૃદ્ધ અને પોલીસ બંને પેસેન્જર હતા. જોકે કોઈ બાબતને લઈને તેમની વચ્ચે બોલાચાલી થઈ અને પોલીસકર્મચારીએ વૃદ્ધ સાથે મારામારી કરી હતી. VIDEOમાં જુઓ પોલીસની ઉદ્ધતાઈ...

મદદ માંગી તો પોલીસવાળો મારવા લાગ્યો
વીડિયો ફુટેજ પ્રમાણે ઓળખ કરીને પીડિત વૃદ્ધની પૂછપરછ કરવામાં આવી હતી. વૃદ્ધે પોતાનું નામ ગોપાલ પ્રસાદ હોવાનું કહ્યું. તે કરેલી, જિલ્લા નરસિંહપુરનો રહેવાસી છે. વૃદ્ધે જણાવ્યું કે એક વ્યક્તિ મને ગાળ આપી રહ્યો હતો, તે અંગેની ફરિયાદ મેં પોલીસવાળાને કરી તો તેણે મને માર્યો હતો. હું તે પોલીસવાળાને જાણતો નથી.

GRPનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે વૃદ્ધ સાથે મારામારી કરનાર વ્યક્તિ રેલવે પોલીસ(RPF)નો સ્ટાફ નથી. મારનાર સ્ટાફની ઈનસાઈન(મોનો) મધ્યપ્રદેશ પોલીસની દેખાઈ રહી છે, તેની ઓળખ માટે સ્ટેશનના CCTV ફુટેજની તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...