તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનમાં મજબૂરીનો વીડિયો:કાનપુરમાં ભૂખ મિટાવવા યુવકે માર્ગ પર ઢોળાયેલુ દૂધ પીધુ, લોકોએ ભોજન સામગ્રી આપી

કાનપુરએક મહિનો પહેલા
આ ઘટના કાનપુર જિલ્લાના સુતરખા�

લોકડાઉનને લીધે અનેક લોકો મજબૂર થઈ ગયા છે, કાનપુરની આ ઘટનાથી આ બાબત સમજી શકાય છે. કાનપુરનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં ભૂખથી બેહાલ એક યુવક માર્ગ પર ઢોળાઈ ગયેલા દૂધને પી રહ્યો છે. આ વીડિયો જિલ્લાના સુતરખાનેનો છે. લોકોના જણાવ્યા પ્રમાણે આ ઘટના રવિવાર બપોરની છે. જોકે ભાસ્કર આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

સુતરખાનેના લોકોએ જણાવ્યું કે રવિવારે એક દૂધવાળાની સાયકલ પડી ગઈ હતી. તેને લીધે કેટલાક પ્રમાણમાં દૂધ ઢોળાઈ ગયું હતું. ત્યારબાદ દૂધવાળો ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે એક યુવક જે જગ્યાથી પસાર થતો હતો. તેને ખૂબ ભૂખ લાગી હતી. તે જમીન પર ઢોળાયેલા દૂધને જોઈ ઘૂટણીએ બેસી દૂધ પીવા લાગ્યો. આ જોઈ ત્યાં ઉપસ્થિત લોકોને દયા આવી અને યુવકને ભોજન સામગ્રી ઉપલબ્ધ કરાવી.

ફેક્ટરીઓમાં સન્નાટો, શ્રમિકો બેરોજગાર
ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લાંબુ ચાલવાને લીધે શ્રમિકો સામે બે ટંક ભોજનનું સંકટ સર્જાયું છે. અનેક શ્રમિકો બેરોજગાર થઈ ગયા છે. કાનપુર દેશમાં ઔદ્યોગિક નગરી તરીકે ઓળખ ધરાવે છે. આ ફેક્ટરીઓ અને નાનાના કારખાનામાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન મોટાભાગના યુનિટ બંધ થઈ ચુક્યા છે. તેમા કામ કરનારા શ્રમિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

લોકડાઉનમાં ભોજન મળી રહ્યું નથી
એવી માહિતી મળી રહી છે કે આ વખતે લોકડાઉનમાં શહેરમાં શહેરના વહિવટીતંત્રએ ભોજન કે રાશનની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી. આ વખતે સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી નથી. તેને લીધે ઘર વિહોણા અને ભોજન મંગાવીને ખાનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.