• Gujarati News
  • National
  • The Youngest Minister In Modi's Cabinet Is 35 year old Nishith Pramanik, Read His Journey From A Primary School Teacher To Becoming A Union Minister

યુવામંત્રી:મોદી કેબિનેટના સૌથી યુવા મંત્રી છે 35 વર્ષના નિશીથ પ્રમાણિક, વાંચો તેમની પ્રાઈમરી સ્કુલના શિક્ષકથી કેન્દ્રીય મંત્રી બનવા સુધીની સફર

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંતનુ ઠાકુર, ડો.સુભાષ સરકાર, જોન બારલાને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં બંગાળના ત્રણ સાંસદ શાંતનુ ઠાકુર, ડો.સુભાષ સરકાર, જોન બારલા અને નિશીથ પ્રમાણિકને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં કેટલાક નવા ચેહેરા પણ સામેલ થયા છે. તેમાં નિશીથ પ્રમાણિક પણ સામેલ છે, તેમની ઉંમર માત્ર 35 વર્ષ જ છે, તે મોદી કેબિનેટના સૌથી યુવા મંત્રી છે.

નિશીથ વર્ષ 2019માં સાંસદ તરીકે ચૂંટાયા
નિશીથ પ્રમાણિક વર્ષ 2019માં બંગાળની કૂચ બિહાર સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા અને પ્રથમ વખત બીજેપી સાંસદ બન્યા હતા. તે પહેલા તે TMCમાં હતા અને ચૂંટણી પહેલા તે TMC છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. તે પ્રાથમિક સ્કુલમાં શિક્ષક હતા અને બીસીએની ડિગ્રી ધરાવે છે.

વિધાનસભા ચૂંટણીમાં દિનહાટાથી જીત પ્રાપ્ત કરી હતી
બીજેપીએ તેમને બંગાળના દિનહાટા સીટથી ચૂંટણી લડાવી હતી. તે વિધાનસભા ચૂંટણીમાં પણ વિજયી થયા હતા, જોકે પાર્ટી નેતૃત્વના નિર્દેશ પછી તેમને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. નિશીથ પ્રમાણિકનો રાજવંશી સમુદાય પર ઘણો પ્રભાવ છે. તેઓ પોતે જ રાજવંશી સમુદાયમાંથી આવે છે. ઉત્તર બંગાળમાં બીજેપીના વિસ્તાર પાછળ નિશીથ પ્રમાણિકનું ઘણું યોગદાન માનવામાં આવે છે.

TMCના યુવા નેતાના રૂપમાં કરિયરની શરૂઆત કરી
માત્ર 35 વર્ષના નિશીથ પ્રમાણિકે તૃણમૂલ કોંગ્રેસના યુવા નેતા તરીકે પોતાનુ રાજકીય કેરિયર શરૂ કર્યું હતું. જોકે વર્ષ 2018માં બંગાળની પંચાયત ચૂંટણીમાં તેમણે TMCની વિરુદ્ધ લગભગ 300 અપક્ષ ઉમેદવાર ઉભી કરી દીધા હતા. તેમાંથી ઘણાને જીત પણ પ્રાપ્ત થઈ હતી. તે પછી તે ફેબ્રુઆરી 2019માં ભાજપમાં સામેલ થયા હતા અને તે જ વર્ષે પાર્ટીએ તેમને કૂચ બિહાર સીટથી લોકસભા ચૂંટણીની ટિકિટ પણ આપી હતી. કૂચ બિહાર એક એવી સીટ હતી, જ્યાં વર્ષ 2016ની પેટાચૂંટણીમાં TMCના ઉમેદવારની જીત થઈ હતી.

બાબુલ સુપ્રિયો અને દેવશ્રી ચૌધરીએ આપ્યું છે રાજીનામુ
ઉલ્લેખનીય છે કે બંગાળમાંથી બાબુલ સુપ્રિયો અને દેવશ્રી ચૌધરી રાજ્યમંત્રી હતા. બાબુલ સુપ્રિયો આસનસોલમાંથી સાંસદ છે અને કેન્દ્રીય મંત્રીપરિષદમાં ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉપક્રમ રાજ્યમંત્રી હતા. જ્યારે દેવશ્રી ચૌધરી રાયગંજથી બીજેપીના સાંસદ છે અને હાલ મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી હતા, જોકે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ બંનેએ રાજીનામુ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...