તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Young Women Were Married To Young Men From Bamair Jaisalmer, Stuck There Without Getting A Visa; A One year old Child Will Return Home Without The Mother's Company

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજીબ કિસ્સો:લગ્ન બાદ વિઝા ન મળતાં પાકિસ્તાની દુલ્હન ભારત ન આવી શકી, બે વર્ષ બાદ તેના પુત્રને વિઝા મળ્યા, પણ તેને ન મળ્યા

જોધપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેસલમેરમાં રહેતા વિક્રમસિંહ 2 વર્ષ અગાઉ પાકિસ્તાનમાં જાન લઈને ગયા હતા. - Divya Bhaskar
જેસલમેરમાં રહેતા વિક્રમસિંહ 2 વર્ષ અગાઉ પાકિસ્તાનમાં જાન લઈને ગયા હતા.
  • વર્ષ 2019ની જાન્યુઆરી અને એપ્રિલમાં પાકિસ્તાની યુવતીઓનાં લગ્ન થયાં હતાં
  • માતાને વિઝા નહીં મળતાં એક વર્ષનો દીકરો તેની માતા વગર ભારત આવશે
  • અન્ય બે દુલ્હન પણ બે વર્ષ બાદ ભારત આવશે

પાકિસ્તાનની 2 યુવતીનું તેમના પતિને મળવાનું સપનું આખરે સોમવારે સાકાર થવા જઈ રહ્યું છે. આ યુવતીઓના 2 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, પરંતુ વિઝા ન મળી શકતાં બન્ને યુવતી પાકિસ્તાનમાં જ અટકી ગઈ હતી. જ્યારે બાડમેર અને જેસલમરમાં વસવાટ કરતા તેમના પતિ પરત ફર્યા હતા. અલબત્ત, ત્રીજી દુલ્હનને હજુ વિઝા મળી શક્યા નથી. નવાઈની વાત એ છે કે તેના દૂધપીતા બાળકને વિઝા આપવામાં આવ્યા છે. આ સંજોગોમાં આ બાળક તેની માતાના સાથ વગર જ ભારત આવી રહ્યું છે.

તેવામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સારા અવસરે આ બન્ને યુવતી પોતાના સાસરે જઈ રહી છે. લગ્નના 2 વર્ષના લાંબા અંતરાળ પછી બન્ને યુવતીઓને લેવા માટે તેમના પરિવારજનો હર્ષોલ્લાસ સાથે અટારી-વાઘા બોર્ડર પર આવી પહોંચ્યા છે. લગ્ન થયા બાદ બે વર્ષ સુધી રાહ જોયા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાસરે આવી રહેલી બન્ને વહુઓને લેવા પરિવાર અટારી-વાઘા બોર્ડર પર પહોંચી છે.

હકીકતમાં રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વસતા લોકો આજે પણ પાકિસ્તાનમાં વસતા લોકો સાથે લગ્ન પ્રસંગના સંબંધ ધરાવે છે. જેસલમેર જિલ્લામાં રહેતા બેઈયા ગામના નેપાલસિંહની સગાઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયા હતા. થાર એક્સપ્રેસમાં જાન કઈ તેઓ પાકિસ્તાન ગયા હતા. નેપાળ સિંહના લગ્ન 26 જાન્યુઆરી 2019ના રોજ થયા હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બન્ને દેશોના સંબંધોમાં ખટાશ આવતા દુલ્હનને વિઝા મળ્યા ન હતા
આવી જ રીતે, બાડમેર જિલ્લાના ગિરાબ ક્ષેત્રમાં રહેતા મહેન્દ્રસિંહ પણ એપ્રિલ 2019માં જાન લઈ પાકિસ્તાન ગયા હતા.પણ ત્યારબાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી ગઈ. પાકિસ્તાને પણ બન્ને દેશ વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસ પણ બંધ કરી દીધી.

જેના પગલે ભારત દેશના મૂળ વતની એવા બન્ને વરરાજાઓએ તેમના સાસરામાં જ 3-4 મહિના સુધી રોકાઈ જવું પડ્યું હતું. કારણકે તેમને આશા હતી કે, થોડા સમય બાદ સંબંધ સામાન્ય થઈ જશે અને પછી તેમની પત્નીઓને વિઝા અપાવીને તેઓ તેમની સાથે વતન તરફ પ્રયાણ કરશે. પરંતુ બન્ને દેશોના સંબંધોમાં સુધારો નહી આવતા દુલ્હનો ભારતના વિઝા ન મળ્યા અને તેમની પત્નિઓ ત્યાં જ રોકાઈ ગઈ હતી.

ત્રીજી મહિલાને વિઝા ન મળ્યા
તેમની પત્નિઓને વિઝા ન મળતા વરરાજાઓ તેમને લીધા વગર જ પોતાના દેશ પાછા ફર્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 2 વર્ષ પછી 8 માર્ચના રોજ પાકિસ્તાનની નવવધૂઓ વાઘા બોર્ડરથી ભારત પરત ફરશે. ત્યાં વળી ત્રીજી મહિલાને એટલે કે વિક્રમસિંહની પત્નિને હજુ સુધી વિઝા મળી શક્યા નથી. પરંતુ તેના એક વર્ષના પુત્ર રાજવીરને વિઝા મળી જતા તે બાળક તેની નાની મોર કંવરની સાથે પિતા વિક્રમસિંહના વતને પાછો ફરશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહિલાનું સાચું ઘર તો તેનું સાસરુઃ કૈલાસ ચૌધરી
બાડમેર અને જેસલમેરના સાંસદ અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ કહ્યું કે, મહિલાનું સાચુ ઘર તો તેનું સાસરુ હોય છે. આજે આ મહિલાઓ બાડમેર અને જેસલમેરની વહુ બનીને પોતાના સાસરે કંકુના પગલા માંડશે. આ ઘટનાને લઈને તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી મહિલાઓને વતન પાછા લાવવાના સતત પ્રયાસો કરી રહ્યા હતા, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રસંગે દુલ્હનો વાઘા બોર્ડરથી ભારત પરત ફરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો