તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Young Woman Went For A Walk With Another Young Man; An Old Friend Got Into A Fight With A Young Woman, And The Young Woman Also Slapped The Young Man

ઈન્દોરમાં યુવક-યુવતી વચ્ચે મારપીટ:યુવતી બીજા યુવક સાથે ફરવા ગઈ; જૂના મિત્રએ જોઈ જતાં યુવતી સાથે કરી મારપીટ, યુવતીએ પણ યુવકને મારી થપ્પડ

ઇન્દોર11 દિવસ પહેલા
  • જાહેરમાં રસ્તા પર યુવક-યુવતી વચ્ચે મારપીટની ઘટના

ઈન્દોરમાં એક યુવક અને યુવતી વચ્ચે મારપીટનો વીડિયો સામે આવ્યો છે. યુવક તે વાતથી ગુસ્સે હતો કે યુવતી કોઈ બીજા યુવક સાથે ફરવા ગઈ હતી. આ કારણે યુવકે યુવતી સાથે મારપીટ કરી હતી અને કહ્યું કે આજે મારો જન્મદિવસ હતો, તુ બીજા સાથે બહાર કેમ ફરવા નીકળી? યુવતી સાથે બહાર ફરી રહેલ એક અન્ય યુવકે પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીને મારી રહેલા યુવકે તેને પણ મારવાની ધમકી આપી હતી. સમજાવ્યા બાદ પણ યુવક માન્યો નહીં, ત્યારબાદ યુવતીએ પણ યુવકને થપ્પડ માર્યા હતા.

યુવક-યુવતી બંને એકબીજાના જૂના મિત્રો હતા
આ ઘટના સોમવારે સાંજે તુકોગંજ પોલીસ મથક વિસ્તારના જંજીરાવાલા ચાર રસ્તાની છે. પોલીસ અધિકારી કમલેશ શર્માએ જણાવ્યુ હતું કે આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદ બાદ આરોપી પિયુષ ચોકસેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યુ હતું કે યુવક-યુવતી બંને એકબીજાના જૂના મિત્રો હતા. પરંતુ કોઈ કારણોસર બંને વચ્ચે વિવાદ થયો હતો.

યુવક-યુવતી વચ્ચે જાહેરમાં રસ્તામાં મારપીટ થઈ હતી.
યુવક-યુવતી વચ્ચે જાહેરમાં રસ્તામાં મારપીટ થઈ હતી.

યુવતી બીજા યુવક સાથે ફરવા જતાં રોષે ભરાયો હતો યુવતીનો જૂનો મિત્ર
પીડિતાએ પોલીસને જણાવ્યુ હતું કે તે જંજીરવાલા ચાર રસ્તા નજીક એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સોમવારે તે પોતાના મિત્ર સાથે ખજરાના ગણેશ મંદિરના દર્શન કરવા માટે ગઈ હતી. પરત ફરતા સમયે સાંજે લગભગ પાંચા વાગે તેનો જૂનો મિત્ર પિયુષ ચોકસે મળ્યો હતો. ઓફિસની નજીક આવતા જ તેણે મારી સાથે મારપીટ કરવાની શરૂ કરી હતી. યુવક કહેતો હતો કે આજે મારો જન્મદિવસ છે. તું બહાર ફરવા કેમ ગઈ? ત્યાર બાદ યુવક યુવતીને થપ્પડ મારવા લાગ્યો હતો. ત્યાર બાદ યુવતીએ પણ યુવકને થપ્પડ માર્યા હતા. યુવતીએ વધુમાં જણાવ્યુ હતું કે પિયુષે જતાં-જતાં મને અને મારા મિત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અડધા કલાક સુધી રસ્તા પર થઈ બબાલ
નજરે જોનારાઓનું માણીએ તો યુવક-યુવતી જૂના મિત્રો લાગી રહ્યા હતા. યુવકને તે વાતથી નારાજગી હતી કે તે અન્ય મિત્રની સાથે બહાર ફરવા માટે કેમ ગઈ. આ જ કારણે પિયુષ ખુબ જ રોષે ભરાયો હતો. અને તેણે યુવતી સાથે મારપીટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...