મધ્યપ્રદેશ:કારચાલક યુવતીએ ઓવરટેક કરતાં બાઇકચાલકને ટક્કર મારી, યુવકને જાહેરમાં લાફા ચોડી દીધા

18 દિવસ પહેલા

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક યુવતીએ જાહેરમાં યુવકને લાફા ઝીંકી દીધા હતાં. અહીં એક કારચાલક યુવતીએ ઓવરટેક કરતી વખતે ટક્કર મારી દેતા બાઇકચાલક રોડ પર પડી ગયો હતો. જે પછી બાઇકચાલક અને કારચાલક યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન યુવતી ગુસ્સે થઈ ગઈ અને બાઇકચાલક યુવકને લાફા ઝીંકી દીધા હતાં. યુવક યુવતીની માફી માંગતો રહ્યો છતાં લાફા મારતી રહી હતી. મહત્ત્વનું છે કે, સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...