• Gujarati News
  • National
  • The Young Man's Pet Came To Play With The Dog, Ran Away Several Times, Beat The Dog With A Stick If He Didn't Believe, Killed The Dog

સ્ટ્રીટ ડૉગ પર હુમલો કરી મારી નાખ્યો:યુવકના પાલતુ કૂતરા જોડે રમવા આવતો હતો, ઘણી વાર ભગાડ્યો, ના માન્યો તો લાકડી વડે ફટકા માર્યા, પથ્થરનો ઘા મારીને કૂતરાને મારી નાખ્યું

12 દિવસ પહેલા

ગ્વાલિયરમાં એક યુવકે સ્ટ્રીટ ડૉગને નિર્દયતાથી માર્યો. શેરીનો કૂતરો યુવકના પાલતુ કૂતરા પાસે રમવા આવતો હતો. ગુસ્સે ભરાયેલા યુવકે પહેલા તેના પેટ અને જડબા પર લાકડી વડે અનેક વાર હુમલો કર્યો અને પછી મોઢા પર પથ્થર મારી જીવ લઈ લીધો હતો.

સોશિયલ મીડિયા પર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હોબાળો થયો છે. થોડા સમય પછી આ વીડિયો પ્રશુ પ્રેમીઓ સુધી પણ પહોંચ્યો હતો. પશુ પ્રેમીઓએ આ અંગે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરતા સીસીટીવી વીડિયો હજીરા ચાર શહરના નાકાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે તપાસ આગળ વધારવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વીડિયોમાં કૂતરાને મારનાર વ્યક્તિ બંટી બાઈસ છે. પોલીસ હાલ તેને શોધી રહી છે.

બંટીના ઘરે ફિમેલ ડૉગ છે. સ્ટ્રીટ ડૉગ ઘણીવાર તેના પાલતુ કૂતરા સાથે મસ્તી કરવા આવતો હતો. ઘણી વખત બંટીએ તેને ભગાડી દીધો હતો, પણ તે રોજ આવતો હતો. એક દિવસ પહેલા જ્યારે બંટી માર્કેટથી પરત આવ્યો ત્યારે તેણે આ સ્ટ્રીટ ડૉગ તેમના દરવાજે બેઠો હતો. જે જોતા તેને ગુસ્સો આવતા નજીકમાં પડેલી લાકડી ઉપાડી તેના પર તૂટી પડ્યો અને ઢોર માર માર્યો હતો.

પશુ પ્રેમીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પશુ પ્રેમી છાયા તોમરે હજીરા પોલીસ સ્ટેશન પહોંચી ઘટના અંગે ફરિયાદ કરી હતી. તેમનું કહેવું છે કે થોડા દિવસો પહેલા ડાબરામાં એક ડોક્ટરે સ્ટ્રીટ ડૉગને ક્રૂરતાપૂર્વક કાપી નાખ્યો હતો. હવે બેરહેમીથી માર મારવાનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...