• Gujarati News
  • National
  • The Young Man Who Was Beaten By The Mob Seemed To Be Dumbfounded By The Behavior; SSP Said We Will Check CCTV

કપૂરથલામાં હત્યા પહેલાંનો વીડિયો:ટોળાંના હાથે માર્યો ગયેલો યુવક વર્તનથી મંદબુદ્ધિનો હોય એવું લાગ્યું; SSPએ કહ્યું- CCTVની તપાસ કરીશું

કપૂરથલાએક મહિનો પહેલા
  • એવું પણ લાગતું હતું કે યુવક બરાબર રીતે બોલી પણ શકતો નહોતો

પંજાબના કપૂરથલા જિલ્લાના નિજાંપુર ગુરુદ્વારામાં શરમજનક કૃત્ય કરવાના મામલે ટોળાના હાથે માર્યા ગયેલા યુવકનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવક એ જ કપડાંમાં નજરે પડી રહ્યો છે, જે તેણે ગુરુદ્વારામાં પહેર્યા હતા. આ વીડિયો તેના એક દિવસ પહેલાંનો છે.

વીડિયોમાં યુવક માનસિક રીતે અસ્વસ્થ દેખાઈ રહ્યો છે. તેણે લાલ સ્વેટર જેવું ટી-શર્ટ અને ગ્રે કલરનો પાયજામો પહેર્યો છે અને તેણે ખભા પર બેગ મૂકી છે. કેટલાંક કપડાં કમરમાં પણ બાંધેલાં છે અને હાથમાં ખેતીમાં વપરાતી ખુરપી (ખેતીનું ઓજાર) લઈને ઊભો હતો.

શનિવારે યુવક એક જિમની બહાર ઉભો હતો, ત્યાં જ વીડિયો બન્યો
યુવકનો આ વીડિયો શનિવારે બનાવવામાં આવ્યો હતો. એ સમયે યુવક કપૂરથલા બહાર કાંજલી રોડ પર એક જિમની બહાર ઊભો હતો. જિમમાં એક્સર્સાઇઝ કરવા આવેલી એક મહિલાએ જિમ-સંચાલકની હાજરીમાં પોતાના મોબાઇલ દ્વારા જ શૂટ કર્યો હતો. જિમ-માલિક હરવિંદર સિંહે આ વીડિયોની પુષ્ટિ કરી હતી. હરવિંદર સિંહ મુજબ તે યુવક મંદબુદ્ધિનો હોય એવું લાગતું હતું. તે શનિવારે સવારે લગભગ આઠ વાગે જિમ નજીક ફરી રહ્યો હતો.

યુવક શરમાઇને ભાગી ગયો હતો આ વીડિયોમાં મહિલા તે યુવકને પૂછે છે કે શું કૃષ્ણ બન્યો છે? ત્યારે તે આમ-તેમ જુએ છે અને શરમાઇને ત્યાંથી ભાગી જાય છે. યુવકના હાવભાવ એવા લાગી રહ્યા હતા કે તે મંદબુદ્ધિનો છે. એવું પણ લાગતું હતું કે તે બરાબર રીતે બોલી પણ શકતો નહોતો.

આ યુવક શનિવારે કપૂરથલાના બહારના વિસ્તારમાં કાંજલી રોડ પર સ્થિત એક જિમની બહાર ઊભો હતો, જ્યાં એક મહિલાએ તેનો વીડિયો બનાવ્યો હતો.
આ યુવક શનિવારે કપૂરથલાના બહારના વિસ્તારમાં કાંજલી રોડ પર સ્થિત એક જિમની બહાર ઊભો હતો, જ્યાં એક મહિલાએ તેનો વીડિયો બનાવ્યો હતો.

હરવિંદર સિંહે કહ્યું કે રવિવારે સવારે જ્યારે નિઝામપુરા ગુરુદ્વારામાં અપવિત્રના આરોપમાં પકડાયેલા યુવક સાથે મારપીટ અને તેની હત્યા પહેલાં રૂમમાં તેની પૂછપરછનો વીડિયો સામે આવ્યો, ત્યારે તેઓ ચોંકી ગયા હતા. તેમણે મહિલાને ફોન કરીને તે વીડિયો મગાવ્યો અને મારપીટના વીડિયો સાથે મેચ કર્યા બાદ તેને તે જ યુવક લાગ્યો. આ પછી તેણે પોતાનો એક વીડિયો પણ પોલીસ અધિકારીઓને પણ મોકલ્યો હતો.

SSPએ કહ્યુ- વીડિયો મળ્યો છે, CCTVની તપાસ કરાશે
કપૂરથલાના SSP હર કમલપ્રીત સિંહે જણાવ્યું કે વીડિયો તેમની પાસે પણ પહોંચી ગયો છે. પહેલી નજરે આ વીડિયો તે જ યુવકનો લાગે છે, જેની હત્યા નિઝામપુર ગુરુદ્વારામાં કરવામાં આવી હતી. વીડિયોને ઓન રેકોર્ડ પર લાવીને તેની ચકાસણી કરવામાં આવશે. જેમણે વીડિયો શૂટ કર્યો છે તેમની પણ મદદ લેવામાં આવશે. પોલીસ સવારે કાંજલી રોડ પર લગાવેલા સીસીટીવી પણ ચેક કરશે.

અન્ય સમાચારો પણ છે...