તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Young Man Who Promised To Marry You Was Marrying Another Young Woman; The Young Woman Roared At The Wedding Venue, Having Lived In A Live in For Three Years

પ્રેમીના લગ્નમાં યુવતીનો હોબાળો:'તારી સાથે જ પરણીશ' એવા વાયદા કરનાર યુવક બીજી યુવતી સાથે લગ્ન કરી રહ્યો હતો; યુવતીએ લગ્નસ્થળે હોબાળો મચાવ્યો, ત્રણ વર્ષથી લિવ-ઇનમાં રહેતાં હતાં

હોશંગાબાદ (મધ્યપ્રદેશ)25 દિવસ પહેલા
ફાઇલ ફોટો
  • સોના બાબુ...સોના બાબુ કહી યુવતી લગ્નના સ્થળ બહાર રોતી રહી
  • યુવતીએ પોલીસના કહેવા છતાં ફરિયાદ ન નોંધાવી

મધ્યપ્રદેશના હોશંગાબાદ શહેરમાં એક યુવતીએ લગ્નની વાડીમાં પોતાના પ્રેમીના લગ્નમાં પહોંચી સખત હોબાળો કર્યો હતો. હોબાળો જોઇ વાડીના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. યુવતી રોતાં-રોતાં પોતાના પ્રેમી વરરાજાને બાબુ-શોના કરીને બોલાવી રહી હતી. તે વારંવાર દરવાજાને ધક્કો મારતી રહી, પરંતુ ગાર્ડ અને યુવકના પરિવારના લોકોએ તેને ત્યાંથી હટાવી લીધી હતી. અડધા કલાક સુધી વાડીના સામે યુવતીનો આ હંગામો ચાલુ રહ્યો હતો.

હોબાળો થયા હોવાની ઘટનાની જાણ થતાં મહિલા SI શ્રદ્ધા રાજપૂત અને પોલીસકર્મીઓ કોતવાલી પોલીસ સ્ટેશનથી લગ્ન વાડીમાં પહોંચ્યાં હતાં. તેમણે યુવતીને કારમાં બેસાડી અને હોબાળાનું કારણ પૂછ્યું. યુવતીએ કહ્યું હતું કે પ્રેમી અને તેઓ 3 વર્ષથી પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. હવે કોઈને જાણ કર્યા વિના ગુપ્ત રીતે તેણે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા.

SI યુવતીએ કહ્યું કે જો આગળ તપાસ કરાવવા માગતી હોય તો ફરિયાદ કરે, પરંતુ તેણે કોઇપણ ફરિયાદ કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ યુવતી પોતાના કોઇ ઓળખીતા યુવક સાથે બાઇક પર બેસી ભોપાલ જતી રહી હતી. યુવતી કાનપુરની રહેવાસી છે. જે યુવકના લગ્નમાં તેણે હોબાળો કર્યો તે હોશંગાબાદ જિલ્લાના કોઈ ગામનો રહેવાસી છે. બંને ભોપાલમાં કોઇ કંપનીમાં સહકર્મચારી હતાં.

યુવતીનું કહેવું હતું કે તેઓ 3 વર્ષથી પતિ-પત્નીની જેમ સાથે રહ્યાં હતાં. યુવતી જ્યારે પણ લગ્નનું પૂછતી ત્યારે યુવક હંમેશાં કહેતો તે તેના સાથે જ લગ્ન કરશે, પરંતુ છેલ્લે, યુવતી કે કોઈને પણ જાણ કર્યા વગર યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી દીધા.

યુવતીએ કોઈ ફરિયાદ ન કરી
યુવતી કાનપુરની રહેવાસી છે, જે હાલ ભોપાલમાં સ્થાયી છે. યુવકને 3 વર્ષથી ઓળખે છે. તેણે કોઇ ફરિયાદ ન કરી, તેથી આગળ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
શ્રદ્ધા રાજપૂત, SI,કોતવાલી પોલીસ સ્ટેશન, હોશંગાબાદ.

અન્ય સમાચારો પણ છે...