ઉત્તરાખંડમાં મંદિરમાં પ્રવેશવા બદલ દલિતને સજા:યુવકને દોરડાથી બાંધી દીધો, આખી રાત સળગતા લાકડાથી મારપીટ કરતા રહ્યા હતા

દેહરાદૂન24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 વર્ષીય યુવક મંદિરમાં પૂજા કરવા ગયો હતો

ઉત્તરાખંડમાં એક દલિતને મંદિરમાં પ્રવેશ કરતા સજા કરવામાં આવી છે. ગ્રામજનોએ દલિતને દોરડાથી બાંધી દીધો અને પછી આખી રાત સળગતા લાકડા વડે મારી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 9 જાન્યુઆરીના રોજની ઉત્તરકાશી જિલ્લાના સલરા ગામની છે. જે બાબતની માહિતી હવે સામે આવી છે.

પોલીસે જણાવ્યું કે 22 વર્ષીય આયુષ મંદિરમાં પૂજા કરવા ગયો હતો. ત્યાં હાજર ઉચ્ચ જાતિના લોકો તેને જોઈને ગુસ્સે થઈ ગયા હતા. પછી લોકોએ તે દલિત યુવકને ઘેરી લીધો હતો અને માર માર્યો હતો. પીડિતે ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી, 10 જાન્યુઆરીએ પીડિતને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

ઉત્તરકાશીના SP અર્પણ યદુવંશીએ જમાવ્યું હતુ કે આયુષની ફરિયાદના આધારે પાંચ ગ્રામજનો સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પ્રકારના અન્ય સમાચાર પણ વાંચો...

દલિતોની પાણીની ટાંકીમાં મળ નાખ્યું:બાળકો બીમાર પડ્યાં, દુકાનોમાં ગ્લાસ પણ અલગ, તામિલનાડુની ઘટના

આઝાદીનાં 75 વર્ષ પછી પણ તામિલનાડુના વેંગઇવયલ ગામમાં અસ્પૃશ્યતાની કુપ્રથા ચાલુ છે. જ્યારે બાળકો અને ગામના કેટલાક લોકો બીમાર અને બેહોશ થવા લાગ્યા ત્યારે આ ખબર પડી. ડૉક્ટરે કહ્યું, પાણી તપાસો. દલિતોને માત્ર એક જ પાણીની ટાંકી આપવામાં આવતી હતી. જ્યારે તેનું ઢાંકણું ખોલવામાં આવ્યું ત્યારે એમાં માનવમળ એટલું બધું હતું કે પાણી પીળું થઈ ગયું.

ગ્રામપંચાયતે વહીવટીતંત્રને ફરિયાદ કરી. પુદુક્કોટ્ટઈ જિલ્લા કલેક્ટર કવિતા રામુ અને એસપી વંદિતા પાંડે તપાસ માટે પહોંચ્યાં. ત્યારે ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. અહીં દલિતો માટે દુકાનોના ગ્લાસ પણ અલગ છે. તેમને મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ભાજપ પણ તપાસ માટે અહીં એક ટીમ મોકલશે.

મંદિરમાંથી મહિલાને ઢસડીને બહાર કાઢી:લાતો અને થપ્પડો પણ મારી; ભગવાનને પતિ માનીને બાજુમાં બેસવા માગતી હતી

બેંગલુરુમાં એક મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે મહિલાને લાત અને થપ્પડો મારવામાં આવી રહી છે અને ઢસડીને મંદિરની બહાર લઈ જવામાં આવી રહી છે. મંદિરના પૂજારીએ પોલીસને જણાવ્યું હતું કે મહિલાએ ભગવાનને પોતાનો પતિ બતાવીને ગર્ભગૃહમાં તેમની બાજુમાં બેસવાની જીદ કરી રહી હતી.

વાઈરલ થઈ રહેલા આ એક મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ બારી પાસે ઊભેલી મહિલા સાથે વાત કરે છે, પછી તેના વાળ ખેંચીને મંદિરના ગેટ સુધી લઈ જાય છે. મહિલા ગેટ પાસે ઊભી થાય છે અને ફરીથી અંદર આવે છે, ત્યારે તે તેને થપ્પડ મારીને નીચે પાડી દે છે. પછી તેને ફરીથી ઢસડીને બહાર લઈ જાય છે. મંદિરની બહાર લઈ જઈને તેને ફરીથી માર મારે છે. આ હોવા છતાં તે ઊઠીને મંદિરની અંદર જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગેટ પાસે ઊભેલા પૂજારી તેને રોકે છે. આ દરમિયાન તે વ્યક્તિ એક ડંડો લઈને આવે છે અને તે મહિલાને ત્યાંથી ભગાડી દે છે.

અન્ય સમાચારો પણ છે...