તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરપ્રદેશના હમીરપુરથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુગલનું દાંપત્યજીવન શરૂ થતાં પહેલાં જ બંનેનું જીવન સમાપ્ત થઈ ગયું હતું. યુવક દેવેન્દ્રએ પહેલા પોતાની ફિયાન્સી જ્યોતિની છરી વડે હત્યા કરી નાખી હતી અને બાદમાં તેની ચૂંદડી વડે જ પોતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવકે છરીના અનેક ઘા મારીને જ્યોતિની ઘાતકી હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
હમીરપુર જિલ્લાના મઝગાંવ પોલીસ મથકના ઇટૌરા ગામની રહેવાસી 19 વર્ષની જ્યોતિના લગ્ન જાલૌન જિલ્લાના 22 વર્ષીય યુવાન દેવેન્દ્ર સાથે ત્રણ વર્ષ પહેલાં નક્કી થયાં હતાં. જ્યોતિનાં માતા-પિતા ઇંટના ભઠ્ઠીઓ પર કામ કરે છે અને જ્યોતિ તેના દાદા સાથે ઇટોરા ગામમાં રહેતી હતી.
બુધવારે સાંજે 4 વાગ્યે દેવેન્દ્ર પોતાની ફિયાન્સી જ્યોતિને મળવા ઇટૌરા આવ્યો હતો. એ સમયે જ્યોતિ તેની સખી સરોજ સાથે ખેતરમાં ગઈ હતી. જ્યારે દેવેન્દ્ર ખેતરમાં ગયો ત્યારે ત્યાં તેની અને જ્યોતિ વચ્ચે કોઈ બાબત પર વિવાદ થઇ ગયો હતો. આ પછી દેવેન્દ્રએ જ્યોતિ પર છરી વડે હુમલો કરી દીધો હતો અને તે પણ જ્યોતિના દુપટ્ટા વડે જ ગળેફાંસો ખાઈને બાવળના ઝાડ પર લટકી ગયો હતો.
ઘટના સમયે જ્યોતિની મિત્ર સરોજ ત્યાં હાજર હતી. જ્યારે સરોજ જ્યોતિ પર કરવામાં આવેલા છરીના હુમલાથી તેને બચાવવા ગઈ ત્યારે દેવેન્દ્રએ તેના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત જ્યોતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. તેની સ્થિતિ ગંભીર હોવાથી તેને બાદમાં ઝાંસી રિફર કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યોતિના મોટા બાપુ બ્રિજ મોહને જણાવ્યું હતું કે જ્યોતિ દરરોજની જેમ પશુઓ માટે ઘાસચારો લેવા માટે ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન આ ઘટના કેવી રીતે બની એ બાબતની તેમને કોઈ ખબર નથી.
હમીરપુર એસપી નરેન્દ્ર કુમાર સીન જણાવે છે કે યુવકે પોતાની ફિયાન્સી પર છરી વડે ઘાતકી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી અને પોતે પણ ગળેફાંસો ખાધો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.