• Gujarati News
  • National
  • The Young Man Sitting Behind Fell On The Road Showing His Body, The Police Conducted An Investigation

યુવકોએ શર્ટ પહેર્યા વગર બાઇક પર સ્ટંટ કર્યો VIDEO:પાછળ બેઠેલો યુવક બૉડી બતાવતા રસ્તા પર પડ્યો, પોલીસે તપાસ હાથ ધરી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અજમેરમાં બે યુવકો અર્ધ નગ્ન થઈને બાઇક પર સ્ટંટ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો કુંદન નગર વિસ્તારનો છે. જેમાં બે યુવકો રાત્રે બાઇક પર સ્ટંટ કરતા જોવા મળે છે. અંતે સ્ટંટ કરતી વખતે પાછળ બેઠેલો યુવક સંતુલન ગુમાવતા રસ્તા પર પડી જાય છે. અલવર ગેટ પોલીસ સ્ટેશન આ સ્ટંટ વીડિયોને લઈને તપાસ કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર સામે આવેલો વીડિયો રાતનો છે. જેમાં બે મિત્રો રાજા સર્કલ પાસેથી અર્ધનગ્ન હાલતમાં બાઇક પર કુંદન નગર તરફ જતા જોવા મળે છે. જેમાં બેઠેલો યુવક બાઇકને ચલાવતો જોવા મળે છે તો અન્ય એક યુવક ચાલતી બાઇક પર ઉભો છે અને તેનું બૉડી બતાવી સ્ટંટ કરી રહ્યો છે. સ્ટંટ કરતી વખતે પાછળ ઉભેલા યુવકે સંતુલન ગુમાવ્યું અને નીચે પડી ગયો. સદ્ભાગ્યે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાથી યુવકનો આબાદ બચાવ થયો હતો.

અલવર ગેટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શ્યામ સિંહ ચારણે કહ્યું કે,બાઇક પર સ્ટંટ કરતા યુવકોનો વીડિયો સામે આવ્યો છે. તપાસ બાદ સંબંધિત યુવકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર જે સ્ટંટ સામે આવ્યો તે ત્યાંથી પસાર થતા લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...