રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં આજે દૌંસા શહેરમાં 'રાહુલ ગાંધી ગો બેક'ની નારા લખેલા જોવા મળ્યા હતા. આ વિશેની જાણકારી મળતા જ જિલ્લા પ્રસાશન દોડતી થઈ ગઈ હતી. શહેરના આગરા રોડ અને લાલસેટ ઓવરબ્રિજ પર લખેલા આ સ્લોગનને તરત જ હટાવવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે કેટલાક અજાણ્યા લોકોએ યાત્રા સાથે જોડાયેલા એક ટેન્ટને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. સવાઈ માધોપુરના બામનવાસમાં સોમવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકો કારમાં આવ્યા હતા, એ દરમિયાન ત્યાં યાત્રા સામેલ લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન 10થી 15 લોકો આવીને ટેન્ટમાં ગૌવંશને છોડીને આગ લગાડવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે કોંગ્રેસના કાર્યકર્તાએ નજર પડતાં ઢોરને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર્યકર્તાએ આરોપીઓની વાતચીત સાંભળી લીધી હતી.
કેટલાક કાર્યકર્તાઓએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે આરોપીઓ ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે પીછો કરીને 4 લોકોને ઝડપી લીધા હતા.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં એક બેરોજગાર ઉર્દૂ શિક્ષકે રાજસ્થાન સરકારની સ્ટાફિંગ પેટર્ન અંગે ફરિયાદ કરી હતી. સવાઈ માધોપુરનો યુવક ઇકરામ અહેમદે રાહુલ ગાંધીને કહ્યું હતું કે મુસ્લિમોને માત્ર વોટ બેંક તરીકે ગણવામાં આવે છે, વોટ માટે યાદ કરવામાં આવે છે, પરંતુ જ્યારે મુસલમાનને અધિકાર આપવાની વાત આવે છે ત્યારે તેને એ મળતા નથી. ઉર્દૂ શિક્ષકની ભરતી તેનું ઉદાહરણ છે.
આ બાબતે રાહુલે પૂછ્યું કે તમે આવું કેમ બોલો છો, શું થયું? રાહુલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાને પણ પૂછ્યું કે નારાજગીનું શું કારણ છે. યુવકે કહ્યું કે 2021ના બજેટમાં 2100 ઉર્દૂ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ માત્ર 300ની જ ભરતી કરવામાં આવી. સ્ટાફિંગ પેટર્ન બદલાઈ ગઈ, ત્યારે આ ગોવિંદસિંહ ડોટાસરા જ શિક્ષણમંત્રી હતા. તેમના કાર્યકાળથી અત્યારસુધી ભરતી અટકેલી છે.
આ અંગે ડોટાસરાએ ભરતી અંગે બેરોજગાર ઉર્દૂ શિક્ષકની ફરિયાદ અંગે સ્પષ્ટતા આપી હતી. રાહુલ ગાંધીએ ડોટાસરાને કહ્યું હતું કે યુવાનો રોજગાર નોકરીની સમસ્યાઓ કોઈપણ ભોગે દૂર થવી જોઈએ. આ પછી રાહુલ ગાંધીએ બેરોજગાર ઉર્દૂ શિક્ષકને ગળે મળીને ઉર્દૂ શિક્ષકો અને લઘુમતીઓના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપી હતી.
રાજસ્થાનમાં પ્રવાસનો આજે 9મો દિવસ છે. દિવસના પ્રથમ તબક્કામાં આ યાત્રાએ લગભગ 13 કિલોમીટરનું અંતર કાપ્યું છે. સવાઈ માધોપુરના સૂરવાલ ખાતે યાત્રાએ લંચબ્રેક લીધો છે.
તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવા જણાવ્યું હતું
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન સતત લોકોને મળી રહ્યા છે. રાહુલ સાથે ખેડૂતો, મજૂરો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અલગ-અલગ મુલાકાત કરી રહ્યા છે. રાજસ્થાનને લગતી અનેક સમસ્યાઓ અંગે રાહુલ ગાંધીને છેલ્લા અઠવાડિયામાં ફીડબેક મળ્યો છે. સમાજના વિવિધ વર્ગના લોકો રાહુલને મળ્યા હતા અને સરકારી તંત્રો અને યોજનાઓ સંબંધિત ખામીઓ જણાવી છે.
લોકો તરફથી મળેલા ફીડબેકના આધારે રાહુલ ગાંધીએ CM અશોક ગેહલોતને કેટલાક મુદ્દાઓ પર કામ કરવા કહ્યું છે. રાહુલ ગાંધીનાં સૂચનોના આધારે સરકારમાં આગામી દિવસોમાં મોટા નિર્ણયો લેવામાં આવે એવી શક્યતા છે. જનતાને લગતા વિભાગો અને સેવાઓને સુધારવા માટે હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. રાહુલ યાત્રા દરમિયાન અલગ-અલગ નેતાઓ સાથે પાર્ટી સંગઠન અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
યાત્રા સંબંધિત અપડેટ્સ
રાજસ્થાનની આજની ભારત જોડો યાત્રાની તસવીરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.