તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યપ્રદેશ:વરસાદ ખેંચાતા યુવકે વિચિત્ર ટોટકો કર્યો, ઇન્દ્ર દેવને રીઝવવા જીવતો હોવા છતાં ઢોલ વગડાવીને ખુદની અંતિમયાત્રા કઢાવી

19 દિવસ પહેલા

મધ્યપ્રદેશમાં વરસાદ ખેંચાવવાને લીધે લોકો વિચિત્ર ટોટકા કરી રહ્યા છે. અહીં ઝાબુઆમાં અશોક નામના એક જીવિત યુવકે તેની અંતિમયાત્રા કઢાવી હતી. તેની અંતિમ યાત્રામાં ઢોલ પણ વગડાવ્યો હતો. અશોકે આ અંગે કહ્યું હતું કે, વરસાદ ખેંચાવવાને લીધે આ પ્રકારનો ટોટકો કર્યો છે. જો વરસાદ નહીં થાય તો ખેડૂતોના પાક સુકાઈ જશે. માટે ઇન્દ્ર દેવને રીઝવવા માટે મેં આવો ટોટકો કર્યો છે. મહત્ત્વનું છે કે, અહીં રહેતાં લોકો વરસાદ ખેંચાવાને લીધે લોકો ઇન્દ્ર દેવને પ્રસન્ન કરવા માટે અનોખો ટોટકાં કરી રહ્યા છે. લોકોનું એવું માનવું છે કે, આવાં ટોટકાં કરવાથી ભગવાન ઇન્દ્ર દેવ પ્રસન્ન થાય છે, અને ધોધમાર વરસે છે.

અન્ય સમાચારો પણ છે...