• Gujarati News
  • National
  • The Young Man Found It Difficult To Sit On The Coach Gate In The Train, The Young Man Hanging From The Bridge Pole Grabbed My Mobile Phone.

બિહારનો વીડિયો:યુવકને ટ્રેનમાં કોચના ગેટ પર બેસવું ભારે પડ્યું, બ્રિજના થાંભલે લટકેલાં યુવકે તરાપ મારી મોબાઇલ ઝૂંટવી લીઘો

20 દિવસ પહેલા

બિહારના કટિહારમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. અહીં મોહમ્મદ સમીર નામનો એક યુવક ઇન્ટરસિટી એક્સપ્રેસમાં કટિહારથી પટના જતો હતો. આ દરમિયાન તેનો મોબાઇલ એક યુવકે ઝૂંટવી લીધો હતો. જેનો વીડિયો એક યુવકના કૅમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નદીના બ્રિજ પરથી ફુલ સ્પીડમાં ટ્રેન પસાર થઈ રહી છે. બે યુવક કોચના ગેટ પાસે બેઠા છે. એક યુવક મોબાઇલમાં યુઝ કરી રહ્યો છે. અચાનક બ્રિજ પર લટકેલો શખ્સ તરાપ મારીને યુવકનો મોબાઇલ ઝૂંટવી લે છે.મહત્ત્વનું છે કે, આ ઘટના અંગે બેગૂસરાય રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...