ટ્રેક પર રીલ્સ બનાવતો હતો અને ટ્રેને ઉલાળ્યો, VIDEO:પાછળથી ટક્કર વાગતાં જ યુવક હવામાં ઉડ્યો, તેલંગણાની ભયાનક ઘટના કેમેરામાં કેદ

20 દિવસ પહેલા

હૈદરાબાદમાં એક યુવક રીલ્સ બનાવતી વખતે ચાલતી ટ્રેનને બેકગ્રાઉન્ડમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સાથે તે અથડાયો અને તે હવામાં ફંગોડાયો અને જમીન પર પટકાયો,ઘટના પછી એક રેલ્વે ગાર્ડે તેને ટ્રેક પર લોહીથી લથપથ જોયો, પછી એમ્બ્યુલન્સને બોલાવી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ યુવક કોલેજનાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે,હાલ આ વીડિયો સોશીયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...