તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The World's Longest Tunnel Built At An Altitude Of 10,000 Feet Is Ready, Opening On October 3

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટલ ટનલ:10 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી વિશ્વની સૌથી લાંબી ટનલ તૈયાર, 3 ઓક્ટોબરે ઉદઘાટન, મનાલી-લેહ વચ્ચેનું અંતર 46 કિ.મી. ઘટશે

મનાલી4 મહિનો પહેલા
આ ટનલ બનાવવામાં 2,958 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. - Divya Bhaskar
આ ટનલ બનાવવામાં 2,958 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે ટનલનું ઉદઘાટન કરી શકે છે.
 • ઉદઘાટન સમારોહમાં અભિનેત્રી કંગના રનૌત પણ પહોંચી શકે છે.

હિમાચલ પ્રદેશના મનાલીને લદાખના લેહ સાથે જોડતી અટલ ટનલ તૈયાર થઈ ગઈ છે. અંદાજે 10 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી આ વિશ્વની સૌથી લાંબી ટનલ છે. એ 9.2 કિ.મી. લાંબી છે અને 10 વર્ષમાં બનીને તૈયાર થઈ છે. એનાથી મનાલી-લેહ વચ્ચેનું અંતર 46 કિ.મી. ઘટશે અને 4 કલાક બચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે ટનલનું ઉદઘાટન કરી શકે છે. ઉદઘાટન સમારોહમાં અભિનેત્રી કંગના રનૌત પણ પહોંચી શકે છે. હાલ ટનલને ફાઇનલ ટચ અપાઈ રહ્યો છે. ટનલ સાથે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું નામ જોડાયું છે.

પ્રોજેક્ટના ડાયરેક્ટર કર્નલ પરીક્ષિત મેહરાએ કહ્યું, ટનલનું નિર્માણ 6 વર્ષમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે એમાં વિલંબ થયો. લેહને જોડવા માટે આ અમારું સપનું હતું અને કનેક્ટિવિટી મજબૂત કરવાની દિશામાં પ્રથમ પગલું હતું. આ ટનલ એક પડકારજનક પ્રોજેક્ટ રહ્યો, કેમ કે અમે માત્ર બે છેડેથી કામ કરી રહ્યા હતા. બીજો છેડો રોહતાંગ પાસમાં ઉત્તરમાં હતો. વર્ષમાં માત્ર 5 મહિના જ કામ થઈ શકતું હતું.’

અટલ ટનલ એક નજરમાં

 • 2,958 કરોડ રૂ. ખર્ચ થયો ટનલ બનાવવામાં.
 • 14508 મેટ્રિક સ્ટીલ વપરાયું.
 • 2,37, 596 મેટ્રિક સિમેન્ટનો ઉપયોગ થયો.
 • 14 લાખ ઘનમીટર ભેખડો ખોદાઈ.
 • 500 મીટરના અંતરે ઇમર્જન્સી એક્ઝિટ.
 • 150 મીટરના અંતરે.
 • 4-જીની સુવિધા પણ છે.
 • 10.5 મીટર પહોળી અને 10 મીટર ઊંચી છે ટનલ.
 • 60 મીટરના અંતરે સીસીટીવી પણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser